STORYMIRROR

Urvashi Thakkar

Children Stories Inspirational Children

4  

Urvashi Thakkar

Children Stories Inspirational Children

અતિથિ દેવો ભવ:

અતિથિ દેવો ભવ:

2 mins
298


એક દિવસ નિત્યા તેના મોટા ભાઈ પાર્થની સાથે હીંચકામાં બેસીને વાતો કરતી હતી. વાતો વાતોમાં નિત્યા એ કહ્યુ, કે ભાઈ આપણી મમ્મી આ મામીનાં ભાઈ - ભાભી આવ્યાં તો એમની આટલી બધી આગતા - સ્વાગતામાં કેમ લાગી ગઈ? મમ્મી રસોડાં માંથી બન્ને ભાઈ - બહેનની વાતો સાંભળતી હતી. પાર્થએ કહું, આપડી મમ્મી તો છે જ એવી કોઈપણ મહેમાન આવે તો જાણે એ ભગવાન ના હોય? એમ એમનો સ્વાગત કરશે. છેલ્લે ચા કે શરબત પણ પીધા વિના નહિ મોકલે, જવા દે એને કંઈ કહેવા જેવું જ નથી!

    મમ્મીનું રસોડાનું કામ પત્યું એટલે બહાર આવીને, બાળકો સાથે બેસી અને કહું શું વાતો ચાલે છે? બન્ને ભાઈ - બહેનમાં. નિત્યા બોલી, મમ્મી આપણે જ્યારે મામાના ઘરે જઈએ છીએ તો મોટા મામાના જ ઘરે રહીએ છીએ, નાની મામી તો એમ પણ નથી કહેતાં કે, ઘરે આવજો, ઊલટું એ જ રોજ મોટા મામાના ઘરે આવી જતાં હોય છે, જેથી આપડે એમના ઘરે ના જઈએ. સાચી વાતને ભાઈ? તો મમ્મી તે મામીના ભાઈ- ભાભીને આટલું આવકારો કેમ આપ્યો? અને તું કોઈપણ આપણાં ઘરે આવે છે, તો આટલો બધો આવકારો શું કામ આપે છે? ઘણીવાર આપણે એમના ઘરે જઈએ તો આપણને તો એવો આવકારો નથી મળતો. મમ્મી મને તારી આ વાત સમજમાં નથી આવતી, તું આવું કેમ કરે છે?

    "અરે બેટા! બસ બસ કેટલા બધા પ્રશ્નો આટલી નાની ઉંમરમાં કરે છે, હજુ તો તું ૧૦ વર્ષની પણ નથી'',જાનકીબેન બોલ્યાં. દેખ બેટા! તમને એમ છે કે મમ્મી કેમ આવું કરે છે? હું તમને નાનપણથી એક વાત કહેતી આવી છું કે "અતિથિ દેવો ભવઃ'' કોઈપણ વ્યક્તિ આપણાં ઘરે આવે છે તો એ ભગવાન સમાન છે. કોઈ ભૂખ્યું નથી હોતું આ એક એમનો સન્માન કર્યું કહેવાય. ભગવાને આપણને ઘણું બધું આપ્યું છે, ભરેલા ઘરમાંથી કોઈ ખાધા વગર શું કામ જાય? આવો મીઠો આવકારો આપવાથી આપડું પણ માન વધે. કોઈ આપણને આવકારો નથી આપતું, તો એ એનો સ્વભાવ છે. પણ આપણા ઘરે આવેલાને મીઠો આવકારો આપવો એ આપણાં સંસ્કાર છે. સમજ્યાં કે નહિ? 

    બેટા! રહી વાત તારી મામીની તો જોજે આ વખતે આપણે જઈશું તો સામેથી ઘરે બોલાવશે અને તારી પસંદગીની રસોઇ જમાડશે. પાર્થ અને નિત્યા બન્ને કહ્યુ, હા મમ્મી, અમે સમજી ગયા અને આ વાત જીવનભર યાદ રાખીશું.


Rate this content
Log in