માણસાઈ (અમી)
માણસાઈ (અમી)
૮૫ વર્ષના વૃદ્ધ બાબુભાઈ જ્યારે સાત માળની બલ્ડિંગ પરથી કૂદકો મૂક્યો ત્યારે સૌનાદિલમાં હાહાકાર મચી ગયો.એવું તો શું થયું હસે કે આમ થઇ ગયું?
૮૫ વર્ષે એ હવે જીવી જીવીને કેટલું જીવત? હા, મની માસીના ગયા પછી એ એકલા પડી ગયા હતા અને એમને કોઈ શોખ પણ ન હતા.બાળકો પણ બહાર હતા. જમવા માટે ટિફિન બંધાવ્યું હતું અને સવારની ચા બાજુમાંથી આવતી હતી. પણ તેના બદલે તે બહુ ઘસાતા પણ હતા કોઈનું અહેસાન લેવું ના ગમે.
દીકરોને વહુ સમાચાર સાંભળીને તુરંત જ દોડી આવ્યા.લાશ પડી હતી. માથું છૂનદાઇ ગયેલું.
છેલ્લા દસ દિવસથી તેમના મોઢા પરનું નુર જતું રહ્યું હતું. પરદેશ રહેતી દીકરી જોડે પણ સવારમાં જ વાત કરેલી. દીકરી એટલે આંખનું નૂર. છેલ્લા દસ દિવસથી છાપામાં સમાચાર વાંચતા અને દુઃખી થતાં.
મૃત્યુનાં દિવસે પણ આદત પ્રમાણે સમાચાર વાંચવા બેઠેલા. પહેલા જ પાને તેમના કુલાંગારનો ફોટો અને નીચે લખ્યું હતું , ૧૬ વર્ષની "અમી" પર થયેલો બળાત્કાર..!