Rahul Parmar

Tragedy Crime Thriller

4.0  

Rahul Parmar

Tragedy Crime Thriller

? માર્ક

? માર્ક

2 mins
53


( પુરુષ છોકરીના ફાટેલા વસ્ત્રો ભેગા કરી છાતીથી લગાવી રહ્યો છે.)

(રડતા રડતા)

પેલા નિર્ભયા અને દામિની જેવી છોકરીઓનો, પછી પ્રિયંકા રેડ્ડી જેવી ડોક્ટરનો અને હવે દલિતપુત્રી મનીષાનો.

   "કદાચ હું આ રોકી શક્યો હોત, કદાચ કોઈ આને રોકી શક્યું હોત."

હે ભગવાન !!!

     તારી આ દુનિયામાં માણસ જ માણસના લોહીનો તરસ્યો છે,માણસ જ માણસના શરીરનો ભૂખ્યો છે. ક્યારેક બે પૈસા માટે તો ક્યારેક પોતાની વાસના માટે.પોતાના સ્વાર્થ ખાતર માણસ જ માણસનો ભક્ષક બની બેઠો છે. અરે શું વાંક હતો એ છોકરીનો ? છોકરી હતી એ ? કે પોતાની ઓળખ બનાવવા ઘરની બહાર આવી એ ? (ગુસ્સામાં) ખબર છે તું મૂંગા પ્રાણીની જેમ કશુજ બોલવાનો નથી.પણ સાંભળ આ તારી બનાવેલી સૌથી સુંદર રચનાની કરતૂત છે.હા, માણસ ભગવાનની સૌથી સુંદર રચના, ભગવાનની સૌથી સુંદર રચના.(જોરથી હસતા હસતા).


       (નોર્મલ થઈને) હું ધોરણ સાતમાં હતો. ત્યારે મારા શિક્ષકે ભણાવ્યું હતું કે ભારત એટલે સભ્યતા અને સંસ્કૃતિનો દેશ.અરે શું સંસ્કૃતિ નો દેશ છે ? સાહેબ. અહી છોકરી ઉપર બળાત્કાર થાય છે.અને એની આત્માની શાંતિ માટે મીણબત્તી સળગાવવામાં આવે છે.અરે ક્યાં ગઈ એ સંસ્કૃતિ, કે માતા સીતા ને પરત લાવવા લંકા સળગાવી હતી ? ક્યાં ગઈ એ સંસ્કૃતિ કે દ્રોપદીના માન ખાતર મહાભારત રચાયું હતું ? અરે ક્યાં ગઈ એ સભ્યતા કે પરસ્ત્રી સામે આવતા આંખો જુકી જતી ? આ ધરતી પર એક ગાવલડી માટે માથા વઢાયા છે. જ્યારે આજે, આજે તો સ્ત્રીના સમ્માનની વાત છે. તો ચૂપ કેમ છે આ સમાજ ? અરે એક વખત કોર્ટના કડઘરા માં 14 વર્ષથી ન્યાય માંગતી કિરણ નેગી ને તો જુવો. તમારી પાસે હાથ ફેલાવી ને ચિલ્લાઈ ચિલ્લાઇ ને પોતાનું દુઃખ કહી રહી છે.એ નરાધમોએ ત્રણ દિવસ સુધી એની સાથે બળાત્કાર કર્યો, એના પર એસિડ ફેક્યું.એના અંગ પર દારૂની બોટલો મૂકી. અને જ્યારે તેના પિતા ન્યાય માંગવા મુખ્યમંત્રી પાસે ગયા, ત્યારે માત્ર એક લાખ રૂપિયાનો ચેક પકડાવી એ પિતાની લાગણીને છિન્નભિન્ન કરી નાખી હતી.એ દીકરી આજે તમારી પાસે ન્યાય માંગે છે. શું એને ન્યાય મળશે ? કે ન્યાયના મંદિર બંધ થઈ ગયા છે. આજે એક જ સવાલ પૂછું છું કે શું આ દેશ ની દીકરીની આબરૂની કિંમત માત્ર એક લાખ રૂપિયા છે.આ દેશની નારીઓની કિંમત આમ થોડાક રૂપિયામાં આંકીને શું સાબિત કરવા માંગો છો ?

     જો કઈ સાબિત કરવા માંગતા જ હોવ, તો આ છોકરીઓ ને ન્યાય આપી ન્યાયની દેવી હજી જીવે છે એ સાબિત કરો, આ હરમીઓને સજા આપી આપણી સંસ્કૃતિ સાબિત કરો,બીજાની દીકરી માટે ન્યાયની લડાઈ લડી આ દેશની સભ્યતા સાબિત કરો અને આવા "QUESTION MARK"  ને પૂર્ણતાના બિન્દુથી જવાબ આપી માનવતા સાબિત કરો.

       

            




Rate this content
Log in

Similar gujarati story from Tragedy