કામ કોનું ?
કામ કોનું ?
સવારના નવ વાગ્યામાં ડોરબેલ વાગતા સચિને દરવાજો ખોલી કચરાપેટી કચરો લેવા આવેલા બેનને આપી, દરવાજો બંધ કર્યો ત્યાંજ સોફા પર બેસી માળા ગણતા સંતોકબેને ગુસ્સામાં સચિન સામે મો મચકોડ્યું.
આ જોઈ ચિન્ટુ એ પુછ્યું, 'કેમ દાદી ગુસ્સો કર્યો પપ્પા પર ?'
'અરે બેટા, આ સ્ત્રીઓનુ કામ છે, આ સ્ત્રીઓના કામ કરતાં પુરુષને લોકો જુએ તો કેટલી શરમ લાગે...
હં...અ..
“દાદી, મમ્મી રોજ ઓફીસ જાય છે ત્યારે એને પણ રોજ કેટલી શરમ લાગતી હશે નહી !” ચિન્ટુ સાવ ભોળા મને બોલી ઉઠ્યો.