Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

ક્રોધ વિશે મહાપુરુષોના કથન

ક્રોધ વિશે મહાપુરુષોના કથન

4 mins
508


એક કહેવત છે, "જેની જીભમાં અમી એની સામે દુનિયા નમી" ગુસ્સો માનવી ખૂબ નુકશાન પહોચાડે છે.વ્યક્તિ પોતાને પણ અને સમાજ પણ. મહાભારતમાં આપણે ઘણા બનાવો એવા જોયા છે.જેમાં દુર્વાસા મુનિ ક્રોધમાં ભરાય શ્રાપ આપ્યા અને એનું ખૂબ ખરાબ પરિણામ આવ્યું. દુનિયામાં મોટા ભાગની લડાઈ અને ઝગડાનું કારણ માનવીનો ગુસ્સો છે ક્ષણિક આવેગ જીવન ભરની કમાયેલી નામની પુંજી ખોઈ નાખે છે.

ગુસ્સો ક્યારે આવે જ્યારે માનવીનું ધાર્યું ન થાય. ખૂબ મોટી લાઈનમાં ઊંભુ રહેવું પડે. કોઈ એની સાથે ખોટું કરે. ગુસ્સામાં માનવી વધારે નુકશાન પોતાની જાત પહોચાડે છે. ગુસ્સો ક્યારેય દાબવો નહિ પણ ખાળી દેવો. બીજા કોઈ રસ્તે વાળી દેવો.ગુસ્સો આવે ત્યારે ગમતા સ્થળે કે ગમતી વ્યક્તિ પાસે ચાલ્યા જવું.ગુસ્સા કંટ્રોલ કરવો. ગુસ્સો એ ટાઈમ બોમ્બ છે. એ ફાટે ત્યારે આખા સમજ આખા પરિવાર નુકશાન કરે છે .દુનિયાની અંદર ફિલોસોફરો અને મહાન વ્યક્તિ ઓ એ ક્રોધ જીતવા પર ભાર્ મૂક્યો છે. મહાપુરુષોનું એકાદ વાક્ય પણ જો જીવનમાં ઉતારિશું તો ક્રોધ ના હોનારતમાંથી બચી શકશું.

એરિસ્ટોટલ કહે છે, "માનવી ગુસ્સે થાય છે. ગુસ્સે થવું સહેલું છે. પણ ખરા માણસ ઉપર ખરી હદ સુધી ખરે સમયે અને ખરા કારણ માટે.અને ખરી રીતે ગુસ્સે થવું એ સહેલું નથી" ખરેખર જો માનવી મધ જેવો મીઠો બને તો લોકો એને ચાવી જાય.જો એ કડવો બને તો એને થૂંકી નાખે. એટલે ગુસ્સો યોગ્ય જગ્યા એ કરવો જરૂરી છે. ભલે કરડવું નહિ પણ સાપની જેમ ફૂફાડો રાખવો. સિંહની ગર્જનાથી માનવી ડરે અને સસલાનો શિકાર કરે. તો જો તમે યોગ્ય જગ્યા એ ગુસ્સો ના કરો તો લોકો તમારું પણ પચાવી પડે. આ હકીકત છે. જેનો મને પણ અનુભવ થઈ ગયો છે.

પાયથા ગોરસ કહે છે, "ક્રોધ મૂર્ખાઈથી શરૂ થઈ પશ્ચાતાપથી પૂર્ણ થાય છે" ક્રોધ એક વાવાઝોડા સમાન છે તે ગયા પછી ખબર પડે કે નુકશાન કેટલું છે. કુરાનમાં કહેવામાં આવ્યું છે "જે ક્રોધ પર નિયંત્રણ રાખી શકે છે એ જ સ્વર્ગનો સાચો અધિકારી છે" ખરેખર સ્વર્ગ જેવું ઘર અને સ્વર્ગ જેવો સંસાર ભોગવવો હોય તો જીભમાં મીઠાશ રાખવી. કડવી જીભ વાળાનું મધ પણ વેચાતું નથી.અને મીઠી જીભ વાળાનું જહેર પણ વેચાઈ જાય છે.

ઇંગર સોલ કહે છે, "ક્રોધ બુદ્ધિના દીપક ઓલવી નાખે છે. એટલે જીવનની કોઈ મહત્વની કસોટીમાં આપણે કાયમ શાંત અને સ્થિર રહેવું જોઈએ." જેમ ઉકળતા પાણીમાં અને વમળ સર્જાતા પાણીમાં આપનું પ્રતિબિંબ જોઈ શકતા નથી. ગુસ્સા વખતે મગજ ડહોળાય છે અને મગજ વિચાર કરતું બંધ થાય છે. અને આ ક્રોધથી શારીરિક નુકશાન પણ થાય છે. મતાવાર લોકસ્થી કહે છે, "ક્રોધ એટલે મધપૂડામાં પથ્થર મારવા જેવું છે" મધ પૂડામાં પથ્થર મારવાથી ડંખ મરનાર તેમજ આસપાસના લોકો પણ ખાવો પડશે.

ગાંધીજી કહે છે, "આપણે કીડી મકોડા મારી નાખીએ છીએ. પણ આપણી અંદર છુપાયેલા ક્રોધ નથી મારતા જે ખરેખર મારવા જેવી વસ્તુ છે" મન કન્ટ્રોલ કરવું ગુસ્સા સમયે. મન મહા બળવંત છે. એની જીતે આપણી જીત એની હારે આપણી હાર મન રાજા નહિ પણ ગુલામ બનાવો જેથી આપણાં કહ્યામાં રહે. ધૂમકેતુ કહે છે, "માનવીના અંતરમાં વસેલા ક્રોધ અને ધિક્કાર ભેગા કરીએ તો ઘડીના છઠ્ઠા ભાગમાં દુનિયા નાશ પામે. એ ભેગા થતાં નથી એટલે જ બધા વ્યવહાર ચાલે છે" માનવી ના સંહાર યુદ્ધોનું કારણ પણ ગુસ્સો આક્રોશ અને જીદ જ છે!

લો રુશ કુકોલ્ડ કહે છે, "ગુસ્સો ક્યારેક યોગ્યમાં યોગ્ય વ્યક્તિ પણ મૂર્ખ બનાવી દે છે" માનવીની આચાર સંહિતા યોગ્ય હોય તોજ એ યોગ્ય વિકાસ સાધી શકે. મહાન વ્યક્તિનો ગુસ્સો પણ તેની મહાનતા ખોઈ બેસે છે. ઇમર્સન કહે છે, "જેટલી મિનિટ તમે ગુસ્સે રહો છો, તેટલી પ્રત્યેક મિનિટમાં તમે સુખ ની સાથ સેકંડો ખોઈ નાખો છો. ગુસ્સો પોતાની સાથે હતાશા દુઃખ ઉદાસી ગમ પણ દોરી લાવે છે.સુખ જોઈતું હોય તો ગુસ્સાની કમજોર ક્ષણ હાવી થવા ના દેવી.

એલે્ઝાન્ડર પોપ કહે છે, "ગુસ્સે થવાનો અર્થ એ છે કે બીજાની ભૂલોનો બદલો પોતાની જાત સાથે લેવો" કેમ કે ક્રોધ કરવાથી પોતાની જાત જ નુકશાન પહોંચાડીએ છીએ. આકાશમાં ધૂળ નાખીએ તો એ આપણા પર પાછી આવે છે. ક્રોધ આપણને જ નુકશાન કરે છે. અને આ ક્રોધનો ધોધ રોકવો જોઈએ નહિ તો એ પ્રલય લાવી શકે છે.

ભૂતકાળમાં આપણે ક્રોધના ભયંકર પરિણામો વિશે પણ સાંભળી ચૂક્યા છીએ. જબાન પર મીઠાશ રાખવી એ મનુષ્ય હોવાનો એક ગુણ છે. મનુષ્ય સહજ ગુસ્સો તો આવે પણ એને કંટ્રોલ કરવો. એને સકારાત્મક બનાવવો એક તલવાર માનવીની રક્ષા પણ કરી શકે અને એજ એનું મોત પણ નિપજાવી શકે. કઈ વસ્તુનો કઈ રીતે ઉપયોગ કરવો એ માનવીની આવડત પર આધારિત છે. રસ્તામાં ઠેસ વાગતા પથ્થરો પણ જો માનવી પગથિયું બનાવી શકે તો સફળતા પણ એના કદમો ચૂમે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational