જંકફૂડ
જંકફૂડ
હિતેશ હંમેશા ખાવા-પીવામાં ખૂબ જ ચોખ્ખાઈ અને ચીવટ રાખતો. તે હંમેશા ઘરનું જ ભોજન ખાતો, બહારનું કંઈપણ આલતુ-ફાલતુ જંકફૂડ, નાસ્તો કે ઠંડાપીણા ક્યારેય ખાતો-પીતો નહોતો. તેના બીજા દોસ્તોની જેમ તે ક્યારેય હોટલમાં જમવા પણ જતો નહીં. સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ સભાન અને સાવચેત હતો.
એક દિવસ હિતેશના એક ખાસ દોસ્તનો જન્મદિવસ હતો, એટલે તેના દોસ્તો પરાણે તેને હોટેલમાં જમવા લઈ જાય છે. હિતેશ દોસ્તો સાથે જંકફૂડ ખાઈ છે અને ઠંડાપીણા પણ પીવે છે.
દોસ્તો સાથે હોટેલમાં જમી મોજ-મસ્તી કરીને હિતેશ ઘરે આવે છે. રાતના મોડેથી હિતેશની ઊંઘ ઊડી જાય છે.
અચાનકથી સોસાયટીમાં રાતના ૧૦૮ દાખલ થઈ. ૧૦૮ ના અવાજથી સોસાયટીના લોકો ભેગા થઈ ગયા. ૧૦૮ એક બંગલે આવી ઊભી રહી. બંગલામાંથી જે બેહોશ વ્યક્તિને ૧૦૮માં સુવડાવવામાં આવી તે વ્યક્તિને જોઈ સૌ કોઈ દંગ રહી ગયા.
