Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4.0  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

કેયુરની દિવાળીની અનોખી ઉજવણી

કેયુરની દિવાળીની અનોખી ઉજવણી

3 mins
201


કેયૂર આજે ખૂબ ખુશ હતો. કેમકે આજે એના પપ્પા એને નવી ગાડી, નવા કપડાં અને ફટાકડા અપાવી દેવાના હતા. એનો હરખ ક્યાંય સમાતો નહોતો. સવારે વહેલા ઊઠી અને નાસ્તો પાણી કરી એ તૈયાર થઈ ગયો હતો.

આમ તો કેયૂર દર વર્ષે નવી સાયકલ ફટાકડા અને કપડાં પાછળ હજારો રૂપિયા ખર્ચી નાખે, અને પૈસા પાણીની જેમ વાપરે, કેયૂર ધનિક પિતાનું એકનું એક સંતાન અને વળી લગ્નના પાંચ વર્ષ પછી એનું આગમન થયું, એટલે ખૂબ લાડકોડમાં ઉછરેલો, પાણી માગે ત્યાં દૂધ હાજર થઈ જતું. અને બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ જતી. જતીન ભાઈ પણ ગરીબીમાં ઉછરીને ધનિક બન્યા, એટલે બચપણમાં પોતે જે તકલીફો બેઠી એ કેયુરને વેઠવી નાં પડે એટલે સખત મહેનત કરતા, પૈસે ટકે ખૂબ સમૃદ્ધ હતા. કેયૂર માટે હર દિવાળીમાં લાખો રૂપિયા ખર્ચતા, પણ લાડકોડનાં હિસાબે કેયૂર થોડો જિદ્દી બની ગયો હતો. વાત વાતમાં ગમે તેવું અપમાન કરી નાખતો. અને થોડો અહંકારી પણ બની ગયો હતો. જતીન ભાઈ એના આ વલણને લઈને ખૂબ ચિંતિત હતા. શિખામણથી કોઈ ફરક પડતો નહોતો. જતીન ભાઈ હંમેશા પ્રાર્થના કરતા કે કેયૂર માનવતાની કિંમત સમજે, લોકો પ્રત્યે હમદર્દી હોય, દયાળુ હોય બીજાને મદદરૂપ થવાની ભાવના હોય, અને આ વિચાર ને સિદ્ધ કરવા, જતીન ભાઈ કેયૂરને કહે છે" બેટા આ વખતે આપણે મોંઘા મોલ કે ઓનલાઈન કપડાંની ખરીદી નહિ કરીએ, આપણે નાનકડી દુકાનોમાં જઈશું, જેથી એ લોકો બે પૈસા કમાઈ શકે" પણ કેયૂર કહે છે, "મને બ્રાન્ડનાં કપડાં એ નાની દુકાનોમાં નહિ મળે" એના પિતાની ખૂબ સમજાવટ પછી એ નાનકડી દુકાનમાં જવા રેડી થઈ જાય છે.

જતીન ભાઈ એને ગામમાં ગલીમાં આવેલી નાનકડી દુકાનમાં લઈ જાય છે, જ્યાં કેયુર જેટલી જ ઉંમરનો એક યુવક કામ કરતો હોય છે. અને કેયુર ને એના પિતાને જોઈ એ ખૂબ ખુશ થાય છે. પણ કેયુર એક પણ કપડાંની ખરીદી કરતો નથી. સાંજ પડી ગઈ હોય છે. કેયુર તેના પિતાને મોલમાં જવા જિદ કરતો હોય છે, ત્યારે યુવક કહે છે "બાબુજી થોડા કપડાંની ખરીદી કરો ને, તો અમારી દિવાળી સારી જાય, અમે પણ બે ટંક નાં રોટલા ભેગા થઈયે, બાબુજી પ્લીઝ એની આંખમાં આંસું આવી જાય છે, અને એના એ આંસુ એટલા અસરકારક રહ્યા કે, કેયુરનું હૃદય પરિવર્તન થાય છે. અને ઘણા બધા કપડાંની ખરીદી ત્યાંથી કરે છે. એ જોઈ એ યુવાન ખૂબ રાજી થાય છે. અને એના ચહેરા પર ખુશી જોઈ, કેયુરને અનોખી ફિલિંગ થાય છે. તે યુવાનની માહિતી લે છે. અને એના ભણતર વિશે પૂછે છે, ત્યારે યુવાન કહે છે, "એના પિતા બીમાર છે અને ઓપરેશન માટે પચાસ હજારનો ખર્ચ થશે, નાના ભાઈ બહેન છે મમ્મી છે, એનું ભરણ પોષણ મને કરવું પડે એટલે મે ભણતર છોડી દીધું છે. નહિતર મને પણ સોફ્ટવેર એન્જિનિયર બનવું હતું."

યુવકની વાત સાંભળી કેયુર તેના પિતાને કહે છે, ડેડી મને નવું બાઈક નથી લેવું, તમે આ યુવકના પિતાને ઓપરેશન માટે પૈસા આપો અને હવે આ યુવક ભણશે હું નવા કપડાં કે નવી બાઇક કે મોંઘા મોલમાં જઈ ખર્ચ નહિ કરું, ફટાકડા નહિ ફોડું એના બદલે આ યુવકની ફીસ ભરીશ, તે એન્જિનિયર બનશે તો એના માતાપિતા કેટલા ખુશ થશે !

આ વાત સંભાળી યુવકની આંખો અનરાધાર વહે છે, અને કેટલીય દુઆ કેયુરને આપે છે. કેયુર નાં પિતા ખૂબ ખૂબ ખુશ હતા. અને કેયુર ને પણ એટલી અજબ ખુશી થઈ અને એ ક્યારેય એવી ખુશીનો અહેસાસ કપડાં ખરીદવા કે બાઈક લેવાથી નહોતો થતો.

આમ કેયુરે અનોખી રીતે દિવાળીની ઉજવણી કરી, કોઈની જિંદગીમાં અનોખો ઉજાસ આપી પોતાનું જીવન પ્રકાશમાન બનાવી લીધું. અને એ યુવક એનો મિત્ર બની ગયો. દિવાળીની ઉજવણી બધાયે સાથે મળીને કરી. બધાના ચહેરા પર એક અનોખી રંગત હતી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational