Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Dr.Riddhi Mehta

Drama

3  

Dr.Riddhi Mehta

Drama

કરામત કિસ્મત તારી - 15 (અંતિમ ભાગ)

કરામત કિસ્મત તારી - 15 (અંતિમ ભાગ)

3 mins
467


વિહાને આજે બધા નજીકના સગા સંબંધીઓને લગ્ન માટે આમંત્રણ આપ્યું છે. પણ એ એક મેરેજ હોલ છે અને એડ્રેસ એ સવારે જ બધાને મેસેજ કરીને કહે છે.

એટલે બધા સમયસર ત્યાં પહોંચે છે. ત્યાં બધા અલગ અલગ રૂમમાં તૈયાર થાય છે. આસિકા સરસ તૈયાર થઈ છે પણ તેનો ચહેરો સાવ મુરજાયેલો છે. તે આ લગ્ન કરવા જાણે તૈયાર નથી. બાજુ ના બીજા રૂમમાં પણ કોઈ તૈયાર થઈ રહ્યું છે.


પણ બધાની સરપ્રાઈઝ વચ્ચે બે ચોરી બાધેલી છે. બધા એકબીજાની સાથે અંદરોઅંદર વાત કરી રહ્યા છે. સંકલ્પ અને આસિકા સિવાય બીજા કોના લગ્ન છે.

એટલામાં જ બે વરરાજા મંડપમાં આવે છે પણ બંનેના મોઢા પર સહેરા રાખેલા છે એટલે કોઈનુ મોઢુ સ્પષ્ટ દેખાતું નથી. અને સાથે જ થોડીવારમાં મંત્રોચ્ચાર થાય છે દુલ્હનને પણ મંડપમાં લાવવામાં આવે છે તેમણે પણ માથે એવી રીતે ઓઢેલુ છે કે કોઈને સરખો ચહેરો ના દેખાય. એટલે કોણ કોની સાથે લગ્ન કરવાનું છે તે જોઈ શકાતું નથી.

એ પછી લગ્ન વિધિ શરૂ થાય એ પહેલાં વિહાન ત્યાં આવે છે અને બધાની સામે સૌની શંકાનું સમાધાન કરે છે.

તે સ્પષ્ટતા કરતા કહે છે ખરેખરમાં આ લગ્ન સંકલ્પ અને આસિકાના છે પણ એકબીજા સાથે નહી પણ સંકલ્પના ખુશી સાથે અને આસિકાના અસિત સાથે થાય છે.

હવે પિકચરમાં નવા કેરેકટરની જેમ બધા વિહાનની સામે પ્રશ્નાર્થ ભાવે તેને જોઈ રહ્યા છે...

આ સરપ્રાઈઝ ખરેખર સંકલ્પ અને આસિકા બંને માટે હતી. અને પછી આ બધું કેવી રીતે થયું એની વાત કરે છે .

***


વિહાન અને પ્રિયા ચિંતામાં હોય છે શું કરવું એમ સમજાતું નથી. એટલામાં સંકલ્પના ભાઈ વિકલ્પનો વિહાન પર ફોન આવે છે. તે કહે છે મારે તમને અત્યારે અરજન્ટ માં મળવું છે તમને જરૂરી વાત કરવી છે જો તમે મળી શકો તો અત્યારે...

વિહાન ટેન્શનમાં તો હતો અને તેને આવું કહ્યું એટલે તે વધુ ચિંતામાં આવી ગયો..પણ તેને તેના નજીકના એક ગાર્ડન પાસે મળવા માટે હા પાડી.

અડધો કલાકમાં વિહાન ત્યાં પહોંચી જાય છે અને વિકલ્પને મળે છે...વિકલ્પ ફટાફટ બધી જ વાત વિહાનને કરે છે.અને કહે છે આ ત્રણેય જિંદગી ખરાબ થશે આ લગ્ન થશે તો વિહાનભાઈ...ભાઈ તો ભાભીને અપનાવવાનો પ્રયત્ન કરશે પણ જ્યાં દિલ ના મળે તો સંબંધો પછી પણ ખરાબ થશે એનાથી વધારે સારું છે કે અત્યારે સુધરી જાય...

આ બધી વાત સાંભળીને વિહાન મનમાં ખુશ થાય છે... અને કહે છે તે ખરેખર ત્રણ નહી પણ ચાર જિંદગી ખરાબ થતા બચાવી છે.

વિકલ્પ :કેવી રીતે? તમે, મે કહ્યું તેનાથી દુઃખી નથી?

વિહાન : જો તુ આજે ના આવત અને બધુ ના કહેત તો બહુ અનર્થ થઈ જાત એમ કહીને તે વિકલ્પ આસિકા અને અસિત વિશે વાત કરે છે.

વિકલ્પ : તો ભાઈ આ તો ખુશીની વાત છે. કાલે ચાર જણાના લગ્ન થશે. સંકલ્પ અને આસિકા બંનેના પણ તેમની મનગમતી વ્યક્તિઓ સાથે....!!

***


વિહાન અસિત ના ઘરે ફોન કરી જણાવે છે. અસિત અને તેનો પરિવાર ખુશ થઈ જાય છે. અને આવતી કાલે લગ્ન માટે તૈયાર પણ થઈ જાય છે. પણ આ અત્યારે સરપ્રાઈઝ રાખવાની વાત પણ વિહાન તેને કહે છે.

આ બાજુ વિકલ્પ ખુશીને ફોન કરે છે. અને તેના પેરેન્ટ્સ ફોરેન ગયેલા હોય છે તેમને પણ ફોન કરીને બધુ જણાવે છે અને તેમની સંમતિ લે છે....

વિહાન આ બધી વાત કરે છે એટલે બધા તાળીઓ પાડે છે અને કહે છે આજે વિહાન અને વિકલ્પ બંનેએ ભાઈ ધર્મ સારી રીતે બજાવ્યો એટલે આજે આ ખુશી ચારેયને મળી છે.


 વિધિસર લગ્ન શરૂ થાય છે... અને ચારેય એકબીજાના હંમેશાં માટે બની રહેવાના વચનો આપે છે...અને હસ્તમેળાપ પુર્ણ થાય છે....ચારેય વડીલોના આશિર્વાદ લઈ પોતાનો સુખી સંસાર માંડવા જઈ રહ્યા છે....

આ હતુ... સંબંધોનું...દિલોનું...પ્રેમ ભરેલા હૈયાઓનું કિસ્મત કનેક્શન... જે કોને ક્યાં લઈ જાય એ સમય સિવાય કોઈ કહી શકતું નથી.....!!!!

                             

: સંપૂર્ણ :


Rate this content
Log in