કાગળ પર લીસોટા
કાગળ પર લીસોટા
વાત મારા પ્રાથમિક શાળાની છે.. હું લગભગ પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો, સમય અને સંજોગો તો ચોક્કસ યાદ નથી, છતાં પણ એક ઘટના બિલકુલ યાદ છે.
એટલે કે સવારની શાળામાં વે'લા પહોંચવાની તાલાવેલીમાં એક સવારે હજુ તો શાળાના દરવાજા ખુલ્લા એજ જ સમયે પહોંચી ગયો.
ત્યારે ઓસરી વાળવા માટે થઈને સાવરણી લઈને હું તૈયાર હતો.
શિક્ષકોમાં પ્રિય થવાની જાણે સ્પર્ધા લાગી હોય એમ એમ શાળાના કાર્યો કરવા માટે અમે હંમેશા તત્પર રહેતા હતાં. ઓસરી વાળતા વાળતા મને એક કાગળ મળ્યો.
આ કાગળ સાવ કોરો હતો માત્ર પેન્સિલના 3 આડા અને 2 ઊભાં લીટા માર્યા હતાં, હું વિચારમાં પડી ગયું કેવો અધૂરું કાર્ય કરેલું કાગળ કોનો હશે ?
મેં મારા પ્રિય શિક્ષક રામ સર પાસે જઈને એ કાગળ બતાવ્યો, રામચરણ આશ્ચર્યચકિત થઈ ગયા. કાગળ તો મેં કાલે ઘનશ્યામ ને આપ્યો હતો એક ચિત્ર દોરવા માટે એ માત્ર એક લીટી દોરી ને આપેલો હતો અને પાંચ લીટી દોરી ને સર વિચારતા વિચારતા મને જણાવે છે, ઘનશ્યામ આવે તો બોલાવી ને લાવ થોડીવાર પછી ઘનશ્યામ આવ્યો એટલે મેં બોલાવીને સર ની પાસે મોકલ્યો. થોડીવાર પછી પ્રાર્થના સભાથી પ્રાર્થના સભામાં રામસર ઊભા થઇ ઘનશ્યામની આગળ બોલાવ્યો અને કહ્યું કે આ બાળક ખુબ સરસ ચિત્ર દોરે છે પરંતુ ચિત્ર દોરવા માટે અને રંગ પૂરવા માટે એની પાસે પૈસા નથી તેથી ગઇકાલના ચિત્રમાં એ માત્ર પાંચ લીટી દોરેલ છે એટલા માટે આજે હું તમારા સૌની સામે ઘનશ્યામ ને એક ચિત્રકલાની બુક અને આખું વર્ષ ચાલે કેટલાક કલર લઈ આપું છું જો બીજા કોઈ વ્યક્તિઓ તમારામાંથી કલર કે ચિત્રકલાની બુક લઇને શકતા હોય તો મને જણાવજો મારી પાસે આવેલા તમામ ને હું ચિત્રકલા ની બુક અને આખા વર્ષના કલર લઈ આપીશ આમ રામસર એક અલગ પ્રકારનો દાખલો અમારી શાળામાં બેસાડ્યો કાગળ પર થી સમજી જનાર આ અમારા રામસર જેવા બીજા કોઈ સર દુનિયામાં હોય ચોક્કસ અમારા જેવા લોકોનો પણ થઈ શકે.
