ભારતવર્ષનાં મૂલ્યોનું વસ્ત્રાહરણ...!
ભારતવર્ષનાં મૂલ્યોનું વસ્ત્રાહરણ...!
એક લાડકોડથી ઉછરેલી પરિવારની દીકરી જયારે પતિ ના ઘરે જાય છે.... આનંદથી દિવસો અને સપનામાં મહાલતી છોકરીને એના પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધો વિશે જાણ થાય છે... એ એને સુધરવાનો મોકો આપે છે. પતિ સુધરવાની બાંહેધરી આપે છે. થોડા દિવસો પછી પતિની દૂરની બહેન થાય એવી સ્ત્રી સાથેના આડા સંબંધો બહાર આવે છે... આવા માનસિક વિકૃત છોકરાની કરતૂતોની જાણ દીકરી ઘરે કરે છે.
દીકરી નો ખાનદાન પરિવાર દીકરી ને એવું કહે તારા સાસુ સસરા ને વાત કરીએ બોલાવીને કદાચ એના માબાપ કહે એને તો એ સુધરે...
ખાનદાન વ્યક્તિ દીકરીના સાસરિયા ને વાત કરે છે તો દીકરીના સસરા દીકરીના ભાઈ ને એવું કહે છે મે તો મારાં છોકરા ને છૂટ આપેલી છે.
થોડા દિવસો બાદ છોકરી ના કાકા સસરા આવે છે સાથે દીકરી ના એ ગામ ખાતે ના સગા પણ હોય છે. કાકા સસરા એવું કહે છોકરી ને મોક્લો તો દીકરી ના મોટા પાપા એ એવું કહ્યું ઘરે તમારા ભાઈ અને ભત્રીજા ને પૂછ્યું છે તો દીકરીના કાકા સસરા કહે ના હું ફોન કરૂ એમ કહી ઘર ની બહાર નીકળી લગભગ અડધો કલાક વાત કરી કહે એ લોકો ના પાડે છે તો છોકરી ના મોટા પાપા કહે તો શું કામ અહીં આવ્યા છો.. ઘરે પૂછી ને આવવું ત્યાર બાદ દીકરી ના કાકા સસરા કહે ચાલો બીજી વાત કરીએ (અહીં બીજી વાત નો મતલબ તમારી જેમ જ હું છૂટાછેડા સમજુ છું). તો દીકરી ના મોટા પાપા સહેજ ગરમ થઈ કહ્યું હવે તમારે અહીં આવવું હોય તો ઘરે પૂછી આવવું બાકી અહીં આવવું નહિ.
હવે દીકરીના સસરા બીજા વ્યક્તિઓ ને કહે છે આ લોકો મને હેરાન કરે છે... મારી દીકરાવહુ ને મોકલતા નથી એમ કહી પાંચ થી છ માણસો ને મોકલે છે જે વાત કરતા પહેલા મોબાઈલ રેકોર્ડિંગ શરુ કરે છે.. હજુ ય દીકરીનો ખાનદાન પરિવાર એવું જ કહે છે કે અમારા જમાઈની જવાબદારી લો અને એને સમજાવી આવનારી 20 તારીખે આવજો. તો બીજા દિવસે દીકરી ના મોબાઈલ પર મેસેજ આવે છે "ઉપરથી ભગવાન આવે તોય હું તને લેવા નહિ આવું. "
p>
હવે ઓચિંતું એક દિવસ છોકરો આવે છે એની ભૂલ નો સ્વીકાર કરે છે અને એવું કહે છે કે આવું નહિ થાય તું ચાલ મારી સાથે.. દીકરી ને શંકા ગઈ કેમ અચાનક આવું ? દીકરી એ કહ્યું મને વિચારવાનો સમય આપો. બે ત્રણ દિવસ પછી દીકરી છોકરો નોકરી કરતો હોય ત્યાં જાય છે અને પોતાના પતિ પાસે મોબાઇલ માંગે છે. પત્ની ને ઓચિંતી આવેલી જોઈ હતપ્રત થયેલો પતિ મોબાઈલ જોવા આપવાની ના પાડે છે તો દીકરી મોબાઈલ લઈ આવે છે કે મને તમારો મોબાઇલ ચેક કરવાનો હક છે પણ દીકરી ઘરે પહોંચે તે પહેલા જ જમાઈ સિમ કાર્ડ બ્લોક કરાવી દે છે(અહીં તમારી જેમ જ હું સમજુ છું કે છોકરો પોતાના પાપ ને બ્લોક કરાવે છે ).
હવે દીકરી ને વિશ્વાસ આવી ગયો કે હજુ પોતાનો પતિ સુધર્યો જ નથી.
બીજું બાજુ પતિ ની બદલી થતા એ અન્ય શહેર મા વકીલનો સંપર્ક કરી અવનવાં દાવપેચ શીખે છે.
હવે છોકરી એ એક સલાહ કેન્દ્ર મા અરજી કરી ત્યાં છોકરા અને બંને પક્ષના સગા બોલાવેલ. અહીં પણ છોકરો દીકરી ને સ્વીકારવાની ના પાડે છે તો છોકરો સમાજ ના વડીલો ની સામે કહે સમાજ નું મેનુ લાવો એ પ્રમાણે આપી છૂટાછેડા આપી દઉં. તો કલ્યાણ કેન્દ્ર ના સરે એવું કહ્યું તારે છોકરી જો ના જોઈતી હોય તો મને લખી આપ.. હવે છોકરો ફસાતા એવું કહે હું સિગારેટ પી મસાલો ખાઈ આવી પછી લખી આપું. અને સીડી મા ઉતારતા બીભત્સ શબ્દો બોલતા બોલતા દીકરીના ભાઈના પગમાં ઠોકર મારી પાડી દીધેલ જેથી હાજર અન્ય છોડાવા પણ આવેલ. હવે છોકરા ના ફાધરે પોલીસ સ્ટેશન અરજી આપી અને દીકરીનો પરિવાર નોકરિયાત હોઈ બધા હેરાન થાય એ માટે કંઈ વાગેલ ન હોવા છતાં જાતે સિવિલ મા પડી રહે છે.
આ બાજુ છોકરાના કાકા અને પાપા વિચાર્યા વગર તદ્દન અવાસ્તવિક વાતો વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કરે છે.
જયારે દીકરીનો ખાનદાન પરિવાર કોઈ પણ જાત નો જવાબ આપતાં નથી તેમજ જમાઈના આડાસંબંધો ના પૂરાવા પણ વાયરલ કરતા નથી..
છૂટાછેડા...!!
દીકરીનું દર્દ..!