The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Er Pooja Chande

Abstract Inspirational

3.6  

Er Pooja Chande

Abstract Inspirational

લાઈફની લો બેટરી

લાઈફની લો બેટરી

2 mins
101


બોર્ડની પરીક્ષામાં છેલ્લી પંદર મિનિટ બાકી હોય ત્યારે વૉર્નિંગ બેલ વાગે છે. આમ તો આપણને પહેલાથી જાણ હોય છે કે ત્રણ કલાકનો સમય છે છતાં પણ ક્યારેક આપણે લખવામાં એટલાં વ્યસ્ત હોઈએ કે ખબર ન પડે સમય ક્યારે પૂરો થઈ જાય, વૉર્નિંગ બેલ વાગે ત્યારે આપણે ખ્યાલ આવે કે હવે માત્ર છેલ્લી પંદર મિનિટ છે એટલે આપણે લખવાની ઝડપ વધારી દઈએ જો ઘણું બાકી હોય તો. જો લખાઈ ગયું હોય તો ચેક કરી લઈએ કે કંઈ છૂટી નથી જતું ને. ક્યારેક એમ થાય કે ઉતાવળમાં આપણે વધુ માર્ક્સનો મહત્વનો પ્રશ્ન લખતાં ભૂલી ગયા હોઈએ એમ પણ બને.

      આપણે નવો ફોન ખરીદતી વખતે એનું બેટરી બેકઅપ ચેક કરતાં હોઈએ છીએ. એમાં બેટરી કેટલાં કલાક ચાલશે એ લખેલું જ હોય છતાં પણ પંદર ટકા બેટરી બચે ત્યારે લૉ બેટરીની વૉર્નિંગ આવતી હોય છે એટલે એવી સેટિંગ્સ આપણે કરેલી હોય છે કે જેવું 'બેટરી અબાઉટ ટુ ડાઈ' ની વૉર્નિંગ આવે એટલે ઓટોમેટિકલી એ બિનઉપયોગી એપ્લિકેશન્સ બંધ કરી દે. બ્રાઇટનેસ ઘટાડી નાખે જેથી ચાર્જર ન હોય તો પણ વધારેમાં વધારે સમય બેટરી ચાલે અને આપણા અગત્યનાં કામ આપણે આટોપી શકીએ.

       ત્યારે એમ થાય કે કાશ લાઈફમાં પણ આ રીતે 'યુ આર અબાઉટ ટૂ ડાઈ'ની વૉર્નિંગ આપવામાં આવતી હોત તો ! પેપરની જેમ જિંદગીમાં પણ ઘણાં અગત્યનાં કામ આપણે પછી કરશું હજી ઘણો સમય છે એમ કરીને ટાળતાં હોઈએ છીએ. અથવા તો ઘણી વાર જિંદગીના અમુક અટપટા દાખલાઓમાં એટલા અટવાઈ જતાં હોઈએ છીએ કે સમયનું ભાન જ નથી રહેતું. આપણી અંદર પણ એવી કોઈ સેટિંગ્સ હોત કે જે લાઈફની બેટરી લૉ થાય ત્યારે બિનજરૂરી બાબતોને ઓટોમેટિકલી બંધ કરી દે જેથી આપણે અગત્યના કામો નિપટાવી શકીએ. જોકે આમ જોઈએ તો ભગવાન આપણે આવી વૉર્નિંગ આપતાં જ રહેતાં હોય છે પણ આપણે જ કદાચ એને અવગણતાં હોઈએ છીએ. આમ જોવા જઈએ તો આ કોરોના એ પણ એક વૉર્નિંગ જ છે આપણાં માટે કે જેમાં જિંદગીની ભાગદોડમાંથી એક બ્રેક આપીને શું અગત્યનું છે એ નક્કી કરી શકાય અને કંઈક અગત્યનું છૂટી ગયેલું હોય એ પૂરું કરી શકાય !


Rate this content
Log in

More gujarati story from Er Pooja Chande

Similar gujarati story from Abstract