કલેકટર
કલેકટર
એક શહેર હતું. ત્યાં એક ગરીબ માણસ રહેતો હતો. તે ગરીબ હતો પણ ખાનદાન હતો. આમ તો ભૂતકાળમાં તે ખુબ જ સુખી અને ધનવાન માણસ હતો, પણ સમયની ઠોકરને લીધે તે સાવ ગરીબ બની ગયો હતો. અને તેણે ભીખ માંગવાનો સમય આવ્યો હતો. એક વખત તે રસ્તા પર ટ્રાફિક સિગ્નલ પાસે ભીખ માંગતો હતો ત્યારે ત્યાંથી તે શહેરના કલેક્ટરની ગાડી નીકળી. સિગ્નલ બંધ હોવાથી ગાડી ત્યાં ઉભી રહી.
પેલો ગરીબ માણસ રૂપિયા બે રૂપિયાની આશાએ કલેક્ટરની ગાડી પાસે જઈ આજીજી કરવા લાગ્યો. ‘સાહેબ મને કંઇક મદદ કરો. ભગવાને તમને ઘણું આપ્યું છે.’ ત્યારે કલેક્ટરે તેણે મદદ કરવાને બદલે હડધૂત કરી ત્યાંથી કાઢી મુક્યો. ‘ભગવાને હાથ પગ આપ્યા છે તો મજુરી કરોને , ભીખ માંગતા શરમ નથી આવતી.’ પેલો ગરીબ માણસ બિચારો લાચાર પડી ત્યાંથી ચાલ્યો જાય છે.
એમ કરતાં ઘણો સમય પસાર થાય છે. એક વખત પેલો ગરીબ માણસ ભૂખ્યો તરસ્યો રસ્તા પર ચાલ્યો જતો હોય છે, ત્યારે તેને રસ્તા પરથી એક સફરજન મળે છે. તેણે ખુબ ભુખ લાગી હોવાથી સફરજન જોઈને તે ખુશ થઈ જાય છે. તે એ સફરજન ખાય છે. સફરજન ખુબ જ મીઠું હોય છે, તેણે આજ સુધી એટલું મીઠું સફરજન ક્યાય ખાધું હોતું નથી. સફરજન ખાધા બાદ તેમાંથી એક બીજ નીકળે છે. આ બીજ જોઈને એ માણસને વિચાર આવે છે કે ‘જો આ બીજને ઉગાડવામાં આવે તો આવા બીજા મીઠા સફરજન મેળવી શકાય.’ આમ વિચારી તે પોતાની ઝુંપડીની પાછળ એ બીજ વાવી ડે છે.
બીજા દિવસે તે વાવેલું બીજ જોવા જાય છે તો તેની આંખો ફાટીને ફાટી રહી જાય છે. ગઈ કાલે જે જગ્યાએ બીજ વાવ્યું હતું તે જગ્યા ઉપર સફરજનનું એક મોટું ઝાડ ઉગી નીકળ્યું હોય છે. અને તેની પર મોટા મોટા સફરજન આવી ગયા હોય છે. આ જોઈને પેલો માણસ ખુશ ખુશ થઈ જાય છે. તે એક સફરજન તોડીને ચાખે છે. તે સફરજન પોતે ખાધું હતું એવું જ મીઠું હોય છે. તેણે ઝાસ્દ ઉઅપરથી સફરજન ઉતારી વેચવાનું શરુ કર્યું. તેના સફરજન લોકોને એટલા પસંદ આવ્યા કે ધીમે ધીમે તેનો સફરજનનો ધંધો મોટો બની ગયો. છેક વિદેશ સુધી તેના સફરજન વેંચાવા લાગ્યા. અને સમય જતા તે ગરીબ માણસા પાછો ધનવાન બની ગયો.
બીજી બાજુ પેલા કલેકટર સાહેબ ખુબ મોટો પગાર મળતો હોવા છતાં, લોકોનું ખોટું કામ કરવા માટે લંચ રુશ્વત લેતા હતા. પણ એક દિવસ તેઓ લાંચ લેતા પકડાઈ જાય છે. અને તેમણે નોકરી ગુમાવાનો વારો આવે છે. નોકરી ચાલી જવાથી તેમના ઘરમાં પૈસાની અછત ઉભી થાય છે. તેની પત્ની પણ બાળકોને લઈને પિયર ચાલી જાય છે. કલેકટર સાહેબ સાવ ગરીબ ભિખારી બની જાય છે. તેમણે ભીખ માંગવાના દિવસો આવે છે.
એક દિવસ એ કલેકટર એક ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા હોય છે ત્યારે પેલો ગરીબમાંથી અમીર બનેલો માણસા ત્યાંથી નીકળે છે. તે કલેક્ટરને ઓળખી જાય છે. તે પોતાની ગાડી ઉભી રાખી કલેક્ટરને પોતાની પાસે બોલાવે છે. અને જૂની વાત યાદ અપાવી પોતાની ઓળખાણ આપે છે. કલેક્ટરને યાદ આવે છે કે ‘એકવાર મે આજ માણસને ભીખ આપવાની ણા પડી હતી, અને આજે મારે એ જ માણસા પાસે ભીખ માંગવાનો સમય આવ્યો.’ પણ પેલો ગરીબમાંથી અમીર બનેલો માણસ કલેક્ટરને મેણા મારવાને બદલે થોડાક પૈસા આપી નાનો ધંધો ચાલુ કરવા આર્થિક મદદ કરે છે.
આ જોઈ કલેકટર રડી પડે છે. અને પોતે કરેલી ભૂલ બદલ માફી માંગે છે. સમય કયેરાય, કોઈને પણ એક સરખો નથી ચાલતો. પરિવર્તન આ સંસારનો નિયમ છે. એટેલ માણસે ગરીબીમાં હિંમત અને અમીરીમાં ઉદારતા રાખવી જોઈએ.
