STORYMIRROR

Thakkar Nand

Fantasy

3  

Thakkar Nand

Fantasy

જેવા સાથે તેવા

જેવા સાથે તેવા

1 min
329

એક ગામ હતું. એ ગામમાં કરિયાણાની એક દુકાન હતી. દુકાનદાર લુચ્ચો હતો. તે ઓછું તોલતો અને વધારે ભાવ લેતો. ક્યારેક ગ્રાહકોને હલકો માલ પણ પધરાવી દેતો. તેની દુકાને જનારા ગ્રાહકો છેતરાઈ જતા. 

એક દિવસ એક ગ્રાહક તેની દુકાને આવ્યો. તેણે દુકાનદાર ને એક કિલો ખાંડ આપવા જણાવ્યું. દુકાનદારે ખાંડ ઓછી તોલી. ગ્રાહકે આ જોયું. તેણે દુકાનદારને ફરિયાદ કરતાં કહ્યું, " કેમ ભાઈ, ખાંડ કેમ ઓછી તોલી ? "

દુકાનદારે ગ્રાહકને ઠંડે કલેજે જવાબ આપ્યો, " તમારે વધારે વજન ઊંચકવું નહીં પડે ! "

ગ્રાહક પણ હોશિયાર હતો. એણે દુકાનદારને પાઠ ભણાવવાનો નિશ્ચય કર્યો. એણે દુકાનદારને ખાંડના ઓછા પૈસા ચૂકવ્યા. 

દુકાનદારે પૈસા ગણી જોયા. પૈસા ઓછા હતા. દુકાનદારે ગ્રાહકને કહ્યું, " ભાઈ, તમે મને ઓછા પૈસા આપ્યા છે. "

ગ્રાહક એ તરત જ જવાબ આપ્યો, " ભાઈ, તમારે વધારે પૈસા ગણવા નહીં પડે ! "

ગ્રાહકનો જવાબ સાંભળી દુકાનદારને પોતાની ચાલાકી સમજાઈ. ત્યાર પછી તેણે ગ્રાહકો સાથેનો પોતાનો વ્યવહાર સુધારી દીધો. 

આ વાર્તા પરથી બોધ મળે છે કે શેરને માથે સવાશેર હોય છે ક્યારેક જેવા સાથે તેવા થવું જોઈએ.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy