મામાની વાર્તા
મામાની વાર્તા
શિવાય તેની માતા ને કહે છે .હવે કેટલાં દિવસ મારે સ્કૂલે જવાનું છે ? મારે વેકેશન કરવા મામાના ઘરે જવું છે તેની મમ્મી એ કીધું બસ બેટા આ છેલ્લું અઠવાડિયું છે પછી આપણે મામાના ઘરે વેકેશન કરવા જઈશું.
શિવાય તો આ સાંભળી ને રાજી રાજી થઈ ગયો. ત્યાં મામાના ઘરે તેના જેવડા ઘણા છોકરા હોવાથી બધા વેકેશન કરવા આવે એટલે બધા એક બીજા સાથે રમે અને વેકેશનની મજા માણે. અને રોજ રાતે આઈસક્રીમ મામા ખવડાવે અને મામા રોજ સુવા ટાઈમે વાર્તા કરે.
એક અઠવાડિયા પછી સ્કૂલમા રજા પડી અને શિવાય તો ગયો મામાના ઘરે. ખૂબ જ રાજી થઈ ગયો ત્યાં મામા મામી પણ રાજી થઈ ગયા. રાતે બધાં બાળકોને મામાએ વાર્તા કરી. એક જાદૂઈ ચિરાગની.
ઈજીપ્ત દેશ માં એક પરિવાર રહેતો હતો. બધા મજૂરી કરી ગુજરાન ચલાવતા તેમાં રણમા ઊંટ ચલાવતા અને ખજૂર વેચીને પૈસા કમાતા. તેને સલીમ નામનો એક દીકરો હતો. સલીમના પાપાની તબિયત ખરાબ હતી તો સલીમ ઊંટ લઈ નીકળી ગયો. સાંજના સમયે પરત ફરતો હતો. ત્યાં તેને રસ્તામાં એક ચમકતી પીત્તળની ચા ની કીટલી જેવી વસ્તુ મળી. સલીમે તો કીટલી લઈ લીધી અને ઘરે આવી ગયો.
ઘરે કોઈને વાત ના કરી અને બીજે દિવસે તેને યાદ આવ્યું અને તે બધાથી કીટલી સંતાડી પાછો બા'ર લઈ ગયો અને તે ઝાડ નીચે બેઠો બેઠો જોતો હતો. કે આ છે શું ? આનો ઉપયોગ કેમ કરવો ? તેને ખોલવાની કોશીશ કરી પણ ખુલ્યું નહીં અને ગુસ્સે થઈને ઘા કરી દીધો. પછી થોડો તે શાંત થયો તો ફરી થી તે ચિરાગ હાથ માં લઈને તેની ઉપર ઘૂળ ચોંટી ગઈ હતી તો તે ખંખેરવા ગયો ત્યાં તો ચમત્કાર થયો.
અંદરથી એક પરી આવી અને બોલી શું સેવા કરું જનાબ તમારી ? સલીમ તો ડરી ગયો અને દૂર થયો.પછી ધીમે ધીમે તે નજીક આવ્યો અને તે જાદૂઈ પરી સાથે વાત કરી અને કીધું મારે 56 જાતના પકવાન જમવા છે. ત્યાં તો પરીએ 56 પ્રકારના પકવાન હાજર કરી દીધા. સલીમ તો એટલો ખુશ થઈ ગયો એની વાત જ ના પૂછો. પછી તો સલીમને તો આ જાદૂઈ પરી સાથે દોસ્તી થઈ ગઈ. સલીમે તો ઘરે પણ માતા પિતાને કઈ દીધું કે હવે તમે ઘરે આરામ કરો, હું કામ કરીને પૈસા કમાવી લાવીશ. ધીમે ધીમે બધું સારું થતું ગયું.અને સલીમ તો દેશનો ધનિક વ્યક્તિ બની ગયો.
તે બધાની મદદ પણ કરતો અને એક સારો વ્યક્તિ તરીકે ઉભરી આવ્યો. તે આ જાદૂઈ ચિરાગથી ખરાબ કામ પણ કરી શકત પણ તેને સારા કામ કર્યા અને બધાની સારી એવી મદદ કરી.
