જાદુની ઝપ્પી
જાદુની ઝપ્પી


જાદુ કી ઝપ્પી... આ શબ્દ આપણે મુન્નાભાઈ M.B.B.S.માં સાંભળ્યો જ છે.
મેં મારી જાતને આજે એક પ્રશ્ન પૂછ્યો અને એ જ હું તમને પૂછવા માંગું છું..
આખા દિવસ દરમિયાન નાના મોટા દરેક વ્યક્તિને જે તમારું કામ કરી આપે છે કે તમારું ટિફિન બનાવતી મમ્મી ને કે તમારુ સ્કુટર સાફ કરતાં પપ્પા ને થેન્કયુ કહી ને આલિંગન આપ્યું છે?? તમારા ઘરે કચરો લેવા આવનાર વ્યક્તિ ને કેમ છો?પૂછયું છે?તમારા ઘરે રસોઈ કરતા બહેનને પણ એક સ્ત્રી તરીકે કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એ કોઈ દિવસ વિચાર્યું તમે?? તમારા ઘરે કામ કરતી કામવાળી બાઈ કેમ કરી ઘર ચલાવે એને પૂછ્યું કદી.??આપણા વોચમેન ને રાતે કેટલી ઠંડી લાગતી હશે એ વિચાર્યું???
તમે કહેશો આપણે આપણું જ વિચારવામાંથી ઉપર નથી આવતા આ લોકોનું કયાં વિચારવાના????
સાચું એકદમ સાચું...કંઈ કરી ન શકીએ..
મેં કશે વાંચેલું કે, "આપણું એક જ આલિંગન સામેવાળી વ્યક્તિના આત્મવિશ્વાસમાં વધારો કરી આપે છે."
નાનું બાળક જયારે કંઈક મુંઝવણ અનુભવે ત્યારે પોતાના માતા પિતા પાસે જઈને વળગી પડે છે.. અને ફરી એ પોતાની મસ્તીમાં મસ્ત બની જાય છે.આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
" આપણને આપણો જ અહંકાર નડે છે." આ વાક્ય કડવું છે પણ સત્ય તો છે જ...
આપણને કોઈ બોલાવે તો કેવું સારું લાગે..લાગે ને!!?? હા કે ના તો કહો સાહેબ.. બસ એમ જ આપણે પણ બીજાને સારું લાગે એ જ કરવાનું છે.
આપણે દરેકને આલિંગન ન આપી શકીએ..એ સાચી વાત છે, સ્વીકારું પણ છું, કારણ આપણી ભારતીય સંસ્કૃતિમાં એક મર્યાદા બતાવવામાં આવી છે..અને હું એની સાથે સહમત પણ છું. તો,.. મેં તો એક રસ્તો કાઢ્યો છે...
" આપણું એક મીઠું સ્મિત મારામાં અને સામેવાળી વ્યક્તિમાં અપાર આનંદનો સંચાર કરી જાય છે."
સાયન્ટિફિકલી પણ સાબિત થયા છે..આલિંગનના ફાયદાઓ.. તો આપણાથી નાના ને,,,આપણી સરખી ઉંમરના વ્યક્તિને...આપણી વહાલી વ્યક્તિને,આલિંગન આપી શકાય એવી બધી જ વ્યક્તિ ને મસ્ત "જાદુ ની ઝપ્પી" આપો..બાકી આપણું મીઠું સ્મિત તો છે જ.. કોને ખબર એજ વસ્તુ આપણું જીવન બદલી જાય. આપણા માટે તો રોજ જ હગ ડે...
"જીવન એક ઉત્સવ છે,જેટલું ઉજવીશું એટલું જ માણીશું
બાકી જીવવા ખાતર જીવી જશું."