Rajeshri Patel

Inspirational

4.0  

Rajeshri Patel

Inspirational

કમજોરી બની તાકાત

કમજોરી બની તાકાત

2 mins
200


આ વાર્તા હરિયાણાના પાણીપતમા રેહતા વિક્રમ સોઢાની વાત છે.

વિક્રમ પહેલેથી જ જરૂર કરતાં વધુ વજન ધરાવતો હતો. તેના લીધે તેનું શરીર પણ કદરૂપું લાગતું અને બધા તેની મજાક ઉડાવતા. પણ શું કરે ? તે પણ સાંભળી ને જતું કરી દેતો.

એક દિવસ વિક્રમના પિતાએ નિર્ણય કર્યો કે તેને ગુરુકુળમા તેને બે વર્ષ માટે ભરતી કરી દીધો. પણ આ નિર્ણયે તેની જીંદગી જ પૂરી બદલી નાખી. તેમના માટે આ નિર્ણય વરદાન સાબિત થયો. ત્યાં વ્યાયામ શાળા પણ હતી. ત્યાં દારાસિંહનામના ગુરુજી હતા. આ ગુરુજી થોડા સખત હતા તેથી વિક્રમને એક નવી જ જીંદગી આપી. વિક્રમને રોજ વ્યાયામ કરાવે અને કુસ્તી માટે પણ તૈયાર કર્યો. આગળ આગળ વિક્રમ ઘણી પ્રતિયોગિતા રમ્યો અને વિજયી પણ બન્યો.     

પાણીપતમા વિક્રમનું નામ છવાઇ ગયું. એક સમય એવો હતો કે લોકો વિક્રમ પર હસતા હતા, આજ એ જ લોકો વિક્રમની પ્રશંસા કરતા થાકતા નથી. આટલો બદલાવ આવવાનું કારણ વિક્રમની મેહનત હતી. વિક્રમે પોતાની કમજોરી ને પોતાની તાકાત બનાવી. મજબૂત શરીર અને દદ્ધ વિશ્વાસથી જ માણસના જીવનમાં બદલાવ આવે છે. આજ નો માનવી આળસુ અને અદોદરો બની ગયો છે. બહારના વાસી ખોરાક ખાવા, બેઠાંડુ જીવન,ના કંઈ મહેનત કરવી કેના પરસેવો પાડવો. આ બધા લક્ષણોથી શરીર સાવ નબળું , સાથે મન અને વિચાર પણ નબળા બની જાય છે.

આજના યુવા વર્ગને વિક્રમમાંથી બોધપાઠ લઈને પોતાની જાતને પણ વિક્રમ જેવી કાબિલ બનાવવી જોઈએ. સારા સ્વાસ્થ્યથી આપણુ તો સારું થાય સાથે દેશને પણ ફાયદો થાય છે. લોકો આપણામાંથી પ્રેરણા લઈને આગળ વધે તેવું કાર્ય કરવું જોઈએ. આજે પાણીપતમાં વિક્રમ ઘણી વ્યાયામ શાળા ચલાવે છે અને યુવા ધનને આગળ વધારે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational