Dr.Riddhi Mehta

Drama

3  

Dr.Riddhi Mehta

Drama

કરામત કિસ્મત તારી -૮

કરામત કિસ્મત તારી -૮

3 mins
332


આજે ડૉ. ખુશી બહુ ખુશ હોય છે તે સરસ તૈયાર થઈને આવી છે કંઈક અલગ જ મુડમાં છે. કારણ કે આજે વેલેન્ટાઈન ડે છે.

તેને સંકલ્પ ને સાંજે બહાર ડીનર માટે જવાનું કહ્યું છે. એટલે બંને ફટાફટ જઈને હોસ્પિટલમાં કામ પતાવે છે.અને ડિનર માટે જવા નીકળે છે.

ત્યાં એક હોટલમાં જાય છે, ત્યાં પહોચતા જ તેમના બુક કરેલા ટેબલ પાસે ત્યાં લાઇટ્સ ચાલુ થાય છે અને ત્યાં બધી કેન્ડલ્સ અને બલુન્સનું ડેકોરેશન કરેલું હોય છે.

આ બધુ જોઈને સંકલ્પ સરપ્રાઈઝ થઈ જાય છે. પછી બંને ત્યાં જાય છે અને ખુશી સામેથી તેને પ્રપોઝ કરે છે. સંકલ્પ પણ થોડું વિચારી ને હા પાડે છે. અને બંને સાથે ડીનર કરે છે.

આમ બંને વચ્ચે એક નવા સંબંધની શરૂઆત થાય છે...

સંકલ્પ -આસિકા ની જગ્યાએ સંકલ્પ - ખુશી...........

***


નવ્યા તેના પ્લાન મુજબ રાત્રે અગિયાર વાગે ભાગવાની કોશીશ કરે છે. તે ત્યાંથી ભાગીને નીકળે તો છે પણ તેને ત્યાંની એક છોકરી જાય છે જે ચારૂબાઈ ની ખાસ હોય છે. તે નવ્યા ની પાછળ પડે છે નવ્યા બહુ દોડે છે આ દોડવામાં તેને એક મોકો મળી જાય છે સંતાવાનો. તે બહુ શોધે છે પણ નવ્યા મળતી નથી. એટલે તે પાછી જતી રહે છે.

આમ નવ્યા ભાગવામાં સફળ થાય છે...પણ તે ક્યાં જાય ? તે ચાલતી ચાલતી ખાધાપીધા વગર જતી હોય છે તે હવે બજારમાં આવી ગઈ છે એટલે હવે બીજો કોઈ ભય નહોતો. પણ તે કમજોરી ના લીધે ત્યાં એક કેફે પાસે ચક્કર ખાઈને પડી જાય છે.


ત્યાં રાતનો સમય હોવાથી થોડી પબ્લિક હોય છે તે ભેગી થઈ જાય છે અને તેનો માલિક તેને એ કાફેમાં લઈ જાય છે. આ એક એવું કાફે હતું જે મોડા સુધી ચાલુ રહેતું.

ત્યાં તેનો માલિક તેને જુએ છે અને તેને યાદ આવે છે કે અસિત તેમનો રેગ્યુલર ગ્રાહક હોય છે તેને ત્યાં કોફી પીવા જતો હોય છે.

અસિતે સવારે આવીને તે શોપવાળાને નવ્યાનો ફોટો બતાવ્યો હોય છે એને કદાચ જોઈ હોય તો અને અસિતનો નંબર આપ્યો હોય છે. તેથી તે માલિક ફટાફટ અસિત ને ફોન કરે છે. અને અસિત ફટાફટ ઘરેથી નીકળીને જલ્દીથી ત્યાં કાફે આવી જાય છે નવ્યા ને લેવા.

નવ્યા થોડી ભાનમાં આવે છે અને સામે અસિત ને જુએ છે એટલે તે તેનો આંખમાં આંસુ સાથે અસિતનો હાથ પકડી લે છે... પછી અસિત નવ્યા ને ઘરે લઈ જાય છે અને બધી વાત કરે છે.

અસિત હવે નવ્યા ને અહીંથી ક્યાય જવાનું નથી એવો ઓર્ડર આપે છે...અને નવ્યા માથુ હલાવીને બોલ્યા વિના હા પાડે છે. પણ હજુ અસિત નવ્યા ને થોડી સેટલ થાય પછી તેના લગ્ન માટે ના ડિસિઝન વિશે પુછવાનું વિચારે છે....

***


ચાર દિવસ પછી નવ્યા રૂમમાં બેઠી હોય છે. અસિત ત્યાં આવે છે અને બેસે છે અને વાતો કરે છે. પછી તેને પુછે છે અને કહે છે, તને કંઈ યાદ ના આવે તો આગળ ની લાઈફનું તું શું વિચારે છે??

નવ્યા કહે છે મને કંઈ જ સમજાતું નથી હું શું કરું? અને તે દુ:ખી થઈ જાય છે. એટલે અસિત તેની બાજુમાં આવીને તેનો હાથ પકડીને બેસે છે અને કહે છે , આજે હું તને કંઈક કહેવા ઈચ્છુ છું પણ એમાં જે પણ તારી મરજી હોય તે મને મંજુર છે.

એવું કહીને તે નવ્યા ના પગ પાસે બેસીને તેને પ્રપોઝ કરે છે ,

હું તને પસંદ કરૂ છું તું મારી સાથે મેરેજ કરીશ?

નવ્યા વિચારે છે મારી યાદદાસ્ત પાછી આવશે ને મારા કોઈ સાથે મેરેજ થઈ ગયા હશે તો?

તે એક પછી એક વિચારો કરી રહી હોય છે એટલે અસિત નવ્યા ને કહે છે તું જે હોય તે વિચારી ને જવાબ આપજે. એમાં મારો કોઈ ફોર્સ નથી અને તું અહી રહે છે તેનું વિચારીને હા ના પાડતી......


Rate this content
Log in

More gujarati story from Dr.Riddhi Mehta

Similar gujarati story from Drama