STORYMIRROR

Raman V Desai

Inspirational

2  

Raman V Desai

Inspirational

માંદગી કે પાપ? 3

માંદગી કે પાપ? 3

2 mins
15K


એક રાત્રે રસિક સૂતો હતો. માંદગીને ખૂબ આરામ જોઈએ. આખો દિવસ અને રાત્રી પડી રહેતા રસિકને નિદ્રા આવી ન હતી. પરંતુ નિદ્રા આવી હોય એ ઢબે તેને હવે સૂવાની ટેવ પડી હતી, જે નિદ્રાનો ભંગ કરવો એ બીજા બાળકો માટે ભયંકર ગુનો ગણાતો હતો. અલબત્ત રસિકનો તો તે ઢબની નિદ્રાને હક્ક હતો !

પુત્રને સુતેલો જોઈ તેની માતાએ પતિને પૂછ્યું :

‘તમારું પણ શરીર જોઈએ તેવું સ્વસ્થ લાગતું નથી.'

'તારું યે શરીર વળી ક્યાં સારું લાગે છે? આની સારવારમાં તું પાછી માંદી ન પડે તો ગંગા નહાયા.' પતિએ કહ્યું.

'કેમ આમ કંટાળીને બોલો છો ?'

‘કંટાળું નહિ તો બીજું શું કરું ?'

'કેમ એમ? હારી કેમ જાઓ છો?' પતિના મુખ ઉપર એક પ્રકારનો કંટાળો નિહાળી રસિકની માતાએ પૂછ્યું.

'હવે તો પ્રભુ મોત આપે તો વધારે સારું. આજે હવે આ છેલ્લાં જ ફળ રસિક માટે લાવ્યો છું. હવે ફળ કે દવા લાવવાની મારામાં તાકાત રહી નથી.' રસિકના પિતાએ કહ્યું.

'મારા ઘરેણાંમાંથી...'

‘હવે ઘરેણાં રહ્યાં જ છે ક્યાં ? અઠવાડિયા પહેલાં તારી સોનાની બંગડી વેચી નાખી છેલ્લે જ તારું ઘરેણું હતું. ઉધાર લવાય તેટલું ઉધાર લાવ્યું. અને નોકરી કરતાં પહેલાં લીધેલું પણ સુધાં નેવે મૂક્યું. હવે હાથ હેઠા પડ્યા છે.'

'પણ શાનું?' પત્નીએ પૂછ્યું.

‘તું જાણે છે, લાંચ કદી ન લેવી એવા મેં સોગન લીધા હતા. પરંતુ એ સોગન પાળ્યા હોત તો રસિકની ત્રણચાર માસની સારવાર પણ હું કરી શક્યો હોત નહિ. હવે તો પગાર, લાંચ ઘરેણાં અને શોખ એ સર્વને છેડો આવી ગયો છે. હું કે તું વેચાઈએ તો ય રસિક માટે ફળ લાવવાની શક્તિ મારામાં રહી નથી.'

અને આરામથી સૂતેલા રસિકે આ વાતચીત સાંભળી. એના હૃદયે ભયંકર ડંખ દીધો. રસિકની આ એક માંદગી શું માબાપને પાપ કરાવી રહી હતી ? માબાપની જાત વેચવા સુધીની કક્ષાએ તે માતાપિતાને લાવ્યો હતો ? એ તે રસિકની માંદગી કે રસિકનું પાપ ?


કલાકેક રહી તે પથારીમાં બેઠો. માતાએ તેની ખબર પૂછી. પુત્રે કહ્યું :

'મા ! મને સ્વપ્ન આવ્યું. અને તમે રાખેલી બાધા ફળીભૂત થઈ. હુ આ ક્ષણથી જ તદ્દન સાજો થઈ ગયો છું.'

અને ખરેખર બીજા દિવસથી તેણે દવા છોડી, ફળ છોડ્યાં, વિશિષ્ટ ખોરાક છોડ્યો, અને કૉલેજનો અભ્યાસ શરૂ કર્યો – માતાપિતાએ બહુ ના પાડી છતાં.

ત્યાર પછી રસિક કદી માંદો પડ્યો નથી. એટલું જ નહિ પણ તે પરીક્ષાઓમાં ઊંચે નંબરે પાસ પણ થયો. રંજન જેવી જ એક તોફાની છોકરી સાથે તેનું લગ્ન પણ થયું અને અભ્યાસ ઉપરાંત દેહને કસવાથી તે હૃષ્ટપુષ્ટ આદર્શ યુવક તરીકે ઊંચી નોકરી પણ મેળવી શક્યો. પિતાની નાની નોકરી છોડાવી તેણે માતાને સોનાના ઘરેણાં કરાવી આપ્યાં. તેના મનમાં એક વસ્તુ ઠસી ગઈ કે માંદગી એ શોખ નથી, આફત નથી, પરદીધો શાપ નથી, પરંતુ આપ વહોર્યું પાપ છે. કૉલેજમાં ભણતા અનેક યુવકોની માંદગીનાં મૂળ શૃંગારસમાં જ રહેલાં હોય છે. અને તેની પહેલાં માબાપના લાડમાં હોય છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational