STORYMIRROR

Vijay Shah

Tragedy

3  

Vijay Shah

Tragedy

કરૂણાથી

કરૂણાથી

1 min
15.4K


છૂંદણું એનું હાથમાં શોભતું તો હતું પણ જરા ધ્યાનથી રાધાએ જોયું તોતે વધતું જતું હતું. પહેલા તો તે પોલકાની બાંયમાં સમાઈ જતું હતું. હવે તો બાંયની બહાર જતું હતું. હવે તો સ્કીન પેઈન્ટીંગમાં જુદા જુદા રંગોવાળી તેના હાથમાં ચિત્રકળા શોભતી.. ઘડીમાં કળાયેલ મોર તો ક્યારેક ફુલ પાંદડાની વેલ.

તે દિવસે તે રાધાના ઘરે આવી હતી ત્યારે રાધાએ કૌતુકથી પુછ્યું કૃષ્ણા સ્કિન પેઈન્ટીગમાં તે સારુ એવું કાઠું કાઢ્યું છે ને?”

“રાધા બહેન સાચી વાત કહું?”

“હા કહેને?”

“એક ચોરી છે આ તો. કોઢ (સફેદ દાગ) છુપાવવા સ્કીન પેઇન્ટીંગ કરું છું.

“હેં?” રાધા કૃષ્ણાને જોઈ રહી. કરૂણાથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Tragedy