Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

કપરો કાળ

કપરો કાળ

3 mins
158


કપરો કાળ જીવનમાં આવે છે, પણ ઈશ્વર પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને આત્મવિશ્વાસની તલવારથી, એની સામે જંગ જીતી શકાય છે. કપરો કાળ ઘણું બધું શીખવી જાય છે. એ વોશિંગ મશીન જેવો છે. જેમાં મેલા કપડાં પણ ઉજળા થઈને નીકળે છે. કપરા સમયમાં ઈશ્વરનું સ્મરણ કરીએ છીએ એથી આપણો આત્મા પવિત્ર બને છે. અને ઈશ્વરની નજદીક થાય છે.

આજે હું મારા ઘરના બગીચામાં જોતી હતી. મધુમાલતીની વેલને ચાર વખત બકરી ચારો સમજીને ખાઈ ગઈ. પાંચમી વખત મધુમાલતીની વેલ ફરી ઊગી. મે જોયુ તો એના મૂળ જમીનમાં ખૂબ ઊંડે સુધી પથરાયેલા છે. આ વાત મને શીખવી ગઈ કે,ગમે તેવો કપરો કાળ આવે પણ ઈશ્વર પ્રત્યેની તમારી આસ્થા અને તમારો આત્મવિશ્વાસ મજબૂત હશે તો કોઈ કપરો સમય તમારું કઈ બગાડી શકવાનો નથી.

આ નાનકડી વાત મોટો સંદેશો દઈ જાય છે. તમે કોઈ બનાવ ને કેવી રીતે મુલવો છો એના પર તમારા સુખ દુઃખનો આધાર છે. દુઃખની હકારાત્મક બાજુ ઓ ને તપાસો સુખ બહાર ફળિયામાં ઊભેલું છે,જ્યારે દુઃખ તમારી પથારીમાં સૂતું હોય બસ નજરિયો બદલવાની જરૂર છે. પાનખર પછી વસંત ન આવે એ શક્ય જ નથી. વદ પછી સુદ ના આવે એવું બને જ નહિ. સુખ દુઃખનું ચક્ર તો ફર્યા જ કરે.

એક શેઠ હતા. ખૂબ ધનવાન હતા. નવો બંગલો બનાવ્યો. ખૂબ સુંદર બગીચો અને બધી જ ફેસિલિટી એમાં હતી. ખૂબ લોકોને આકર્ષી શકે એવો સુંદર બનાવ્યો હતો. ઘરનું ઉદઘાટન પણ રાખ્યું હતું. શેઠ ખૂબ ખુશ હતા પણ આગલે દિવસે ધરતીકંપ આવે છે અને એનો બંગલો પડી જાય છે. શેઠ ને લોકો ખબર આપે છે કે તમારો બંગલો પડી ગયો. પણ શેઠ ખૂબ હસવા લાગે છે. અને ઈશ્વરનો આભાર માને છે. બધા લોકો કહે છે,શેઠ ગાંડા થઈ ગયા છે. પણ શેઠ તો હસતા જ રહે છે. લોકો એને પૂછે છે "તમે કેમ હસો છો ?"ત્યારે શેઠ જવાબ આપે છે. "હું ઈશ્વરનો આભાર માનું છું કે હું રહેવા આવ્યો એના આગલે દિવસે મારો બંગલો પડી ગયો. હું આવ્યો હોત અને પછી પડ્યો હોત તો મારું આખું કુટુંબ એના નીચે દબાઈ જાત. મને અને મારા કુટુંબને બચાવવા માટે હું ઈશ્વરનો આભાર માનું છું. જીવતા રહેશું તો બંગલો બીજીવાર બનશે "

બસ આજ વસ્તુ માનવી પોતાના જીવનમાં બનતા બનાવો ને કઈ રીતે મૂલવે છે એના પર આધારિત છે. કપરો સમય પણ ચાલ્યો જશે ઘણું બધું જ્ઞાન આપશે,મુસીબતનો હલ આપશે, સુષુપ્ત પડેલ શક્તિઓને જાગૃત કરશે, એક નવી સફળતા તરફ દોરી જશે.

વધુ જુસ્સો વધુ હિંમત આપશે,સફળતાની ટોચ પર સવાર કરશે. જ્યારે વાવાઝોડું આવે છે ત્યારે ખરેલા પર્ણોને ઉડાડી રસ્તો સાફ કરે છે.

એમ જીવનમાં આવતો કપરો સમય આપણી ભીતર જે શક્તિ છે એના પર નકારાત્મકતા નો કચરો ચડી ગયેલ છે એને સાફ કરે છે. જેમ દર્પણ સાફ હોયતો પ્રતિબિંબ સારું દેખાય એમ રસ્તો સાફ હોય તો મંઝિલ જલ્દી પહોંચાય,આ રસ્તો સાફ કરવાનું કામ આ કપરો સમય કરે છે. ઝંઝાવાતો સામે ઝઝુમી ને જ માનવી સફળ બને છે. માનવીના સંપૂર્ણ વિકાસ માટે કપરો સમય ખૂબ જરૂરી છે.

એક ગામમાં બે ભાઈ હતા,મોટો ભાઈ ખેતી કરતો હતો. અને નાનો ભાઈ વેપારી હતો. એક દિવસ નાનો ભાઈ મોટા ભાઈ ની વાડીએ જાય છે. ખૂબ સુંદર ફળોથી લચી પડેલા વૃક્ષ ને જોઇને નાનો ભાઈ ખૂબ ખુશ થાય છે. અને મોટા ભાઈને કહે છે. મને પણ આ વૃક્ષ આપોને, મારે પણ આ ફળ ખાવા છે. મોટો ભાઈ મૂળિયાં સહિતનો છોડ નાના ભાઈને આપે છે, નાનો ભાઈ વિચારે છે આ છોડને હું ક્યાં વાવીશ ? વિચારે છે સામે ટેકરી પર વાવી દઉં ,પણ પવન બહુ લાગશે તો છોડ ઢળી જાશે, હું ઘરની બહાર વાવીશ તો લોકો ફળ ખાઈ જશે,એમ વિચારી એ ઘરમાં જ છોડ વાવી દે છે. એક વરસ થાય છે,અને વૃક્ષમાં ફળ આવતા નથી.

નાનો ભાઈ મોટા ભાઈ પાસે જઈને પૂછે છે તમે આ મને કેવો છોડ આપ્યો ? આમાં ફળ જ નથી આવતા,ત્યારે મોટો ભાઈ કહે છે ચાલ હું તારી સાથે આવું,અને જોવ કે શું થયું,મોટો ભાઈ જોવે છે કે નાના ભાઈએ છોડ એવી જગ્યા એ રોપ્યો હતો જ્યાં સૂર્યપ્રકાશ નાં મળે,ત્યારે મોટો ભાઈ સમજાવે છે. ઝાડના સંપૂર્ણ વિકાસ માટે,પવન,સૂર્યપ્રકાશ પાણી બધું જરૂરી છે. એવીજ રીતે માનવજીવન ના સંપૂર્ણ વિકાસ માટે ઝંઝાવાતો,મુસીબતો અને કપરો સમય જરૂરી છે,જેનાથી આત્મવિશ્વાસ અને જુસ્સામાં વધારો થાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational