STORYMIRROR

Rahul Parmar

Fantasy

3  

Rahul Parmar

Fantasy

અંતરઆત્મા ને પત્ર

અંતરઆત્મા ને પત્ર

1 min
77

ભાડાનું મકાન,

તા.૦૯/૧૦/૨૦૨૦


પ્રતિ,

અંતરઆત્મા

સ્વ તનના ખોરડે,


પ્રિય અંતરઆત્મા,

આજે તું વિચારતી હશે કે તને પત્ર શા માટે લખ્યો ? તો તને થોડી વાતો કેહવાની હતી. જે હું બોલી નથી શકતો પણ તું જરૂર સમજી શકે છે.

તને યાદ જ હશે મારા કેટલાક સપનાઓ અને કેટલીક ઈચ્છાઓ છે. જે અધૂરી રહી ગઈ છે. મારું CA બનવાનું સપનું, સંગીતકાર બનવાની ઈચ્છા અને આ બધા વચ્ચે ભણતરમાં પરિવારનું સુખ. પરિવારની ઈચ્છા મને ભણાવીને મોટો ઓફિસર બનાવવાની અને એમાં પણ પોતાની આર્થિક સ્થિતિ ધ્યાનમાં રાખવાની.

આ પરિવારની પરિસ્થિતિ સામે તું તો સાવ ઢંકાઈ જ ગયો યાર. પણ આજે તારી યાદ આવી. પોતાનામાં પોતાનું સ્વ સાંભર્યું અને તને પત્ર લખ્યો.

"અંતરઆત્મા હું તારું ભાડાનું મકાન."

લિ.રાહુલ પરમાર

       


Rate this content
Log in

Similar gujarati story from Fantasy