ઝરણાંનો સંદેશ
ઝરણાંનો સંદેશ
એક નાનકડું ઝરણું જીવવા માટે નો મોટો સંદેશ દઈ જાય છે. કેટલું ઊંચેથી પડે છે તોય ક્યાંય ફરિયાદ નથી મનમાં ક્યાંય કચવાટ નથી.
કલ કલ કરતું વહેતું જાય છે ઝરણાંમાં સંગીત છે ક્યાંય ઘોંઘાટ નથી આસપાસનું માહોલ પણ કેવું સુંદર બનાવે છે !
એને કાંઠે પંખીડાઓ પાણી પીવે છે. નાના બાળકો એના કાંઠે રમે છે.
એ એટલું અધ્ધરથી પછડાઈ છે તોય ગાતું અને હસતું હસતું જાય છે એના ચહેરા પર કોઈ પીડા નથી. એના હોઠ પર કોઈ ફરિયાદ નથી. બસ ગાય છે ઉછળકૂદ કરે છે. એક મુગ્ધ કન્યાની જેમ લચકતી કમરે દરિયા તરફ પ્રયાણ કરે છે.
તેના સંગીતમાં આનંદ છે રાહ પર આવતા પથ્થર કંકર માટે કોઈ કચવાટ નથી. બસ ! એતો વહ્યે જ જાય છે સતત ને સતત અવિરત ક્યાંય પણ રોકાયા વગર ઉછળકૂદ કરતું દોડ્યે જ જાય છે. કોઈ ખીણ કોઈ પથ્થર એને રોકી શકતું નથી બસ ! એને નક્કી કર્યું છે દોડવું જ છે. બસ એ નાના ઝરણાં ને કોઈ દરિયો બનવાની તમન્ના નથી. પણ કોઈ એની રાહ રોકી શકતું નથી. બસ મનમાં છે સતત અવિરત વહેવું છે.
બસ ઝરણાં ને પેલે પાર એટલે ધ્યેયની પ્રાપ્તિ પણ આ પ્રાપ્તિ માટે અડગ મનોબળ રાહમાં ગમે તેવી મુસીબતો આવે તો પણ ઝરણાંની જેમ સતત વહેતા રહેવું અવિરત કાર્ય કરતા રહેવું. મનમાં છે સફળ થવાની આટલી જ ધૂન જો પર્વત પણ આવશે તો ઠોકર લગાવી દઈશ. બસ આ જ દ્રઢ નિર્ધાર માનવી ને ધ્યેય પ્રાપ્તિ સુધી લઈ જાય છે.
રાહમાં આવતી તકલીફો માટે મનમાં કચવાટ નહીં પણ એક તક તરીકે જોવી. એવો સંદેશ આ ઝરણું આપી જાય છે.
બીજું સતત વહેતા રહેવું અર્થાત્ સમયની સાથે પ્રગતિ કરવી બંધિયાર હંમેશા ગંધાઈ જાય છે વહેતું રહેવું સમયની સાથે પ્રગતિ કરવી સમયની સાથે ચાલનાર હંમેશા સફળ થાય છે. બસ એક સુંદર ઝરણું મનમાં પણ છે. બસ આ સુમધુર વાણી સુમધુર વિચારો હંમેશા તંદુરસ્તી અને સફળતા બક્ષે છે.
એક નાનકડું ઝરણું મને કહી ગયું કાનમાં.
જવું છે પેલે પાર તો રાખો મનમાં શ્રદ્ધા અપાર.
કર્મની જાદુઈ છડી ફેરવી મેળવો સફળતા અપરંપાર.
