જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ
જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ
એક પરિવારે જમણવાર કર્યો અને તેમાં ખીર બનાવી હતી. અને ખીર પીરસનાર વ્યક્તિ, વારંવાર ખીરના પાત્રની અંદર નિરીક્ષણ કરતા હતા. ત્યારે ત્યાં બાજુ માં ઉભેલા વડીલે પૂછ્યું ,
"શું જુવે છે તું?"ત્યારે એ વ્યક્તિ જવાબ આપે છે, "કે હું એ જોવ છું કે ખીરમાં માખી પડી છે". ત્યારે એ વડીલ ખીરના પાત્રમાં નજર કરે છે. અને કહે છે, "માખી ખીરમાં નથી પણ તે પહેરેલા ચશ્માના કાચ પર માખી બેઠી છે તું સાફ કરી નાખ એને"
આપણું કઈક આવું જ છે, એટલે જ આપણે ત્યાં કહેવત છે, "જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ" આપણે જેવા રંગના ચશ્મા પહેરશું, એવુંજ જગત આપણને નજરે પડશે. એટલે શંકા ના ચશ્મા કાઢશું, તો જ આપણાને વાસ્તવિકતા સમજાશે. છાશનું એક બુંદ પૂરા દૂધને ફાડી નાખે છે. શંકાનું એક બુંદ પૂરા પરિવારને વેર વિખેર કરી નાખે છે. શંકા તો ઝેર સમાન છે.
