માનવતા
માનવતા
એક જંગલમાં એક હાથીનું ઝુંડ રહેતું હતું. એક દિવસ એક સગર્ભા હાથણી તેનાં ઝુંડથી અલગ થઈ ગઈ, એને ભૂખ પણ બહું લાગી હતી એટલે એ ગામ તરફ ખોરાકની શોધમાં ફરતી ફરતી આવી ગઈ હતી.
એટલાંમાં એને એક અનાનસ દેખાયો ! એ જોઈને હાથણી ખુશ તો થઈ ! પણ મનમાં વિચારવા લાગી કે આ અનાનસ આવ્યું ક્યાંથી હશે ? પણ ભૂખ બહું જ લાગી હતી એટલે વિચારને બાજુમાં મૂકીને હાથણી એ અનાનસ ખાઈ લીધું. જેવું તો એને અનાનસ ખાધું કે એના પેટમાં ધડાકો થયો ! કારણ કે અનનાસમાં ફટાકડા કોઈકે વચ્ચે મૂક્યાં હતાં, એનાંથી એ જે પેટમાં લાહ બળી રહી હતી એ સહન ના થઈ. એટલે એને શાંત કરવા માટે બાજુમાં રહેલી એક નદીમાં ઊભી રહી, ત્રણ દિવસ સુધી હાથણી પાણીમાં ઊભી રહી પણ એને શીતલતા મળી નહીં.
અંતે એણે પોતાનો જીવન ગુમાવી બેઠી. જ્યારે હાથણી પાણીમાં હતી ત્યારે, એનાં મનમાં બહું બધા પ્રશ્નો થતાં હતાં. શું ભૂલ હતી મારી કે મારા આવનાર બાળકની ? તો અમારી સાથે આવું કર્યું તે માનવી ? ફક્ત ગણેશ પૂજા સુુધી જ તમે અમારા જેવા હાથીઓનું માન કરો છો ? શું તમે બીજા કોઈ મનુષ્ય (સગર્ભા સ્ત્રી) સાથે આવું કરો ખરાં ? શું ભગવાનનું શ્રેષ્ઠ સર્જન માણસમાં માણસાઈ હવે છે ખરાં ? કોઈપણ નો જીવ લેવો એ કેટલાં અંશ સુધી યોગ્ય છે? આવું જ જો તારી સાથે થાય તો ! તો શું કરે ? તને પણ ભગવાન પાસે આવવાનું જ છે, શું તુ તારા આવા કૃત્યનાં લીધે ભગવાન સામે આંખ મિલાવીને વાત કરી શકે ? હે માણસ ! તારામાં માનવતાં હવે મરી જ ગઈ છે ને !?
