કરામત કિસ્મત તારી -૪
કરામત કિસ્મત તારી -૪
અસિત મોડા સુધી આમ તેમ ફરી રહ્યો છે. તેને મનમાંથી નવ્યા ખસતી નથી. તે રૂમમાં થી બહાર આવે છે તો નવ્યા બહાર ગેલેરીમાં હિચકામાં બેઠી બેઠી સુઈ ગઈ છે. તેની આંખોમાં આંસુ છે.
અસિત આવીને જુએ છે. તે ધીમેથી આવીને નવ્યા ને ઉઠાડે છે કે તે કેમ અહીંયા આમ સુતી છે. અને કેમ રડે છે. તને કોઈએ કંઈ કહ્યું??
નવ્યા આસુ છુપાવવાનો પ્રયત્ન કરીને કહે છે કંઈ નહી એમ વીરા શિવાય સાથે વાત કરતી હતી તો હુ બહાર બેઠી મને આમ પણ ઉઘ નહોતી આવતી. અસિત તેના રડવા નુ કારણ પુછે છે તો કહે છે મને મારો ભુતકાળ યાદ નથી આવતો. હુ ક્યાં સુધી તમારી પર બોજ બનીને રહીશ. હવે તો વીરા પણ મેરેજ કરીને એના સાસરે જતી રહેશે. પછી હું અહીંયા શું કરીશ???
અસિત આજે પહેલી વાર તેની બાજુ માં બેસે છે અને કહે છે હુ તો છું જ ને તું મને કંપની આપજે...!!
નવ્યા : તુ મારી વાત સમજતો નથી....તુ તો છે જ મારો દોસ્ત .પણ તુ એક છોકરો છે હુ તારી સાથે એમ કેવી રીતે રહી શકું ? તારી સાથે બધુ કેવી રીતે શેર કરી શકું?? લોકોને ખબર પડશે તો કેવી વાતો કરશે?
અસિત :હુ તારી વાત સમજુ છુ બકા પણ ધીરે ધીરે બધુ સેટ થઈ જશે . અને લોકોની તુ ચિંતા ના કર.
અસિત ( મનમાં વિચારે છે) : એટલે જ તો મે હમણાં મેરેજ માટે ના પાડી જ્યાં સુધી તારું કંઈ સેટ ના થાય ત્યાં સુધી... કારણ કે નવ્યા ને ઘરમાં રાખી ને કોઈ પણ છોકરી આ ઘરમાં મારી પત્ની બનીને આવવા તૈયાર નહીં થાય. અને હવે તો વીરા પણ સાસરે જશે....
***
આજે વીરાની સગાઈનો દિવસ છે તેને મહેદી થી લઈને મે
કઅપ સુધી બધુ જ નવ્યા કરે છે. વીરા ને તેને સુંદર તૈયાર કરી છે.
એક હોલમાં બધો પ્રોગ્રામ રાખ્યો છે. બધા ગેસ્ટ આવી ગયા છે એટલે અસિત વીરાને લેવા રૂમમાં જાય છે. તે વીરા ને જોઈને કહે છે "નજર ના લગે કીસી કી...." કહીને હસીને વીરાનો કાન ખેંચે છે.
એટલે વીરા નવ્યા ને બુમ પાડે છે. તે અસિત ને સમજાવા કહે છે ત્યાં જ નવ્યા બહાર આવે છે તેને અસિત એકીટશે જોઈ રહે છે.
તે રેડ એન્ડ ગ્રીન ચોલી પહેરીને સિમ્પલ તૈયાર થઈ છે પણ તે સુંદર લાગી રહી છે. આજે તે નવ્યા ને જોઈ અજીબ ફીલિંગ અનુભવી રહ્યો છે. નવ્યા શરમાઈ ને નીચુ જોઈ લે છે.
વીરા આ બધુ જોઈ રહી છે અને હસી રહી છે. પછી બધા સગાઈ માટે જાય છે. સગાઈ ને , રિંગ સેરેમની પતે છે પછી બધા લન્ચ લે છે. શિવાય નવ્યા ને થેન્ક્સ યુ કહે છે તેમના રિલેશન માટે બધાને મનાવવા માટે.
આવેલા બધા રિલેટિવમાંથી અમુક અંદર અંદર વાતો કરી રહ્યા છે કે આ છોકરી કોણ છે?? નવ્યા ના મમ્મી અત્યારે તો વીરા ની ફ્રેન્ડ છે એમ કહીને વાત ટાળી દે છે...પણ હવે તેને નવ્યા વધારે ઘર માં રહેશે તો લોકો શુ કહેશે એનુ ટેન્શન થાય છે.
એટલે એ અસિત અને તેના પપ્પાને વાત કરે છે. અસિત ને તો બહુ ફરક નથી પડતો લોકોની વાતોથી પણ તેના મમ્મી પપ્પાની ચિંતા દુર કરવા કહે છે વીરાના એકવાર મેરેજ થઈ જાય પછી આપણે નવ્યા માટે કંઈ રસ્તો કરીશું. એમ કરીને વાત જવા દે છે.
વીરાના લગ્ન પછી અસિત નવ્યા ને ક્યાં મુકી આવશે?? હજુ શુ બાકી છે આટલી નાની વયમાં નવ્યા ને સહન કરવાનુ??
ક્રમશઃ