chetan kapadiya

Tragedy Thriller

3  

chetan kapadiya

Tragedy Thriller

કમુબાનાં આંસુ

કમુબાનાં આંસુ

1 min
226


આજ મોહનભાઈનાં ઘરે ઉજવણીનો માહોલ હતો. પોતાનો અને પોતાની પત્નીનો આજે જન્મદિવસ હતો. પોતાની છોકરીઓ અને જમાઈ તરફથી કેક લાવવામાં આવી હતી. બધા ખુશ- ખુશાલ થઈ બાળકો જોડે ધીંગામસ્તી કરતા હતાં. 

આ બાજુ ૭ કિલોમીટર દૂરી પર મોટી છોકરીની સાસરીમાં વિધવા સાસુ કમુ બા પોતાના પતિની યાદ આવતા આંસુ સારતા હતાં અને પૌત્રને જોવાનું મન થતા પોતાના છોકરાએ કામ હોય તો કોલ કરવા આપેલ મોબાઈલ પરથી છોકરા નો નંબર લગાવતા હતાં. પણ અહીં કોઈ ફોને ઉપાડતું ન હતું. 

આ બાજુ કેક કટિંગ કરી બધા એકબીજાને ખવડાવતા હતાં જયારે કમુબા રોટલીનાં ટૂકડા ચાવતાં રોતા હતાં. કાળી મજૂરી કરી ભણાવેલ છોકરાએ માનો જન્મદિવસ ક્યારેય ઉજવેલ હોય એવું યાદ કરવાની કોશિષ કરતા કરતા મન મનાવતા હતાં "ભલે મારી જોડે નથી પણ એ બધા તો ખુશ છે ને "!


Rate this content
Log in

Similar gujarati story from Tragedy