Buy Books worth Rs 500/- & Get 1 Book Free! Click Here!
Buy Books worth Rs 500/- & Get 1 Book Free! Click Here!

Anand Gajjar

Inspirational Others Romance


5.0  

Anand Gajjar

Inspirational Others Romance


લાસ્ટ ચેટિંગ :- (ભાગ - ૩)

લાસ્ટ ચેટિંગ :- (ભાગ - ૩)

16 mins 669 16 mins 669

વિશુએ પોતાનો મોબાઈલ ખોલ્યો અને એમાં એક માતૃભારતી નામની એપ ઓપન કરી અને મને દેખાડવા લાગી. હું પણ હવે હાર માની ચુક્યો હતો અને મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો વિશુને ઇગ્નોર કરવા માટેનો કારણકે એની પાસે બધાજ પુરાવા હતા પોતાનો પ્રેમ સાબિત કરવાના અને મારી પાસે એકજ પુરાવો હતો જે હતો ખોયેલી યાદશક્તિ.

એ એપમાં ઘણી બધી ઇબુક્સ હતી જે મારા નામ પર લખાયેલી હતી અને પ્રોફાઇલમાં પણ મારો જ ફોટો હતો. મારી પાસે હવે બીજો કોઈ રસ્તો પણ નહોતો. હું શું કરું અને આ છોકરીને કઈ રીતે સમજાવું એ મને ખબર નહોતી પડતી. કારણકે મને એની રડતી આંખોમાં મારા માટે ઉભરાતો પ્રેમ અને મને ખોવાનો ડર દેખાતો હતો. હવે હું સંપૂર્ણપણે હારી ચુક્યો હતો અને મને મારું મન કહેતું હતું કે હવે મારે બધુજ ભગવાનના ભરોસા પર મૂકી દેવું જોઈએ અને આ છોકરી સામે હાર માની લેવી જોઈએ.

હું :- વિશુ, હું હારી ગયો છું તારા પ્રેમ સામે. તું જીતી ગઈ છું અને હું તને સ્વીકારવા માટે તૈયાર છું.

આટલું સાંભળતાજ વિશુ પોતાની જાતને રોકી ના કી અને મને ભેટી ગઈ અને જોરથી રડતા – રડતા એક પાગલની જેમ આઈ લવ યુ કહેવા લાગી. મેં પણ વિશુને આઈ લવ યુ ટુ કહ્યું અને પોતાનાથી અળગી કરીને ગાડીમાં બેસવા માટે કહ્યું અને જણાવ્યું કે આપણે પહેલાજ મોડું થઈ ગયું છે એક્ઝિબિશનમાં જવા માટે અને આપણે વધુ મોડું ના કરવું જોઈએ અને બીજી બધી વાતો પછી કરીશું. અમે હજી બરોડામાં જ હતા અને અમારી મેટરમાંજ અમારે ૮:૪૫ જેવું થઈ ગયું હતું અને અમારે ૧૦ વાગ્યે સુરત પહોંચવાનું હતું. હું અને વિશુ ગાડીમાં બેઠા અને મેં ગાડી સ્ટાર્ટ કરીને આગળ તરફ ભગાવી મૂકી.

રસ્તામાં થોડીવાર માટે તો હું સ્પીચલેસ બની ચુક્યો હતો અને એજ વિચારી રહ્યો હતો કે ઈશ્વર પણ કેવી કેવી રમત રમે છે આપણી સાથે. ક્યારેક બે લોકોને અલગ કરે છે અને ફરી પાછા પણ મળાવે છે. અને વિશુ વિશે વિચારતાજ એની આંખો દેખાય છે જેમાં એક નિસ્વાર્થ પ્રેમ દેખાતો હતો. મને લાગતું હતું કે હવે હું પણ વિશુ તરફ આકર્ષાઈ રહ્યો હતો અને કદાચ કેમ ના આકર્ષાઉ કારણકે ૩.૫ વર્ષ પહેલા ખોયેલો મારો પ્રેમ હતો વિશુ. મને સ્પીચલેસ જોઈને વિશુએ વાતની શરૂઆત કરી અને ૩.૫ વર્ષ પહેલાં અમારા વચ્ચે જે સંબંધ હતો અને જે કાંઈ પણ બન્યું હતું એ બધીજ વાત મને કરી અને હું વિશુને જે મારી ધક ધક ગર્લના નામથી બોલાવતો હતો એ પણ જણાવ્યું.

વાતો વાતોમાં સુરત ક્યારે આવી ગયું એની અમને જાણ જ નહોતી. અમે એક્ઝિબિશનના એડ્રેસ પર પહોંચ્યા ત્યારે ૧૦:૩૦ થવા આવ્યા હતા અને અમારે ઘણું મોડું પણ થઈ ગયું હતું. એક્ઝિબિશનમાં અમે ઘણી બધી પાર્ટીઓને મળ્યા અને વાત કરી અને અંતે એક્ઝિબિશન પૂરૂ થયું અને અમે નવરા પડ્યા. હવે અમારે અમદાવાદ જવા માટે નીકળવાનું હતું પણ વિશુ નાની છોકરીની જેમ ડુમાસ બીચ પર જવા માટે જીદ કરવા લાગી અને અંતે મારે પણ હાર માનવું પડ્યું અને અમે ૫:૩૦ વાગ્યે બીચ પર જવા માટે નીકળ્યા.

લગભગ ૬:૩૦ જેવું થયું હતું મેં મારી ઘડિયાળ તરફ નજર કરીને જોયું. હું અને વિશુ બંને એકબીજાનો હાથ પકડીને બીચ પર બેઠા હતા. સમુદ્રની લહેરો થોડી થોડી વારે અમારી પાસે આવીને જતી રહેતી હતી જે અમારા પગ ભીંજાવતી હતી. સૂરજ પણ આથમી રહ્યો હતો અને ધીરે ધીરે અંધારું છવાઈ રહ્યું હતું. સૂરજના આથમતા કિરણો દરિયાના પાણી પર પડી રહ્યા હતા જે ખુબજ અનેરા દૃશ્યનું સર્જન કરી રહ્યું હતું. સૂરજ પણ જાણે ધીરે ધીરે દરિયામાં સમાધિ લઈ રહ્યો હતો.

“કાશ આ સમય અહીંયાંજ અટકી જાય”, વિશુ બોલી.

હું :- કેટલું સરસ દૃશ્ય છે. અહીંયાંથી દૂર જવાનું મન નથી થતું.

વિશુ :- આનંદ, મને તો એવું જ થાય છે કે તમારો હાથ પકડીને અહીંયાંજ બેસી રહું. તમને પણ મારાથી દૂર ના થવા દઉં અને આપણે વાતો કર્યા કરીએ.

હું :- ઓહ, આટલો બધો પ્રેમ કરો છો મને ?

વિશુ :- આટલો બધો નહિ સર, આનાથી પણ વધુ. તમને ખબર છે આપણે નક્કી કરેલું અલગ થવાનું ત્યારે મારુ મન મક્કમ હતું અને મેં ૩.૫ વર્ષતો કાઢી નાખ્યા પણ જ્યારે આપણે ફરીવાર મળ્યા ત્યારે મારી બધીજ હિંમત તૂટી ગઈ અને હું પોતાની જાતને રોકી ના શકી. હવે હું હિંમત હારવા નથી માંગતી અને બીજીવાર ભૂલ કરીને તમારાથી દૂર થવા પણ નથી માંગતી. આનંદ……..

હું :- હા,બોલ કેમ અટકી ગઈ.

વિશુ :- હું તમને કાંઈક કહેવા માંગુ છું. એ શબ્દો કહેવા માગું છું જે આજથી ૩.૫ વર્ષ પહેલાં તમે મને કહ્યા હતા. (એણે પોતાનો હાથ મારા હાથથી અલગ કર્યો અને પોતાની જગ્યાપરથી ઉભી થઇ. મને ધ્રાસકો પડવા લાગ્યો કે હવે આ છોકરી શુ બોલશે અને શું કરશે ? એ સાથેજ એ મારી સામે આવીને ઉભી રહી અને પોતાનો હાથ મારી સામે લાંબો કરતા બોલી) મિ.ઓથોર.....આઈ લવ યુ ફ્રોમ બોટમ ઓફ માય હાર્ટ એન્ડ આઇ વોન્ટ ટુ યુ એસ માય લાઈફ પાર્ટનર, માય સોલ્મેટ એન્ડ માય ઑલ ફોરેવર. આઈ પ્રોમિસ યુ ટુ નેવર લેટ યુ ગો ફ્રોમ માય હાર્ટ એન્ડ લાઈફ. વિલ યુ મેરી મી ?

હું :- (હું એનો હાથ પકડતા બોલ્યો) યસ, આઈ લવ યુ ટુ એન્ડ આઈ એમ રેડી તો ગેટ મેરી વિથ યુ માય ધક ધક ગર્લ.

આટલું સાંભળતાજ વિશુએ તેનો હાથ ખેંચી લીધો અને સાથે હું પણ ખેંચાઈને ઉભો થઈ ગયો જેની સાથેજ વિશુએ મને એક ટાઈટ હગ કરી લીધું. અમારા બંનેના ચહેરા એક બીજા સાથે ટકરાયા અને શ્વાસ પણ ટકરાઈને વધવા લાગ્યા. એ સાથેજ બંનેએ પોતાના હોઠ એકબીજાના હોઠ પર મૂકી દીધા અને એક અલગજ દુનિયામાં ખોવાઈ ગયા જેનું વર્ણન કરવુંજ અશક્ય છે. અમે અલગ થયા ત્યારે ફરીવાર મેં ઘડિયાળમાં જોયું ૭:૩૦ થવાની તૈયારીમાં હતા.

મેં વિશુને જણાવ્યુંકે આપણે નીકળવું જોઈએ કારણકે ઘણું બધું મોડું થઈ ગયું છે. અમે કારમાં જઈને બેઠા અને મેં કાર અમદાવાદ તરફ રવાના કરી. વિશુને થોડો થાક લાગ્યો હતો જે મને એના ચહેરા પરથી વર્તાતો હતો એટલે મેં એને થોડીવાર આરામ કરવા માટે જણાવ્યું અને એ સુઈ ગઈ. મેં ધીમા અવાજે સોંગ્સ ચાલુ કર્યા અને એક રોમેન્ટિક સોન્ગ પ્લે થયું. ગાડી ચલાવતા વખતે ક્યારેક હું વિશુના માસૂમ ચેહરાને જોઈ લેતો હતો. મને વિચાર આવી રહ્યો હતો કેવો અજીબ દિવસ હતો આજનો, સવારમાં જ્યારે નીકળ્યા ત્યારે હું અને વિશુ અજાણ્યા હતા અને જ્યારે અમદાવાદ પાછા જઇ રહ્યા છીએ ત્યારે એકબીજાના હમસફર બનીને જઇ રહ્યા હતા.

“મોસમ છે તું, મોસમ છે તું, મોસમ છે તું મારી પ્રીતની,

મેઘ હું વરસી પડું, એક તારા સ્મિતથી…

સપનું બતાવી દે જગ વિસરાવીને,

સપનું બતાવીને મને તું જગ વિસરાવી દે...

કે હવે ભૂલી જવું છે...ભૂલી જવું છે ખુદને અહીં,

કે બસ ઉડી જવું છે...ઉડી જવું છે તુજને લઈ...

કે હવે ભૂલી જવું છે...ભૂલી જવું છે ખુદને અહીં,

કે કાસ ઉડી જવું છે…ઉડી જવું છે તુજને લઈ...”

રસ્તામાં એક સારી હોટલ આવતા મેં ગાડી રોકી અને વિશુને ઊંઘમાંથી જગાડી. બપોરે સરખો જમવાનો સમય નહોતો મળ્યો એટલે અમે જમ્યા પણ નહોતા જેના કારણે જોરદાર ભૂખ લાગી હતી. અમે બંનેએ સાથે ડિનર કર્યું અને વાતો પણ કરી. અને પછી ફરી અમારી મંજિલ તરફ આગળ વધવા લાગ્યા. રાત્રે લગભગ ૧૨:૧૦ ની આસપાસ મેં વિશુને એના રૂમ પર ડ્રોપ કરી અને એકબીજાને ગુડનાઈટ કરીને અમે છુટા પડ્યા.

હું મારા બેડ પર જઈને આડો પડ્યો પણ મારી ઊંઘ ઊડી ગઈ હતી અને વિશુનો ચહેરો નજર સામે આવી રહ્યો હતો. મન થતું હતું કે અત્યારે વિશુને ફોન કરી લઉં પછી વિચાર માંડી વાળ્યો અને જેમ તેમ વિચારોના વમળોમાં ખોવાઈને હું સુઈ ગયો. બીજા દિવસે રવિવાર હતો એટલે ઓફિસમાં પણ રજા હતી. સવારમાં ૧૦ વાગ્યે મારી બાજુમાં પડેલા મોબાઇલની રિંગ વાગી જેણે મારી ઊંઘ બગાડી. મેં જોયુતો વિશુનો ફોન હતો મેં જેવો ફોન રિસીવ કર્યો એટલે સામેથી ગુડમોર્નિંગ મિ.ઓથોર એવો મીઠો અવાજ સંભળાયો અને મેં પણ સામે ગુડમોર્નિંગ માય ધક-ધક ગર્લ કહીને વિશ કર્યું. થોડી વાર વાતો કરી અમે ફોન કટ કર્યો.

વિશુને એની ફ્રેન્ડ સાથે બહાર જવાનું હતું અને હું પણ બહુ ફ્રી નહોતો એટલે અમે આજે મળવાનું ટાળ્યું અને સોમવારે ઓફિસમાં મળવાના પ્રોમિસ સાથે છુટ્ટા પડ્યા. સોમવારે ઓફીસ પહોંચતાજ મારી આંખો વિશુને શોધતી હતી અને એ સાથેજ મેડમ મારી ઓફિસમાં એન્ટર થયા. હું મારી જગ્યા પરથી ઉભો થવા જતો હતો એની પહેલાજ વિશુ બોલી ઉઠી. “સર,અહીંયા કાંઈ નહીં હો,ઓફિસમાં આપણી વચ્ચે બોસ-કલીગનો સંબંધ છે. એટલે અહીંયા કાંઈ વિચારતા પણ નહીં.” અને એ સાથેજ એ હલ્કા સ્મિત સાથે હસી પડી. થોડીવારમાં પિયુષની એન્ટ્રી થતાજ આવીને મારી પાસે બેઠો અને મને પૂછવા લાગ્યોકે કેવુ રહ્યું તમારું એક્ઝિબિશન. અને મેં એને શરૂઆતથી લઈને મારી અને વિશુ વચ્ચે જે પણ બન્યું એ બધીજ વાત જણાવી. એ પણ ખુશ થઈ ગયો અને મને ગળે મળીને અભિનંદન આપવા લાગ્યો અને મારી મશ્કરી કરવા લાગ્યોકે હવે લગ્ન કરી લ્યો મારે તમારા લગ્નમાં ડાન્સ કરવો છે.

જેમ જેમ સમય આગળ વધતો જતો હતો એમ અમારા વચ્ચેનો સંબંધ પણ મજબૂત થતો જતો હતો. મેં પણ એક વાર મારા ઘરે વિશુ અને મારા વચ્ચેના સંબંધની વાત કરી દીધી હતી અને મમ્મી પપ્પાની મંજૂરી મળી જતા વિશુની એકવાર મુલાકાત પણ કરાવી દીધી હતી. પિયુષને પણ બહાનું મળી ગયું હતું તો હવે એ પણ અમારા બંનેની મશ્કરી કરતો રહેતો હતો. અમારા રીલેશનશીપને હજી ૨ મહિના જેવો સમય થયો હતો અને અમે બંને ખૂબ ખુશ હતા અમારા સંબંધથી. એક દિવસ વિશુએ મને કહ્યું.

વિશુ :- આનંદ,તમારા માટે એક સરપ્રાઈઝ છે અને તમારે રાજકોટ આવવું પડશે રવિવારે.

હું :- કેવું સરપ્રાઈઝ અને રાજકોટ કેમ આવવાનું ?

વિશુ :- મેં આપણી વાત અત્યારે મારા મમ્મીને જણાવી છે અને એ તમને મળવા માંગે છે.

હું :- શું વાત કરે છે ? મારા તો દિલના ધબકારા વધી ગયા છે આ વાત સાંભળીને. તું આટલી ડેન્જર છે તો તારા મમ્મી કેટલા ડેન્જર હશે. અને તારા પપ્પા પણ હશે ઘરે. મારો વારો ના કાઢી નાખે હો.

વિશુ :- એતો ત્યાં આવશો ત્યારેજ ખબર પડશે કે તમારા શુ હાલ થાય છે. (અને એ ખડખડાટ હસી પડી)

હું :- ઠીક છે,આ રવિવારે આપણે બંને જઈએ સાસુમાને મળવા માટે. બી રેડી.

વિશુ :- આપણે બંને નહિ તમારે એકલાને આવવાનું છે. હું તો શનિવારે સાંજે જતી રહીશ અહીંયાંથી. તમને લોકેશન એડ્રેસ સાથે મોકલી દઈશ એટલે આવી જજો રવિવારે.

હું :- ઓહ સારું હો મેડમ. એટલે બકરાને તમારે કતલખાને લઈજ જવો છે એમ ને.

વિશુ :- હા હો,બકરો રાજી હોય તો ક્યાં કોઈ વાંધો છે જ. (હસતા હસતા)

*****

શનિવારે રાતે મારે વિશુ સાથે વાત થઈ ગઈ હતીકે હું સવારે ૭ વાગતા નિકળીશ અને ૧૦:૩૦ સુધીમાં રાજકોટ પહોંચી જઈશ. ૧૦:૦૫ એ હું રાજકોટમા એન્ટર થયો ત્યાં સુધીમાં વિશુના ૩ ફોન આવી ગયા હતા કે કયા પહોંચ્યા. વિશુએ સવારમાંજ મને એનું લોકેશન મોકલી દીધું હતું એટલે ૧૦:૩૦ વાગ્યા સુધીમાં હું વિશુના ઘર પાસે પહોંચી ગયો અને ગાડી પાર્ક કરીને દરવાજા પાસે ગયો અને ડોરબેલ વગાડી. ઘરનો દરવાજો ખુલ્યો અને મારી હિંમત તૂટવા લાગી. મારી સામે એક લેડીઝ ઉભા હતા જેને જોતાજ હું ઓળખી ગયો કે એ વિશુના મમ્મી હતા કારણકે બંનેના ચેહરા મળતા આવતા હતા.

હું :- જય શ્રી કૃષ્ણ આંટી. હું આનંદ………

આંટી :- જય શ્રી કૃષ્ણ મિ.ઓથોર. આવ બેટા અંદર. (હસવા લાગ્યા કે જાણે મારી હાલતની મજાક ઉડાવી રહ્યા હોય અને મને તો મિ. ઓથોર સાંભળીનેજ ઝાટકો લાગ્યો. હવે હું સમજી ગયો હતો કે આગળ આબંન્ને માં–દિકરી મળીને મારી કેવી હાલત કરવાના છે. મન કરતું હતું કે અહીંયાંથી જ ગાડી લઈને પાછો ભાગી જાઉં અમદાવાદ તરફ. અંતે હું ધીરે-ધીરે અંદર દાખલ થયો. ઘરમાં વિશુ પણ નહોતી દેખાતી એટલે ડર લાગતો હતો મને)

આંટી :- બેટા,બેસ સોફા પર જઈને હું હમણાં આવું છું.

હું સોફા પર જઈને બેઠો અને આમ તેમ ડફોળીયા મારવા લાગ્યો. એટલામાં મારી સામે વિશુ આવીને ઉભી રહી. તે હજી નાહીને તૈયાર થઈનેજ આવી હતી. બ્લેક કુર્તી અને ઓરેન્જ લેગીસ પહેર્યું હતું. કાનમાં સરસ મજાના ઇઅર રિંગ્સ. વાળ હજી ભીના હતા અને માથું ઓળયુ નહોતું જેમાં એનો દેખાવ અલગજ અને વધુ સુંદર લાગી રહ્યો હતો. તે આવી અને મારા સામેના સોફા પર જઈને બેઠી.

વિશુ :- કેવા લાગ્યા તમારા સાસુમા ?

હું :- મજાક ઉડાવે છે મારી. તને ખબર છે કેવી હાલત થઈ રહી છે મારી અત્યારે. અને તારા પપ્પા ક્યાં છે એ દેખાતા નથી ?

વિશુ :- પપ્પા કામથી ૪-૫ દિવસ માટે બહાર ગયા છે. મંગળવારે આવશે એતો.

હું :- ઓહહ,એટલે લાગે છે આજે બંને માં–દીકરી થઈને મારો વારો પાડી દેશો. ખબર નહિ શુ થશે આજે મારુ.

વિશુ :- અભી આગે આગે દેખો હોતા હે ક્યાં…..(હસવા લાગી)

એટલામાં આંટી પાણી લઈને આવ્યા અને એ સાથેજ વિશુ ઉભી થઈને જતી રહી અને આંટી એની જગ્યાએ આવીને બેસી ગયા. મારા તો ગ્લાસ પકડવા જતા હાથ ધ્રુજવા લાગે તેવી હાલત હતી અને એમાં પણ વિશુ જતી રહી એટલે થોડો નર્વસ ફીલ થતું હતું.

આંટી :- કેમ છે ઘરમાં બધાના તબિયત પાણી ?

હું :- બધા જ મજામાં છે.

આંટી :- વિશુએ મને બધી વાત કરી છે તમારા બંને વિશેની. તારી ચોઇસ ખૂબ સરસ છે બેટા. (આટલું સાંભળતા જ મને પણ શરમ આવવા લાગી હતી અને હલકું-હલકું હસતો હતો. હું સમજી ગયો કે સાસુમાતો રાજી થઈજ ગયા છે હવે ખાલી સસરાનો વારો બાકી છે.) જમવાનું રેડી જ છે અને આવ્યો છે તો હવે જમીનેજ જાજે. (અને તે રસોડા તરફ જવા લાગ્યા)

થોડીવાર હું એકલો ત્યાં બેઠો અને મારા મોબાઈલમાં સળી કરતો રહ્યો. એટલામાં વિશુ ફરીવાર આવી અને કહ્યું, “તો સાસુમાએ હા પાડીજ દીધી એમને ?”

હું :- હા, તો તને ખબરજ હતી કે એ હા જ પાડવાના છે. એટલેકે આજ સરપ્રાઈઝ હતી તમારી એમને ?

વિશુ :- (મારો મજાક બની ગયો હોય એમ હસવા લાગી) હા, સર. આ તો સાસુમાની ઈચ્છા હતી તમને મળવાની એટલે. હવે ચાલો જમવા. જમવાનું તૈયારજ છે.

હું ઉભો થયો અને શરમાતા ડાઇનિંગ ટેબલ પર જઈને બેઠો. બધીજ વસ્તુ ડાઇનિંગ ટેબલ પર ગોઠવેલી હતી. મારી સાથે વિશુ અને આંટી પણ આવીને બેસી ગયા. અમે જમવાનું શરૂ કર્યું. આંટીતો વાતે-વાતે આગ્રહ કરીને જમાડવા લાગ્યા હતા અને વિશુ આબધું જોઈને મારી સામે હસતી રહેતી હતી. થોડીવારમાં તો બંને જણા મારી સાથે એવા મળી ગયા હતાકે જાણે વર્ષોથી મને ઓળખતા હતા. જમીને હું, વિશુ અને આંટી સોફા પર બેઠા અને વાતો કરવા લાગ્યા.

વિશુના મમ્મી ખૂબ સરળ સ્વભાવના અને મજાકીયા હતા. તેઓ એકદમ ફ્રી માઈન્ડ હતા જેના કારણે મને પણ હવે સંકોચ નહોતો થતો અને હું પણ એકદમ હળવું ફીલ કરીને આરામથી વાતો કરતો હતો. વાતો-વાતોમાં ૪ ક્યારે વાગી ગયા એની ખબરજ ના પડી. હવે મારે નીકળવું જોઈએ આંટીને મેં કહ્યું. એમને થોડીવાર વધુ બેસવા માટે કહ્યું પણ મારે બીજું કામ હોવાના લીધે મોડું થતું હતું. અંતે મેં ત્યાંથી રજા લીધી અને વિશુ મને બહાર સુધી મુકવા માટે આવી. બહાર ગાડી પાસે પહોંચતાજ વિશુએ મને એક ફ્લાઈંગ કિસ આપી. હું પણ સામે ફ્લાઈંગ કિસ આપવા માટે હાથ મોઢા પાસે લાવ્યો એટલામાં આંટી દરવાજા પાસે આવ્યા અને એ હાથ હું માથામાં ફેરવવા લાગ્યો જેની સાથેજ મારો ફરી એક મજાક બની ગયો વિશુની સામે અને એ હસવા લાગી.

મેં બધાને જય શ્રી કૃષ્ણ કીધું અને હું મારી કાર લઈને અમદાવાદ તરફ નીકળી પડ્યો. સાંજે પહોંચીને મેં વિશુને એક મેસેજ કરી દીધો અને અમારા વચ્ચે વાત થઈ અને તેણે જણાવ્યું કે કાલે સીધી રાજકોટથી ઓફિસ પરજ આવશે. સોમવારે ઓફિસમાં મળતાજ વિશુ અને મારા બંનેના ચેહરા પર સ્માઈલ દેખાતી હતી. અમે બંનેએ આ વાત પિયુષને જણાવી અને એણે અમને ફરી કોંગ્રેટ્સ કર્યું. ૧૦-૧૨ દિવસ પછી વિશુએ મને ફરી એકવાર સરપ્રાઈઝ આપ્યું અને કહ્યુકે આવખતે તમારે હજી રાજકોટ આવવું પડશે અને એ પણ પપ્પાને મળવા માટે.

આ વખતેતો અમારા બંને માટે ખરા-ખરીનો સમય હતો કારણકે આ વખતે કોઈ પણ પ્લાન નહોતો. આ વખતેતો મારી પરીક્ષા હતી જે મારે વિશુના પપ્પા સામે આપવાની હતી અને એમાં પાસ થવાનું હતું. અંતે હું તૈયાર થયો અને મન મક્કમ કરીને રવિવારે રાજકોટ જવાનું ફાઇનલ કરી દીધું.

રવિવારે ફરી હું એ જ સમયે રાજકોટ જવા માટે નીકળી પડ્યો અને ૧૦:૩૦ વાગતા વિશુના ઘરે પહોંચી ગયો. ડોરબેલ વગાડતા આન્ટીએ દરવાજો ખોલ્યો અને મને અંદર આવવા માટે કહ્યું. અંદર જતાજ એમણે મને બેસવાનો આગ્રહ કર્યો અને જણાવ્યું કેએ વિશુ સાથે બહાર ગયા છે થોડીવારમાં આવતાજ હશે. બેસ્ટ ઓફ લક અને તેઓ જતા રહ્યા. થોડીવારમાં વિશુ અને એના પપ્પા બંને ઘરમાં દાખલ થયા.

એમને જોતાજ મારા ધબકારા વધવા લાગ્યા. એના પપ્પાને જોતાજ મને દરેક મુવીના સીન યાદ આવવા લાગ્યા જેમાં છોકરીનો બાપ અમરીશ પુરી જેવો વિલન હોય અને મારા જેવો એનો પ્રેમી એનો હાથ માંગવા માટે એના પપ્પાને મળવા જાય. જ્યાં બિચારા આશીકની બેઇજ્જતી કરવામાં આવે અને એને નિરાશા સાથે હાંકી કાઢવામાં આવે. મને લાગતું હતું કે મારી પણ કાંઈક આવીજ હાલતના થાય તો સારું. એના પપ્પા મારી સામે આવીને બેઠા અને મેં જય શ્રી કૃષ્ણ અંકલ કહ્યું. (થોડું માખણ ચોપડવું પણ જરૂરી હતું યાર)

એમણે પણ જય શ્રી કૃષ્ણ સાથે અભિવાદન કર્યું. એના પછી એમણે વાતો-ઘાટો ચાલુ કરી જેવીકે ઘરના સભ્યો કેટલા છે, ક્યાં રહો છો, જોબ કરે છે કે પોતાનો બિઝનેસ,વિશુને કેટલા સમયથી ઓળખે છે. મને ખબર હતીકે આબધાં જ પ્રશ્નોના જવાબ એમને વિશુએ પહેલાથી જણાવી દીધા હશે છતાં પણ તે મને આ પ્રશ્નો ફરી પૂછી રહ્યા હતા જેનો હું નમ્રતાપૂર્વક જવાબો આપી રહ્યો હતો. અત્યારે મારી હાલત જોરદારની ટાઈટ થઈ ગઈ હતી. (મારી હાલત ત્યારે કેવી હશે એતો જે છોકરો એની ગલફ્રેન્ડના પપ્પા પાસે એનો હાથ માંગવા માટે ગયો હોય એનેજ ખબર હશે)

વિશુ પણ એના પપ્પાની પાછળ જ ઉભી હતી. આવી પરિસ્થિતિમાં પણ એ આરામથી ઉભી હતી અને મને આંખોના ઇશારાથી જણાવી રહી હતી કે થોડી પણ ચિંતા ના કરશો. હું તમારી સાથેજ છું. અને વચ્ચે ક્યારેક ક્યારેક પોતાના મોઢા પર હાથ રાખીને મારી હાલત જોઈને હસી પણ લેતી હતી. અંતે વાતો પુરી થયા પછી જમવાનો સમય થયો અને અમે જમવા બેઠા. વિશુના પપ્પા સામે હોવાથી હું નર્વસ ફીલ કરી રહ્યો હતો જેથી વધુ વાતો નહોતો કરી રહ્યો. અંતે આજે મેં થોડું વહેલા નીકળવાનો વિચાર કર્યો. અને હું બધાની રજા લઈને વહેલાજ અમદાવાદ આવવા માટે નીકળી ગયો.

રાતના સમયે વિશુનો ફોન આવ્યો અને એણે કહ્યું.

વિશુ :- કોંગ્રેચ્યુલેશન્સ માય ફ્યુચર હબી…

હું :- આ શું બોલી તું ? અને કોંગ્રેચ્યુલ્સશન શેના માટે ?

વિશુ :- સાવ, પાગલ છો. સમજો તો ખરા મેં તમને હબી કેમ કીધું હશે ?

હું :- ઓહહ…હબી…મતલબ કે તારા પપ્પાની…

વિશુ :- યસ માય જાનું…એમણે હા પાડી દીધી છે અને બીજી એક ગુડ ન્યુઝ છે.

હું :- શું છે ગુડ ન્યુઝ ?

વિશુ :- આ રવિવારે હું, પપ્પા અને મમ્મી તમારા ઘરે આવી રહ્યા છીએ. એ ઈચ્છેછે કે બંને ફેમિલી એકબીજાને મળી લઈએ અને એન્ગેજમેન્ટ ફિક્સ કરી દઈએ.

હું :- શું વાત છે. કોઈ પ્રોબ્લમ નથી વેલકમ ટુ માય હોમ માય જાન. આઈ વિલ વેઇટ ફોર યુ. ક્યાં છું અત્યારે?

વિશુ :- રાજકોટ છું અને સાંભળો. કાલે હું ઓફીસ નથી આવવાની થોડું કામ છે શોપિંગનું એટલે. અને હવે ફોન મુકું છું હમણાં પપ્પા આવશે. બાય, ગુડનાઈટ, ટેક કેર એન્ડ લવ યુ.

હું :- બાય, ગુડનાઈટ, ટેક કેર એન્ડ લવ યુ ટુ.

*****

આખરે એ રવિવાર આવીજ ગયો જેની અમે બન્ને રાહ જોતા હતા. વિશુ એના મમ્મી-પપ્પા સાથે મારા ઘર પર આવી. બંને ફેમિલી એકબીજાને મળી. એના પપ્પા મારા પપ્પા સાથે સારા એવા ભળી ગયા હતા. હું વિશુના જે પપ્પાને પહેલા મળ્યો હતો એવા તો એ લાગતાજ નહોતા. મારી સામે કેવા સિરિયસ હતા અને અત્યારે બંને જણા એકબીજા સાથે મજાકથી વાતો કરી રહ્યા હતા. વિશુના મમ્મી પણ જાણે મારા મમ્મીની બહેનપણી હોય એ રીતે એમની સાથે હસી હસીને વાતો કરી રહ્યા હતા અને વિશુ પણ એમની સાથે ભળી ગઈ હતી. બસ ખાલી હું એકલોજ રહી ગયો હતો જે ચૂપ ચાપ સોફા પર બેઠો હતો. મને કંટાળો આવતા મેં મારું લેપટોપ લીધું અને મેઇલ્સ ખોલીને ચેક કરવા લાગ્યો. પણ વિશુ થોડીથોડી વારે મારી નજરના સામે આવ્યા કરતી હતી જેના કારણે મને કામ કરવાની પણ ઈચ્છા નહોતી થતી. અંતે મેં મારું કામ પડતું મૂક્યું અને વિશુને વોટ્સએપમાં મેસેજ કર્યો અને એને મેસેજ જોવા માટે ઈશારો કરી દીધો.

હું :- હાઈ જાનુ.

વિશુ :- બોલો શુ છે તમારે ?

હું :- કંટાળો આવે છે અને કોઈ કામ કરવું નથી ગમતું. અહીંયા આવીને બેસને મારી પાસે.

વિશુ :- પાગલ છો કે શું. બાજુમાં પપ્પા બેઠા છે.

હું :- સારું, તો ચાલ રૂમમાં જઈએ.

વિશુ :- ના હો, રૂમમાં નહિ. મને તમારી આદતો ખબર છે હો સર. (હસવા-હસતા)

હું :- કેવી આદતો છે મારી ?

વિશુ :- જણાવવું જરૂરી નથી હો.

હું :- ઓકે, અને ખાલી એક હગ અથવા એક કિસ તો આપ.

વિશુ :- ના હો, અત્યારે કાંઈ જ નહીં. મારે થોડુ કામ છે ચાલો હવે કામ કરવા દયો.

હું :- અરે પ્લીઝ એક….પછી જતી રેજે બસ.

વિશુ :- સારું, આલો……મુઆઆઆઆ……બસ હવે જાઓ.

અને એ ફરી પાછી કામમાં વ્યસ્ત થઈ ગઈ. મારાતો જાણે મગજના તાર હલી ગયા અને શરીરમાં ઝણઝણાટી ઉઠી ગઈ. અંતે બંને ફેમિલીની વચ્ચે વાતો-ઘાટો થઈ અને વિચારોની આપ-લે કર્યા બાદ ૧૫ દિવસ પછીના રવિવારે એન્ગેજમેન્ટ ફિક્સ કરવામાં આવી. જેનો નિર્ણય બધાને માન્ય રહ્યો.

****

આખરે એ દિવસ આવીજ ગયો જે દિવસની હું કેટલા સમયથી રાહ જોઇને બેઠો હતો. ઘરના બધા સભ્યો હાજર હતા અને મારો મિત્ર પિયુષ પણ હાજર હતો તથા ગોળ મહારાજની પણ હાજરી હતી. હું અને વિશુ બંને એકબીજાની બાજુમાં બેઠા હતા. વિશુએ બ્લેક કલરની સાડી પહેરી હતી જે હમેશા એના પર શૂટ કરતી હતી. એની એ આંખ પાસે આવતી વાળની લટો, ગુલાબની પાંખડી જેવા મુલાયમ હોઠ, કાન પર પહેરેલી ઇઅર રિંગ્સ અને ખાસ કરીને હોઠની ડાબી બાજુ ઉપરની સાઈડ એક નાનું એવું તિલ જે એની સુંદરતામાં અનેકગણો વધારો કરી રહ્યું હતું અને આજે એ નવવધૂ લાગી રહી હતી. મારી ધક ધક ગર્લનું વર્ણન કરવા માટેના શબ્દો નથી મારી પાસે. મારુ દિલતો એને જોઈનેજ એક ધબકારો ચુકી જતું હતું. મારી વિશુ આજે હમેશા માટે મારી ધક ધક ગર્લ બનવા માટે જઈ રહી હતી. થોડીવારમાં ગોળ મહારાજે પોતાના મંત્રો ચાલુ કર્યા ત્યારબાદ બધાની હાજરીમાં અમે બંનેએ એકબીજાના હાથમાં એન્ગેજમેન્ટ રિંગ પહેરાવીને મનમાં હંમેશા માટે એકબીજાને વફાદાર થવાનો સંકલ્પ લઈ લીધો.


Rate this content
Log in

More gujarati story from Anand Gajjar

Similar gujarati story from Inspirational