STORYMIRROR

Chudasama Vishal S.

Abstract

4.5  

Chudasama Vishal S.

Abstract

લક્ષ્મી

લક્ષ્મી

2 mins
27

સિનેમા (રંગમંચ) હોલમાં પરિવાર સાથે નાટક જોવા ગયેલા, નાટક જોવાની તો એટલી મજા પડેલી કે ના'પુછો વાત..! નાટક જોઈ ઘરે પરત આવતા છોકરો જીદે ચડ્યો 'મારે તો લક્ષ્મી જોડે જ લગ્ન કરવા.'

છોકરા ને કેમ સમજાવવો  તેની કોઈ સમજણ પડી નહીં, ઘણી મથામણ કરી પણ એકનો બે ન થયો, તે ન જ થયો. છેલ્લે લક્ષ્મીના ઘરની તપાસ કરવામાં આવી અને તેના ઘરે મહેમાન બની લક્ષ્મીને જોવા હાલ્યા તેમને તો કોઈ વાતની જાણ જ ન હતી તેથી સ્વાભાવિક છે કે ઘરમાં આવતાની સાથે ઘણા પ્રશ્નો પુછાય, પ્રશ્નના જવાબોના અંતે તમારી દીકરી લક્ષ્મીને બોલાવો અમે તેમને જોવા માટે આવ્યા છીએ, મારા દીકરા માટે!

લક્ષ્મીના માતપિતા તો ઘડીક વિચારમાં પડી ગયા અને છેલ્લે કોઈ જવાબ ન મળતા તેમણે કહ્યું કોણ લક્ષ્મી? અમારા ઘરે  કોઈ લક્ષ્મી રહેતી નથી.. મારે તો એક દીકરો છે, તે અત્યારે નોકરીએ ગયો છે, અધીરા બનેલા છોકરાના માતાપિતાએ કહ્યું,  અમે ગઈ કાલે નાટક જોવા ગયેલા ત્યાં તપાસના અંતે તમારું સરનામું આપ્યું / મળ્યું છે, લક્ષ્મીના માતપિતા પણ તમે જ છો એવું કહ્યું છે..., 

ત્યારે લક્ષ્મીના પિતા બોલ્યા નાટકના પાત્રની વાત કરો છો ?  તો સામે છોકરાએ કોઈ પ્રતિક્ષા વગર જ હા જ કહ્યું..., ત્યારે સામેથી હસવાનો ખડખડાટ હસવાનો અવાજ આવ્યા માંડ્યો.. હસવાનું રોકી જ શક્યા નહીં, માંડ માંડ હસતા હસતા બોલી શકાયું, નાટકના "લક્ષ્મી"ની વાત કરો ? તે મારી દીકરી નહીં દીકરો છે!

પણ... સામે અવાક બની બેઠા, શું જવાબ આપવો તે કંઇ સમજાયું નહીં. 

લક્ષ્મીના પિતા બોલ્યા "લક્ષ્મી" મારો દીકરો છે, તેનું સ્ત્રી પાત્ર તો જાણે સ્ત્રી જ ભજવતી હોય તેવું આબેહૂબ લાગે છે એક વખત તો હું પણ વિચારતો રહી ગયો છું, કેમકે તેના દરેક લક્ષણ હાવભાવ બોલવાની છટા, ચાલવાની અદા પણ સ્ત્રી પાત્રને અમર બનાવી દે છે..., 

કઈ વાંધો નહીં આવ્યા છો તો હવે જમીને ને જ રજા લેજો..!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Abstract