જેવો સંગ તેવો રંગ
જેવો સંગ તેવો રંગ


એક નાનકડું ગામ હતું. તેની નજીકમાં એક મોટું ઘાટ જંગલ હતું. એ જંગલમાં ઘણા બધા પશુઓ, પક્ષીઓ અને જીવા-જંતુઓ રહેતા હતાં. તે જંગલમાં એક પોપટ અને તેની પત્ની રહેતા હતા. એકવાર ઘરે બે બચ્ચાનો જન્મ થયો. બચ્ચા ધીરે ધીરે મોટા થવા લાગ્યા.
એકવાર આ જંગલમાં ભયાનક તોફાન અને વાવાઝોડું આવ્યું. આ તોફાનમાં બંને એકબીજાથી અલગ થઈ ગયા. એકને ત્યાંથી પસાર થતા સાધ્ય પોતાના આશ્રમમાં લઈ ગયા. જયારે બીજો પોપટ જંગલમાં શિકાર કરવા આવેલા શિકારીના હાથમાં આવી ગયો. આમ બંને બચ્ચા બે અલગ અલગ જગ્યાએ મોટા થવા લાગ્યા. સાધુને ત્યાં રહેતું પોપટનું બચ્ચું આજુબાજુનું વાતાવરણ જોઈને રામનું નામ, અને સત્ય વચનો શીખવા લાગ્યું. તેનામાં સંસ્કાર આવ્યા. તે સરસ મજાની મીઠી વાણી બોલવા લાગ્યો. લોકો તેને સાંભળવા આવવા લાગ્યા.
બીજું શિકારીને ઘરે હતું. શિકારીના ઘરનું વાતાવરણ અસંસ્કારી હતું. અખો દિવસ બધા ઝઘડા કરતાં અને એકબીજાને ગાળો બોલતા. આ બધું જોઈને બીજું બચ્ચું પણ આવું જ બધું શીખ્યું. હવે એવું બન્યું. કે પોપટના બંને બચ્ચા ભેગા થઈ ગયા. શિકારીએ પેલા બીજા બચ્ચા પર જાળ નાંખી અને તેને પોતાના ઘરે પકડીને લઈ ગયો. તેને જોયું કે બીજા દિવસે સવાર પડી એટલે પેલો સંસ્કારી પોપટ તો રામ રામ બોલતા ભાગવાનું ભજન કરવા લાગ્યો. જયારે બીજો પોપટ તો ઉઠો એવો ગાળો જ બોલવા લાગ્યો.
હવે એક દિવસ આ શિકારી પોપટને લઈને એક રાજાને ત્યાં વેચવા માટે ગયો. રાજાને બંને પોપટ ગમ્યા. તેને બંને પોપટની કિંમત પૂછી. વેપારી એ કહ્યું, આ પોપટની કિંમત પાચ રૂપિયા છે. જયારે આ બીજા પોપટની કિંમત પાંચસો રૂપિયા છે. આ સંભાળીને રાજાને નવાઈ લાગી. એક જ જેવા બે પોપટની કિંમત જુદી જુદી કેમ. ત્યારે શિકારીએ રાજાને કહ્યું, એતો બંને ના સંસ્કાર જુદા જુદા છે એટલે. રાજાએ બંને પોપટની કિંમત આપી બંને પોપટ ખરીદી લીધા. અને પોતાના મહેલમાં રાખી દીધા.
બીજા દિવસે સવાર પડી એટલે રાજા એપેલા સંસ્કારી પોપટ પાસે ગયો. ત્યેર તે પોપટે રાજાને પ્રણામ કર્યા અને રામ રામ કર્યા. રાજા તો ખુશ થઈ ગાયો. પછી રાજા બીજા પોપટ પાસે ગયો. બીજો પોપટ તો રાજાને જોઈને ગાળો જ બોલવા લાગ્યો. આ સાંભળી રાજાને ખુબ જ ગુસ્સો આવ્યો. તેમને પોપટને મારવા પોતાની તલવાર કાઢી. પણ પેલા સંસ્કારી પોપટે રાજાને અટકાવ્યા. મહારાજ તે મારો જ સગ્ગો નાનો ભાઈ છે. પણ મારો ઉછેર એક સાધુના ઘરે થયો છે એટલે મારામાં સંસ્કાર છે. જયારે મારા નાના નો ઉછેર એક શિકારીને ઘરે થયો છે, એટલે તેનામાં કુસંસ્કાર આવ્યા છે. તેને માફ કરી દો. એટલે રાજને આખી વાત સમજાઈ ગઈ. તેને બંને પોપટને મુક્ત કરી દીધા.