Vibhuti Desai

Inspirational

3  

Vibhuti Desai

Inspirational

જાગ્યા ત્યાંથી સવાર

જાગ્યા ત્યાંથી સવાર

1 min
54


નીપા પરણીને આવી ત્યારે સાસુની છાપ જબરાં‌ છે એવી લઈને આવેલી. સાસુ સાથે સંવાદ નહિવત્. ઘરના રીત રિવાજો સાસુ સમજાવે પણ મગજમાં ઉતારે એ બીજા. સાસુએ સમજીને એ વાત પર પૂર્ણવિરામ મૂકી દીધું. વહુ ની સ્વચ્છંદતાને ચૂપચાપ જોતા રહ્યાં. વહુ એ અધૂરો અભ્યાસ ચાલુ કર્યો. વહુને ભણવામાં અગવડ ન પડે એની પૂરી કાળજી સાસુ રાખે એટલે સુધી કે વહુ વાંચતી હોય ત્યાં રૂમમાં ચા-નાસ્તો આપી આવે. પરીક્ષા પૂર્ણ થઈ.પરિણામ આવ્યું તો વહુ યુનિવર્સિટીમાં પ્રથમ.

પરિણામ આવતા જ જાણે વહુ નો હ્રદય પલ્ટો થયો. સાસુમાની સામે ન જોનારી વહુ સાસુમાને પગે પડી ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડી, "મા" મને માફ કરો, હું તમને ઓળખી ન શકી. સાસુએ પ્રેમથી વહુનાં આંસુ લૂછ્યાને કહ્યું, "જાગ્યા ત્યાંથી સવાર" આમ સાસુ વહુનાં સંબંધમાં પ્રેમ રુપી સુગંધથી પરિવાર મ્હેકી ઉઠ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational