લાડલી
લાડલી
નિરાલી આખા પરિવારની લાડકી, તેને નાનપણથી જ તૈયાર થઈને હરવું-ફરવું અને સ્વતંત્રતાથી પોતાનું જીવન જીવવું ગમતું. આ બધાની સાથે ભણવામાં પણ તે એટલી જ હોશિયાર હતી.
લાડકી હોવાને લીધે પરિવારના લોકોએ પણ તેને ક્યારેય ઘરકામ કરવાનું કહ્યું નહોતું અને નિરાલીને પણ ઘરકામ કરવું એ તો માથાનાં દુઃખાવા સમાન લાગતું.
ભણવામાં હોશિયાર અને પોતાની કાબેલિયતના લીધે આજે તે શહેરની કલેકટર બની ગઈ હતી.
હવે નિરાલી માટે લગ્નના પ્રસ્તાવ આવવા લાગ્યા હતાં, પણ પરિવારના દરેક લોકોને એક જ ચિંતા હતી કે નિરાલીએ ક્યારેય ઘરકામ કર્યું નથી, તો એમાં આખું ઘર અને પરિવાર કેમ સાચવી શકશે.
આ બધી ચિંતા વચ્ચે એકવાર નિરાલીએ સામેથી જ ઘરના લોકોને પોતાની પસંદના છોકરા સાથે લગ્ન કરશે તેવું જણાવી દીધું અને થોડા જ સમયમાં તેણે પ્રેમલગ્ન પણ કરી લીધા.
ઘરના લોકોને આ નિર્ણય સામે કોઈ આપત્તિ નહોતી. એક દિવસ નિરાલીના મમ્મી - પપ્પા, ભાઈ - ભાભી નિરાલીના ઘરે જાય છે અને ઘરે પહોંચતાં જ જે દ્રશ્યો જુએ છે એ જોઈ ચારેની આંખો પહોળી રહી જાય છે.
