લગ્નતિથિ
લગ્નતિથિ
જીગર અને માનસીનું લગ્નજીવન ખૂબ જ સુખી હતું. બંને જાણે એકબીજા માટે જ બન્યા હોય એમ હંમેશા દરેક પરિસ્થિતિમાં જોડે જ હોય. હંમેશા એકબીજાને માન, સન્માન, આદર, સત્કાર આપતાં. હમણાં થોડા સમયથી તેમની વચ્ચે ખૂબ જ ઝગડા થઈ રહ્યા હતાં. ત્યારથી એક પણ દિવસ એવો નહોતો કે આ બંને પતિ-પત્ની વચ્ચે ઝઘડો ન થયો હોય.
તેમના દીકરાઓ, વહુઓ, દીકરી, જમાઈ અને બાળકો સર્વે મળીને આજે પચાસ વર્ષની તેમની લગ્નતિથિની ઉજવણીનું આયોજન કર્યું હતું. આજે પણ બંને પતિ-પત્ની ઝઘડી પડયા. ત્યાં ઉપસ્થિત પરિવારના લોકોએ તેમને શાંત પાડ્યાં અને ઉજવણી પાર પાડી.
એક દિવસ જીગરકાકાને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો. તેમના દીકરાઓ તરત તેમને હોસ્પિટલ લઈ ગયા. થોડીવારમાં હોસ્પિટલથી કોલ આવ્યો કે જીગરકાકા મૃત્યુ પામ્યા છે. આ સમાચાર સાંભળતા વેંત જ ઘરના બીજા લોકો માનસીકાકી તરફ દોડ્યા.
