લઘુકથાઃ આઠમો રંગ
લઘુકથાઃ આઠમો રંગ
વ્હીલચેરમાં બેઠેલા આંતરરાષ્ટ્રીય ચિત્રકાર અરુણનું સન્માન થયું. સાત રંગોની એની અદ્ભુત સૃષ્ટિના વખાણ કરવામાં વક્તાઓએ કોઈ કચાશ ન રાખી. પછી પોતાના જવાબી વક્તવ્યમાં અંત સુધી પહોંચતા અરુણે ગળગળા થઈ જતાં કહ્યુંઃ-
'એક્સિડેંટમાં મારા મસ્તક નીચેનું શરીર જડ થઈ ગયું. પૈસેટકે ખુવાર થયો. સૌએ મને તરછોડ્યો ત્યારે ન્યૂડ પોઝ આપતી મંદિરાએ મને સંભાળ્યો. મહિનાઓ સુધી માલિશ કરી મારાં આંગળાંઓને બ્રશ પકડવાં યોગ્ય બનાવ્યાં. મારી બધી જરૂરિયાતો પૂરી કરવામાં મંદિરાએ આબરૂનો ઊજળો રંગ, ચહેરાની લાલી, વાળની કાળાશ, આંખની ચમક, દેહનું લાલિત્ય ખોયું જે મારાં ચિત્રોમાં પ્રગટ્યું. સૌએ મારાં ચિત્રોમાં સાતેય રંગો જોયા પણ મંદિરાના પ્રેમનો આઠમો રંગ....'
કંઠ રુંધાતા અરુણ બોલતા અટક્યો પણ સામે બેઠેલી કૃશકાય-બીમાર મંદિરાના ચહેરાની આઠમા રંગની ઝળહળ આખા સભાખંડમાં વ્યાપી ગઈ !
---------------------------------------------------------