Kinjal Pandya

Inspirational

3  

Kinjal Pandya

Inspirational

જરૂર છે હવે ચક્રધારી તારી.

જરૂર છે હવે ચક્રધારી તારી.

5 mins
741


यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।

अभ्युत्थानमधमँस्य तदात्मानं सृजाम्यहम।।

જરૂર છે હવે ચક્રધારી તારી....

આમતો તમને બધાને અંદાજ આવી ગયો હશે..અને મારા લખવા ન લખવાથી કંઈ ઝાઝો ફેર નથી પડવાનો. પરંતુ મારામાં રહેલ એક કવિ કે લેખક ચૂપ ન બેસી શકે. મેં કશે નાટક જોયું છે કે એક લેખક ક્રાંતિ લાવી શકે છે એક ક્રાંતિકારી પેદા કરી શકે છે. એક લેખકની કલમ સાચા સમયે તો ઉઠવી જોઈએ એવું મેં મારા ભાઈ પાસે સાંભળ્યું છે..

જરૂર છે હવે ચક્રધારી તારી. હે માધવ જ્યારે જ્યારે ધર્મ અને અને ભારત દેશને તારી જરૂર પડી છે, ત્યારે ત્યારે તે અવતાર લીધો છે. લોકકલ્યાણ કાજે, દેશ કલ્યાણ કાજે, તે જ કહ્યું છે કે, હું આવીશ તુ આવ્યો પણ છે આજે તારી જરૂર પડી છે માધવ તારી જરૂર પડી છે. દેશમાં બધે અરાજકતા વ્યાપી છે, હિંસા ભ્રષ્ટાચાર જ્યાં જોઈએ ત્યાં કંઈ ને કંઈ ઉત્પાત મચ્યો જ રહે છે, સરહદ પર દેશના સૈનિકો શહીદ થાય દેશ માટે. અને દેશ પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ આંધળી દોટ મૂકી રહ્યો છે. વેલેન્ટાઈન ઉજવી રહ્યો છે.

એવું નથી કે મેં નથી ઉજવ્યો આમાંથી હું પણ બાકાત નથી. એક તરફ જ્યારે કોઈનો દીકરો, કોઈનો ભાઈ, કોઈનો પતિ, કોઈનો પિતા શહીદ થાય છે અને બીજી બાજુ દેશ વેલેન્ટાઈન ડે કે જે પ્રેમનો દિવસ છે તે ઉજવે છે. આ શું થઈ રહ્યું છે દેશમાં ?આ એ જ ભારત દેશ છે. જેના મહાન સંતો મહાન ઋષિમુનિઓએ, મહાન યોદ્ધાઓ આ દેશ માટે પોતાના પ્રાણ હસતા હસતા આપતા. આજે એ જ દેશ પાંગળો થતો દેખાય છે.

હે ચક્રધારી હવે જરૂર છે તારી. દેશના દરેકે દરેક માણસમાં આવવાની એક વિચાર બની, એક પ્રેરણા,બની દેશદાઝ લગાડવાની જરૂર છે તારે. પ્રેમના દિવસે પ્રેમ કઈ રીતે ઉજવાય એ સમજાવવાની જરૂર છે તારે. તું જ અર્જુનનો સારથિ બનીને એને સાચું જ્ઞાન આપે છે અને તું જ ચક્ર ધારણ કરે છે, તુજ વિદુરના ઘરે જઈ જમે છે, દ્રૌપદીનો મિત્ર બની એના ચીર પૂરનાર તું જ છે.

તું તારા પ્રેમના સમયે મૌન રહ્યો એમાં પણ કોઈ ચોક્કસ કારણ જ હશે, નહીં તો ચક્રધારી પ્રેમ ના કરી શકે એ માનવામાં ન આવે ! તારા જેવો મહાન પ્રેમી આ જગમાં ન ભૂતો ન ભવિષ્યતિ.

તો આ જ પ્રેમના દિવસે સરહદ પર આપણા જવાનો શહીદ થાય છે ત્યારે લોકોનો એમના માટેનો પ્રેમ ક્યાં જાય છે ? આજે જરૂર છે સ્કૂલોમાં ફરજિયાત સૈનિક તાલીમની, આજે દેશને જરૂર છે તારા જેવા યુવાનની, થનગનાટ અનુભવતા યુવાનની જરૂર છે, કૃષ્ણ હવે જરૂર છે તારી. દરેકના હૈયામાં જન્મ લેવાની જરૂર છે તારી... દેશના રક્ષણ કાજે પોતાની જાનની આહુતિ આપતા શહીદોના પરિવારને સાચવવાની જરૂર છે તારી.

● બસ એક મારો વિચાર કહેવા માંગુ છું.

ફક્ત થિયેટરોમાં દેશભક્તિના પિક્ચરો જોવાથી કે ૧૫મી ઓગસ્ટે કે ૨૬મી જાન્યુઆરીએ સ્ટેજ પર ઊભા રહી ખોટા ઠઠારા કરવાથી દેશભક્ત નથી બનાતું ! જાઓ અને જુઓ સરહદ પર શું થઇ રહ્યું છે ?આપણા ભાઈ બહેનો ત્યાં કેવી રીતે જીવી રહ્યા છે ? ત્યાં શું ચાલી રહ્યું છે ? એ બતાવી લોકોને જાગૃત કરવાની જરૂર છે. આપણે પરદેશ નું અનુકરણ કરીએ છીએ ને ! તો સાંભળો..

મેં વીડિયોમાં જોયું છે કે, કસે સાંભળ્યું પણ છે. પરદેશીઓ પોતાના સૈનિકોને ખૂબ જ માન આપે છે એરપોર્ટ પર, રસ્તા પર કે પછી રેલવે સ્ટેશનો પર. જેવા એ લોકો દેખાય કે બંને સાઇડ ઉપર ઊભા રહીને તાળીઓના ગડગડાટ સાથે એમનો આભાર માને છે. અને આપણે ?અને આપણે.. આપણા દેશના સૈનિકોના શહીદી પર બે મિનિટ મૌન પણ નથી રાખી શકતા. આપણા દેશની કરુણતા છે અને વાસ્તવિકતા પણ, જે સાચી છે અને કડવી છે.

પણ એક લેખક તરીકે મારી જે ભાવના છે તે હું પ્રગટ કરું છું .હું પણ તમારા જેવી જ છું બે દિવસ મને પણ મનમાં લાગશે અને હું પણ ભૂલી જઈશ, પણ ના, હવે આ લાગેલી આગ જલ્દી ઓલવાઈ એમ લાગતી નથી! હમણાં જ મેં "બ્રીજરાજ ગઢવી"ને સાંભળ્યા એ કહેતા હતા કે શહીદોની કોઈ જાત નથી હોતી એ લોકો ફક્ત અને ફક્તમાં ભારતીનું જ વિચારી દેશની રક્ષા કરતા હોય છે, એક ચારણ તરીકે જોરદાર છે એમને સાંભળ્યા પછી આપણે પણ કંઈક તો લખી જ શકીએ એવું લાગે મને તો આપણે પણ જાત પાત પર જઈએ.

અને હા..આરક્ષણ માટે જે લોકો દેશની સામે થયેલા એ બધા ને જ જો એમનું કામ પત્યું હોય કે ના પત્યું હોય પરંતુ દેશના દુશ્મનોને પતાવનાર પોતાનુ જીવન આપનાર શહીદના પરિવારે વહારે ચડવાની જરૂર છે તો. દેશની સામે થવાને બદલે દેશની સાથે થવાની જરૂર છે, આપણી પણ ફરજ છે કે હવે એમના પરિવારના સભ્યોને સાંત્વના આપી સાથ આપીએ. એમના દુઃખો તો દૂર નથી કરી શકવાના, એમનો દીકરો તો પાછો નથી આપી શકવાના, પરંતુ એમની સાથે આ દેશ ઉભો છે એ બતાવી તો શકીએ.

અને બીજી વાત હમણાં જ થોડા દિવસ પહેલાં મેં મોરારીબાપુના ઇન્ટરવ્યુમાં સાંભળેલું એમને પૂછવામાં આવ્યું એમના અને પ્રધાનમંત્રીના સંબંધો વિશે, એમણે ખૂબ ધારદાર અને સચોટ જવાબ પણ આપેલો પરંતુ છેલ્લે એમણે કહ્યું હતું કે , "રાજનીતિ મેં રહેલો રહેલો માણસ સામ-દામ-દંડ-ભેદ ઠીક લાગે એ પ્રમાણે વર્તે છે, પરંતુ એ વાત તો ચોક્કસ કહીશ કે "આપણા પ્રધાનમંત્રીની રાષ્ટ્રભક્તિ પર કોઈ આંગળી ન ઉઠાવી શકશે "

તો એમના અને બ્રીજરાજ ગઢવીના શબ્દોને અનુસરીને આપણા પ્રધાનમંત્રી ઉપર આટલો તો વિશ્વાસ મૂકી શકું છું. કારણે બંને મારા આદરણીય છે તો આપણા પ્રધાનમંત્રી ઉપર વિશ્વાસ મૂકી અને આગવી અથવા આવનારી સર્જીકલ સ્ટ્રાઈકની રાહ જોઈએ. દેશનાને સાથ આપીએ. બસ એ જ

વંદે માતરમ જય હિંદ ભારત માતાકી જય.

એક ભારતીય નાગરિક


Rate this content
Log in

Similar gujarati story from Inspirational