જન્મદિવસ
જન્મદિવસ
પોતાની અપંગ-અશક્ત મા લીલાબાનાં જન્મદિવસે શનિવારનો ઉપવાસ રાખતા લલિતભાઈ બા ને રાત્રિનું ફ્રિઝમાં મૂકેલું જમવાનું ગરમ કરી ખાવા જણાવી પોતાના પૂરા પરિવાર સાથે વૃદ્ધાશ્રમ/અશક્તાશ્રમનાં વૃદ્ધો ને જમાડી બાનો જન્મદિવસ મનાવવા નીકળી ગયાં.
રાત્રે થોડું મોડું થતા બા નો આવેલો ફોન મોઢું બગાડતા પોતાની પત્નીને પકડાવ્યો અને સ્પીકર ફોન રાખવા કહ્યું. સામે છેડે બા એ કહ્યું 'લલિત જમ્યો ? એને આજે ઉપવાસ છે.'
