ઈશ્કવાલા love- ભાગ ૨
ઈશ્કવાલા love- ભાગ ૨


બોડીને સ્લીમ રાખવા કેયા પોતાના શરીરનું ખૂબ ધ્યાન રાખતી. બોડીની ફલેકિસબિલિટી સુધરે એટલે કેયાએ થોડુ વોર્મ-અપ અને સ્ટ્રેચિંગ એકસરસાઈઝ કરી. ત્યારબાદ જોગિંગ કરવા જતી. રનર બેલ્ટ પર પાણીની નાની બોટલ રાખી જોગિંગ કરતી કેયાને બધા જોઈ જ રહેતા. ઘણા લોકોને જોગિંગ કરતી વખતે કાનમાં ઇયર-ફોન નાખીને મ્યુઝિક સાંભળવાનું ખૂબ ગમતું હોય છે. પણ કેયાને ખબર હોય છે કે હકીકતમાં આ આદત સારી નથી. એટલે કેયા ઈયરફોન નહોતી લગાવતી. જોગિંગ પૂરું થયા પછી પાણીનું પ્રમાણ વધુ હોય એવાં ફ્રૂટ્સ ખાતી પછી મીઠું નાંખેલા ગરમ પાણીથી સ્નાન કરતી.
કોલેજનો પહેલો દિવસ. કેયા કોલેજ જવા માટે તૈયાર થાય છે. શોર્ટ સ્કર્ટ અને ટીશર્ટ પહેર્યું હતું. લાઈટ લિપ્સ્ટિક અને આંખમાં કાજલ લગાવ્યું. મેક અપ કર્યો. ટીશર્ટ થોડુ ટૂકું હતુ એટલે નાભિમાં પહેરેલું ફેશનેબલ ઘરેણું સ્પષ્ટ દેખાતું હતું. હાઈહીલના સેન્ડલ પહેર્યાં. હૉર્ન વાગવાનો અવાજ આવ્યો એટલે યા ઈ એમ કમિંગ ડેડ." એમ કહી ઝડપથી બહાર નીકળી. રૂમમાંથી બહાર નીકળતા પહેલા પોતાની જાતને એક વાર અરીસામાં જોય છે. અને સ્વગત જ બોલી
"વાઉ કેયા ! યુ લૂકિંગ બ્યુટીફૂલ"
કેયાની ચહેરા પર અભિમાનની છાંટ સ્પષ્ટ વર્તાઈ આવતી.
કેયા એના ડેડી સાથે કારમાં બેસે છે. થોડીવારમાં જ ઑફિસ આવી જતા રતિલાલભાઈ કેયાને બાય કહે છે અને ડ્રાઈવરને થોડી સૂચના આપી ઑફિસમાં જતા રહે છે. કેયાની કૉલેજ દૂર હતી. થોડે દૂર જતાં ટ્રાફિક જામ થઈ જાય છે. ટ્રાફિકમાંથી ઉતાવળે નીકળતા ડ્રાઈવરથી સાઈડમાં રહેલી બાઈકની લાઈટ તૂટી જાય છે.
એટલામાં જ એક છોકરો ત્યાં આવે છે. કારનો કાચ નીચે કરવા ઈશારો કરે છે. ડ્રાઈવર કાચ નીચે કરે છે.
પેલા છોકરાએ કહ્યું "આ શું કર્યું તમે ? જોઈને ગાડી ચલાવો. મારી ગાડીની હેડલાઈટ તોડી નાંખી. આજે જ નવી નંખાવી હતી."
કેયા બહાર ઉતરીને કહે છે. "ઑ હેલો મિસ્ટર હેડ લાઈટ જ તો તૂટી છે. તમે તો એવી રીતે બોલો છો કે જાણે અમે તમારી કોઈ કિંમતી વસ્તુ તોડી નાંખી છે અને આ ખટારા જેવી બાઈકની હેડ લાઈટ તૂટી પણ ગઈ તો શું ફરક પડવાનો ? છતા પણ હું તને હજાર રૂપિયા આપું છું.
એ છોકરો કેયાને જોઈ
જ રહ્યો.
કેયા:- "હજાર રૂપિયા ઓછા પડે છે. બે હજાર...."
પેલો છોકરો કંઈ બોલતો નથી.
"ત્રણ હજાર.....ઓકે ફાઈન પાંચ હજાર.
મિડલ ક્લાસનો આ જ પ્રોમ્બલેમ છે. અમીર લોકો પાસેથી બસ પૈસા પડાવતા આવડે છે." કેયા પર્સમાંથી પૈસા કાઢતા કહે છે.
છોકરો:- "આ પૈસાનું ઘમંડ બીજા કોઈને બતાવજે. મને નહિ. સમજી ?"
કેયા:- "હું ડેર યુ ? તારી હિમંત જ કેમ થઈ મને આવું કહેવાની ?"
છોકરો:- "કેમ બોલતા તને જ આવડે છે ?"
ડ્રાઈવર:- "કેયા બેબી....મોડું થાય છે."
"હું જોઈ લઈશ તને. મારી સાથે પંગો લઈ તે ઠીક નથી કર્યું." કેયા કારમાં બેસતા બોલી.
"કેટલી અભિમાની છોકરી છે અને રૂપિયાનું તો કેટલું ઘમંડ છે." એમ બબડતો બબડતો પેલો છોકરો પણ ત્યાંથી નીકળી ગયો.
કોલેજમાં રૉય અને વિકીએ કે.ડી.
ના કહ્યા પ્રમાણે ૧૦-૧૨ છોકરીઓને રિહર્સલ હોલમાં બોલાવ્યા હતા. બધી છોકરીઓ સિંગર હતી. કે.ડી.નું પોતાનું રૉક બેન્ડ બનાવવા માંગતો હતો. બસ કમી હતી તો માત્ર એક ફીમેલ સિંગરની.
કે.ડી.ની ક્યારની રાહ જોતી છોકરીઓ "અમે પછી આવીશું." એમ કહી જતી રહી. રૉય અને વિકી પણ રાહ જોઈને કેન્ટીનમાં નાસ્તો કરવા જતા રહ્યા.
કેયાને કોઈએ કહ્યું હતું કે કોલેજમાં ઑડિશન ચાલે છે. કેયા રિહર્સલ હોલમાં ગઈ પણ ત્યાં તો કોઈ હતું નહિ. રિહર્સલ હોલમાં આમતેમ ફરી પણ કોઈ આવ્યું નહિ. માઈક હતું તેના પર કેયાનું ધ્યાન જાય છે.
આ બાજુ કે.ડી. અત્યારે જ કોલેજ પહોચ્યો હતો. કેયા માઈક હાથમાં લઈ ગાવાનું શરૂ કરે છે.
हो अँखियाँ फरेबी शैतानी है
इश्क में तेरे मरजानी है
कितना कोई खुद को बचाए
आग दिलों में लग जानी है।
કે.ડી.ને ફરી તે સૂર સંભળાય છે જે ગઈકાલે હોટેલમાં સાંભળ્યો હતો. જો આ છોકરી મળી જાય તો અને એ છોકરી અમારી સાથે કામ કરવા તૈયાર થઈ જાય તો અમારું બેન્ડ રેડી થઈ જશે. કે.ડી.ને આ છોકરીને મળવું હોય છે એટલે ઝડપથી રિહર્સલ હોલમાં જાય છે. પણ રિહર્સલ હોલમાં કોઈ નથી હોતું. આજે પણ આ છોકરી મળી નહિ. વાંધો નહિ. ચલો એટલું તો ખબર પડી ગઈ કે એ છોકરી છે તો આ જ કોલેજમાં.
ક્રમશઃ