Deep Bhingradiya

Abstract Inspirational Thriller

4.0  

Deep Bhingradiya

Abstract Inspirational Thriller

માનસિક ડર

માનસિક ડર

3 mins
422


       એક શહેરમાં રહેતો ૧૮ વર્ષની ઉમરનો મિત નામનો એક છોકરો સાંજના સમયમાં પોતાનું સોશ્યિલ મીડિયા જોઈ રહ્યો હતો. સોશ્યિલ મીડિયામાં ગુંચવાય ગયેલો મિત સોશ્યિલ મીડિયામાં એક તેની ઉમરના નાનકડા છોકરાની આત્મહત્યાની કહાની વાંચે છે. મિતે વાંચેલી આ કહાની તેના માનસપટલ પર છવાઈ જાય છે. નાનકડી ઉમર નો મિત તેને વાંચેલી આ કહાની વારંવાર તેના મનમાં વાગોળ્યા કરે છે. મિત પોતાના બેડ પરથી ઊભો થઈને તેની ઘરની સામે આવેલા ગાર્ડનને નિહાળે છે. ગાર્ડનને જોતા જોતા મિત તે જોયેલા તે પેલા સોશ્યિલ મીડિયાના પોસ્ટ તેને યાદ આવે છે અને તેનું માથુ ભારે થઈ જાય છે . તે તેને જોયેલી આ યાદોને ભૂલવાનો પ્રયત્ન કરવાનું ચાલુ કરે છે, પણ તેના પ્રયાસો ને નિષ્ફળતા નીવડતી હોય તેવું મિત ને લાગે છે. મિત જેમ જેમ પોતાના આ વિચાર ને ભૂલવાનું શરુ કરે છે, તેમ તેમ આ વિચારની અસર તેના માનસપટલ પર વધતી જાય છે. જયારે મિત આ વાત તેના મમ્મી- પપ્પા ને કરે છે તો તેના મમ્મી -પપ્પા તેની આ વાત ને ગંભીરતાથી લેતા નથી ને તે લોકો એવું વિચારી લે છે કે મિત એ કોઈક ડરામણું સપનું જોયું હશે. 

       આમ આ વાત ને બે દિવસ થાય છે. મિતનો આ નાનકડો વિચાર ધીરે ધીરે મોટો થતો જાય છે. હવે મિત પોતાની મનોસ્થિતિને સંભાળી સકતો નથી અને મિત હવે આ સ્થિતિમાં વધારે ફસાતો જાય છે. મિત આ વાત તેમાં પપ્પા ને કરે છે. આ સાંભળીને મિતના પપ્પા તેમની નજીકના એક ડૉક્ટરને આ મિતએ કરેલી વાત કરે છે. આ વાત સાંભળીને ડૉક્ટર મિત ના પપ્પાને તેમની મુલાકાત લેવાનું કહે છે.

      બીજા દિવસે સવારે મિત અને તેના પપ્પા ડૉક્ટરની મુલાકાત માટે જાય છે. મિત તેને જોયેલા સોશ્યિલ મીડિયા પોસ્ટ તેને યાદ આવે છે અને તે તેના ડર ને કારણે ગાડીમાં બેસવાની ના પાડે છે ને તે દોડીને પોતાની રૂમમાં ચાલ્યો જાય છે. મિતનું આ પ્રકારનું વર્તન જોઈને મિતના પપ્પા ડૉક્ટર ને પોતાના ઘરે મુલાકાત લેવાનું કહે છે. અને ત્યારબાદ સાંજના સમયે ડૉક્ટર મિતના ઘરે આવે છે અને તે મિત ને પોતાની પાસે બેસાડીને મિતને પ્રેમથી તેના વીતી ગયેલા છેલ્લા અમુક દિવસોની તેની દિનચર્યા પૂછે છે. મિત ગભરાતા- ગભરાતા તેને અનુભવેલી આ ઘટનાને ડૉક્ટરને સમજાવે છે. મિતની આ વાત સાંભળીને પછી ડૉક્ટર મિતના પપ્પા ને આ એક ભયાનક બીમારી છે, અને એવું કહે છે જો આ સ્થિતિ વધારે ખરાબ થશે તો મિતને હૉસ્પિટલાઈઝડ કરવાની પણ સલાહ આપે છે. ડૉક્ટરની આ વાત સાંભળીને મિતનો આ માનસિક ડર વધતો જાય છે.

       આ વાત ને થોડા દિવસ થયા પછી પણ મિતની હાલતમાં કોઈ ફેરફાર ન થતા મિત ના પપ્પા કોઈક મનોવિજ્ઞાનના પ્રસિદ્ધ ડૉક્ટરની મુલાકાત લેવાનું નક્કી કરે છે. ત્યારબાદ મિત ને તેના પપ્પા મનોવિજ્ઞાનના પ્રસિદ્ધ ડૉક્ટર પાસે લઈ જાય છે. મુલાકાત દરમિયાન મિતની બધીવાત સાંભળીને ડોક્ટર એને સમજાવે છે કે આ માત્ર તેની કલ્પનાઓ છે, વાસ્તવિકમાં આવું કશુય હોતું નથી. આવા વિચારોને સાચવી રાખવાના હોતા નથી. આવા વિચારોને વારંવાર યાદ કરવાથી આપણે ડિપ્રેશનના શિકાર થવું પડે છે. તેમજ આવા વિચારોથી દૂર રહેવા માટે આપણે સારા પુસ્તકો વાંચવા જોઈએ, સારા વ્યક્તિઓને સાંભળવા જોઈએ તેમજ સોશ્યલ મીડિયા અને આવી ડરામણી ખબરોથી દૂર રહેવું જોઈએ એવી સલાહ આપે છે. ડૉક્ટરની આ વાતો મિતે પોતાના જીવનમાં અનુસરવાનો નિર્ણય લે છે, અને ત્યારબાદ મિતએ પોતાનો વિચાર અને પોતાની વિચારસરણી બદલવાની શરૂઆત કરી દે છે. 


Rate this content
Log in

Similar gujarati story from Abstract