માળો
માળો
હું પથારીમાં પડખા ઘસતો વિચારી રહ્યો હતો. મારા નવા બની રહેલા ફ્લેટમાં હવે થોડું કામકાજ બાકી રહ્યું છે. અત્યારે માર્કેટમાં ભાવ પણ સારા મળે એમ છે. ઝડપથી કામ પૂરું કરી ફ્લેટ વેચી નાખું તો કેટલો નફો મળશે તેના આંકડા માંડી રહ્યો હતો.
અચાનક મારી નજર રૂમની ગેલેરીમાં પડી. એ.સી.ના બોક્સ નીચે ચકો અને ચકી માળો બનાવવા સળીઓ ચાંચમાં લઈને ગોઠવવામાં મશગૂલ હતા. હું વિચારમાં પડી ગયો. આ પંખીઓ બચ્ચાના જન્મ સમયે કેવા સંપથી 'માળો' બનાવે છે. બચ્ચા મોટા થશે એટલે આ 'માળો' છોડી ઉડી જશે ! મારી પાસે તો કેટલા ફ્લેટ છે ! અને હજુયે હું.