કર્મ કોઈને છોડતું નથી
કર્મ કોઈને છોડતું નથી
નામાંકિત જમનાદાસ શેઠનું બહુ મોટું નામ અને કામ હતું. જમનાદાસના પરિવારમાં એમની પત્ની અને એક દીકરો જ હતો. આજે ગામનાં સન્માન સમારોહમાં ગામલોકોએ જમનાદાસને પણ બોલાવ્યા હતા. ગામલોકોએ શાલ ઓઢાડી તેમનું સન્માન કર્યું.
જમનાદાસ કહી રહ્યાં હતાં કે કર્મો ક્યારેય કોઈને છોડતાં નથી એટલે જે પણ કામ, ધંધો કરો એ સમજી વિચારીને કરવો જોઈએ. આજે તમે જે કોઈ સારું કે ખરાબ કર્મ કરો છો એનું ફળ આજે તમારે તો ભોગવવું જ પડશે પણ ત્યારબાદ એનું ફળ તમારી પેઢીએ પણ ભોગવવું જ પડશે.
"તમે જે અનીતિનો પૈસો ભેગો કર્યો હશે એ પૈસો ખરાબ કામોમાં જ વપરાશે. પૈસાનું કોઈ દિવસ અભિમાન કરવું જોઈએ નહીં. મે એવા ઘણા લોકો જોયા છે જે ક્યારેક કરોડપતિ હતા આજે એમના છોકરાઓ ભીખ માંગતા નજરે પડે છે. જ્યારે અનીતિના, પ્રપંચના રૂપિયા ભેગા થઈ જાય છે ત્યારે એ રૂપિયા વ્યક્તિને ચેનથી મરવા પણ નથી દેતાં."
વર્ષો બાદ જ્યારે લોકોએ મંદિર સામે કચરાપેટીમાં જમવાનું શોધી રહેલાં એક જમનાદાસ જેવા જ ચહેરાવાળા છોકરાને જોયો અને ત્યાં હાજર સૌ કોઈ નવાઈ પામી ગયા !
