STORYMIRROR

Dr.Riddhi Mehta

Drama

3  

Dr.Riddhi Mehta

Drama

કરામત કિસ્મત તારી -૩

કરામત કિસ્મત તારી -૩

3 mins
393

અસિત ના ઘરે હવે આ અજનબી છોકરી ત્યાં જાય છે એટલે ત્યાં અસિત એનું નવું નામ નવ્યા આપે છે. હવે એમ ને એમ થોડા દિવસો જાય છે.

નવ્યા બધા સાથે સેટ થઈ ગઈ છે. વળી અસિતની નાની બહેન વીરા તો તેને તેની મોટી બહેનની જેમ જ રાખે છે. તે બધી વાત તેની સાથે શેર કરે છે. તે બધી વાતમાં હવે પહેલા નવ્યા ને પુછે છે.

જ્યારે અસિત પણ નવ્યાનુ બહુ ધ્યાન રાખે છે સાથે તેને યાદદાસ્ત પાછી આવે તેવા પ્રયત્ન પણ કરે છે. નવ્યાનું નેચર અને સ્માઈલ જ એવી છેકે કોઈમાં પણ ભળી જાય !!!

નવ્યા ને ઘરે લાવવાનો વિરોધ કરનારા એના મમ્મી પપ્પા પણ હવે દરેક વાતમાં નવ્યા ની ફેવર કરતાં થઈ ગયા છે.


હવે વીરાને એક છોકરો ગમતો હોય છે શિવાય. તે તેની સાથે કોલેજમાં હોય છે. તેની વાત વીરા એ નવ્યા ને કરી છે. તે નવ્યા ને એના મમ્મી પપ્પા ને વાત કેવી રીતે કરે એ માટે પુછે છે. નવ્યા કહે છે પહેલા મારે તેને મળવું છે એ મને વ્યવસ્થિત લાગશે પછી હું વાત કરીશ.

પછી એક દિવસ વીરા નવ્યા ને શિવાય ને મળવા લઈ જાય છે. તે શિવાય સાથે વાત કરે છે. અને તેને બધી પુછપરછ કરે છે પછી તેને વ્યવસ્થિત લાગે છે એટલે તે ઘરે આવીને પહેલા અસિત સાથે વાત કરે છે.


અસિત પણ નવ્યાનો સારો દોસ્ત બની ગયો છે તેથી નવ્યા તેને વીરાની વાત કરે છે એને નવ્યા પર પુરેપુરો ભરોસો હતો હવે એટલે એ પણ શિવાય મળવા તૈયાર થાય છે. પછી બધા તેને મળે છે એટલે બધુ સારૂ લાગતા તેના મમ્મી પપ્પા ને વાત કરે છે. એટલે બંને ના ફેમિલી એકબીજાને મળે છે અને તેમની સગાઈ ફાઈનલ થાય છે. પણ પછી અસિત નુ હજુ નક્કી નથી થયું એ મોટો છે નવ્યાથી તો સમાજમાં શું વાત થશે?


તો અસિત કહે છે મમ્મી મને હાલ મેરેજ નથી કરવા મને કોઈ યોગ્ય પાત્ર લાગશે ત્યારે મેરેજ કરીશ. વીરા ને શિવાય ગમે છે તો તેના મેરેજ કરાવી દઈએ અત્યારે. એટલે બધા માની જાય છે.અને સગાઈની તારીખ અને મેરેજની તારીખ પણ નકકી થઈ જાય છે. બંને વચ્ચે એક મહિના નો જ ડિફરન્સ હોય છે. ઘરમાં જોરદાર તૈયારી ચાલી રહી છે. અને શોપિંગમાં તો નવ્યા વિના એક ડગલું પણ કોઈ આગળ વધતુ નથી. વીરા તો બધી જ વસ્તુઓ નવ્યાના ચોઈસની શોપિંગ કરે છે.


આખા ઘરમાં નવ્યા નવ્યા થઈ ગયું છે. અસિત પણ તેની શોપિંગ કરવા નવ્યા ને લઈને મોલમાં જાય છે. ત્યાં તેના કપડાંની શોપિંગ કરીને તે નવ્યાને એક શોપમાં લઈ જાય છે ને તેને સાડી કે ચણિયાચોળી જે ગમે તે લેવાનું કહે છે. નવ્યા ના પાડે છે પણ અસિત તેને પરાણે લેવાનું કહે છે એટલે તે એક અસિત પસંદ કરે છે તેવી ચોલીસૂટ લે છે.

***


આજે રાતના બાર વાગી ગયા છે. અસિત ને ઉઘ નથી આવતી. ખબર નહી તેની સામે નવ્યા નો માસુમ અને હસતો ચહેરો જ તેની સામે આવી રહ્યો છે. શુ થઈ રહ્યું છે તેને કંઈ જ સમજાતું નથી...

શું હશે એ?? નવ્યા કોઈની અમાનત છે એ ખબર છે છતાં તેની ફ્રેન્ડશીપ આગળ વધશે??


Rate this content
Log in

Similar gujarati story from Drama