કવિચક્ષુ
કવિચક્ષુ
તાળીઓના ગડગડાટથી હોલ ગુંજી ઊઠ્યો જયારે જિલ્લા કક્ષાની મુશાયરા સ્પર્ધામાં આવેલા ત્રીજા સ્પર્ધકે પોતાનો પાંચ મિનિટના ગાળાનો સદ્ઉપયોગ કરીને પ્રેક્ષકો ન દિલ જીતી લીધા અને એ સાથે જ ઉદ્ઘોષકે કહ્યું કે ત્યાર પછીના સ્પર્ધક છે માઈકલ મિશ્રા, અને સભામાં સન્નાટો છવાઈ ગયો, આ એ જ માઈકલ હતો કે જેણે એના કવિ જગતમાં આગમનથી ભલભલાના દિલ જીતી લીધાં હતાં પરંતુ ત્યાર બાદ એક ગેહરી કોન્ટ્રોવર્સીમાં ફસાઈ ગયો હતો, હજુ કાલે જ તો બેલ મળેલી. એનું નામ છાપાવાળાઓએ પહેલાં જેટલું ચડાવ્યું હતું ત્યાર બાદ એ જ લોકોએ એની એ શાખ ધૂળમાં મેળવી દીધેલી માઈકલ મિશ્રાને બદલે લોકો એને 'માફિયા' મિશ્રા કેહવા લાગેલા.
પણ એ હતો ક્યાં? સ્ટેજ પાર તો ક્યાંય નહિ, તેનો પર્સનલ સ્પોટ બોય તરત જ બેકસ્ટેજમાં તેના ગ્રીન રૂમ સુધી દોડતો ગયો, ગ્રીન રૂમ ખાલી મળ્યો, તેણે ટોયલેટ ખોલ્યું તો ત્યાં જ માઈકલ અર્ધ બેભાન અવસ્થામાં મળ્યો, સ્પોટ બોયે કહ્યું, "સર, હું કહી આવું કે માઈકલ સર ટ્રાફિકમાં ફસાયા છે નહિ પહોંચી શકે." પણ માઈકલેતેની એ જ બેબાક અદામાં કહ્યું, "નહિ પીટર, જો આ તે ટ્રાફિકમાં ફસાઇશ તો રેડ લાઈટ ક્યારેય ગ્રીન નહિ થાય, આ તો મારું પેશન છે જો હું ૧૦% પણ આપીશ તો પણ મારા પ્રતિસ્પર્ધીઓને આરામથી હરાવી દઈશ, મને માઈક સુધી લઈ જા." પીટરની ઇચ્છાએ માઈકલને સ્ટેજ સુધી લઈ ગયો... તેના લથડીયા ખાતા જોઈને પ્રેક્ષકમાંથી અંદર અંદરમાં બે ત્રણ અવાજો આવવા લાગ્યા "બેવડો" "અરે બેવડો નહિ સાહેબ ડ્રગ એડિક્ટ છે, યાદ છે ને પોલીસે કોકેઈન સાથે પકડેલો..."
"અરે બોસ તેની બાજુમાં પડેલી લાશ ક્યાં ભૂલી જાઓ છો ?" "મર્ડર પણ એણે જ કર્યું હશે"
કદાચ ડ્રગના નશામાં માઈકલને બધું સાફ સાફ સાંભળતું હતું, સ્ટેજ પર પહોંચ્યો, પીક બોક્સમાં હાથ નાખ્યો અને ચિઠ્ઠી બહાર કાઢી... વિષય હતો આંખ.
માઈકલે માઈક પાસે લીધું અને પહેલાં જેવી જ અદાથી પેહલો શેર માર્યોઃ
"હરણીની વહેંશી આંખોમાં અજણ્યા એવા ખ્વાબ વસે છો ને,
પણ હવે એને કોઈ જોઈ ને બહેકે તો એ આરોપ કોને ?"
અને સભાહોલમાં ઈર્શાદ ઈર્શાદના નાદ ગુંજી ઊઠ્યા, પબ્લિક એની અદા અને એના આવા વાક ચાતુર્ય પર ફિદા ફિદા થઈ ગઈ, પણ માઈક કદાચ એની જિંદગીમાં આજે આઠ વર્ષ પાછળ જતો રહેલો, જ્યારે એણે તેને પેહલી વાર જોઈ, ટ્રાફિક સિગ્નલ પર એની બાજુની કારમાં એ માત્ર ૧૬ વર્ષનો હતો ત્યારે અને તે ૨૦ વર્ષની, પણ મનોજની બેબાક અદાઓનો જ કસૂર હતો કદાચ કે કે ઉમરનાં તફાવત છતાં પણ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો અને એના બે વર્ષ બાદ બંને એક સિક્રેટ રિલેશનશિપમાં હતા અને એ વખતે જ કોઈ ડીનર ડેટ પાર માઈકલે કહ્યું.
"કોઈને એકમેકના વાંક બાણ ના વાગે
આંખો ને કહો જુએ ઊંચું, જેથી એકલવાયું ના લાગે."
સભા હોલ, ફરીથી ગાંડો થયો... દરેક જુવાનિયાના દિલ હાથ પર આવી ગયાં... 'દોબારા દોબારા'ના પણ સાદ આવ્યા પણ દોબારા એ માઈકલના ખૂનમાં નહિ આ સમયે માઈકલના ટ્રાફિક સિગ્નલની ગ્રીન લાઈટ હતી.
એ જ પ્રેયસીએ ઘટનાનાં બે વર્ષ બાદ એને સમજાવી રહી હતી કે "મનોજ આ શક્ય નથી, ઉંમરની વાત નથી પણ આપણાં બંનેની જ્ઞાતિ પણ અલગ છે, મારા પપ્પા ક્યારેય નહિ માને તારી આ મેરેજ પ્રપોસલ."
અને મનોજે કહ્યું કે માણસની આંખે તો એને પાંચ રંગોમાં વહેંચ્યો પણ સમાજ કાળા, ધોળા, ઘઉં વર્ણા, ગુલાબી અને પીળામાં ક્યાં ધરાતો હતો? એને હિન્દૂ બનવું હતું, મુસલમાન બનવું હતું, બ્રાહ્મણ, ક્ષત્રિય, શુદ્ર બનવું હતું। અને એ ઘટનાના થોડા દિવસ બાદ તે મનોજમાંથી માઈકલ બનેલો.
"આંખે તો વહેંચ્યો મને રંગ પાંચમાં
પછી જે થયું એ તારા બાપની લાંચમાં."
આ ઘણા શ્રોતાઓને ના સમજાયું તો વાહવાહી થોડી ઓછી થઈ પણ માઈકલની આંખો સામે તેનો આખો ભૂતકાળ તારી રહ્યો હતો કે લગ્નનાં ૨ વર્ષ બાદ જ કેવા ઝઘડા થવા લાગ્યા.
"માઈકલ જો તું આ દારૂ ની લાત નહિ છોડે ને તો કોક દિવસ હૂં તને જરૂર છોડી દઈશ."
"અરે દારૂ પીવાથી તો ક્રિએટિવિટી વધે છે." એ હંમેશા ઇચ્છતો કે રિબેકા તેને પેગ બનાવી આપે, ગ્રીન સિગ્નલ ધીમે ધીમે યલ્લો થઈ રહ્યું હતું, અને માઈકલ બે આંખોની સામે પીળો રંગ દેખાવા લાગ્યો હતો.
"નહિ બેડાં, પ્યાલા કે અડાળીથી,
છે ખુબ જ નશીલી;
પીવડાવી દે આજે આંખોથી."
ફરીથી હોલ ગાંડો થયો, પણ માઈકલ માટે એ માત્ર શબ્દો જ હતા, કદાચ એમની વચ્ચેનો પ્રેમ હવે માત્ર પાનાઓમાં જ સમેટાઈને રહી ગયો હતો. માઈકલ દારૂ પરથી પ્રમોશન કરીને કોકેઈન અને હેરોઇન પાર જતો રહેલો કદાચ તેના વધતા ડોપામાઈન તેને સાહિત્યમાં જરૂર પ્રખર બનાવેલો પણ તેનું શરીર દિન પ્રતિદિન જીર્ણ થઈ રહ્યું હતું, ૨૪ વર્ષની ઉંમરે પણ તે કોઈ ૪૦ વર્ષના નાદુરસ્ત વ્યક્તિ જેવો દેખાતો હતો, અને એક સવારે એ જયારે ઊઠ્યો ત્યારે પોલીસ આજુબાજુમાં હતી, એના રૂમમાંથી ૫ કરોડ નું હેરોઇન પકડાયું હતું અને બાજુમાં તેની પત્નીની લાશ પડી હતી પોલીસની પૂછ પરછમાં માઈકલ એટલું જ કેહતો રહ્યો કે એ રાત્રે મોડો ઘરે આવ્યો અને સૂઈ ગયો, એ સિવાય તેના ઘરે શું થયું એ એને ખુદને પણ ખબર નથી, પોલીસે આ વાતની લાઇ ડિટેક્ટર ટેસ્ટની મદદથી ખરાઈ કરી અને જાણ્યું કેમાઈકલ સાચું બોલતો હતો. પણ જે કઈ થયું એ તેની મોજુદગીમાં થયું? રિબેકાનું મર્ડર કોણે કર્યું? આટલું બધું ડ્રગ ક્યાંથી આવ્યું એનો કોઈ સંતોષ કારક ઉત્તર પણ પોલીસને માઈકલ પાસેથી ન મળ્યો. પણ રિબેકાની યાદ આવતા જ માઈકલની આંખોમાં ઝળઝળિયાં આવવા લાગ્યાં. આંખો સામે અંધારું થવા લાગ્યું અને એ બોલ્યો,
"સાંજ પડી મયખાનાની યાદ આય છે,
હવે મને ખબર નથી કઈ તરફ આ તન જાય છે.
ભરી-જવાની હેબતાઈ ને બેસી જાય છે
ખામોશીથી નહિ તો આબક્ષાર થી ગાય છે
વીતેલા સમયનું શું કહું ? એને બાળી હું આવ્યો છું
આ આંખોમાં બચ્યાં છે અંધારાં
કે હું કદાચ, બાળી મને આવ્યો છું..."
ધબ કરતો તેનો દેહ નીચે પટકાયો કદાચ યલ્લો ટ્રાફિક સિગ્નલ રેડ થવાનો સમય થઈ ગયો હતો અને ઉતાવળમાં સિગ્નલ ક્રોસ કરી જવા એણે એક્સલેટર દબાવેલું હતું.
