રીતિક બારોટ 'રિટ્સ'

Crime Others Thriller

3  

રીતિક બારોટ 'રિટ્સ'

Crime Others Thriller

હત્યા ભાગ એક

હત્યા ભાગ એક

5 mins
14.2K


મી.ઐયર પોલીસ ઇન્સપેક્ટરને કોલ કરે છે અને કહે છે, 'હેલ્લો ઇન્સપેક્ટર સર અહીં અમારા પાડોસી એ આત્મહત્યા કરી છે, જલ્દીથી મનોહર કોલોની એ પહોરચો ફ્લેટ નંબર ચારસોને આડત્રીસમાં.' આમ કહી મી. ઐયર ફોન કાપે છે. પોલીસ મનોહર કોલોની પહોચે છે. પોલીસ ફ્લેટ નંબર ચારસો આડત્રીસમાં તપાસ હાથ ધરે છે.

ઇન્સ્પેક્ટર રવિ લાશને જુએ છે. લાશની તપાસણી કરીને તેઓ આશ્ચર્યમાં પડી જાય છે.

ઇન્સ્પેક્ટર રવિ: 'આ એક આત્મહત્યા તો નથી જ.' તેમની પુરી ટીમ આ બયાનથી આશ્ચર્યચકિત થઈ જાય છે.

ઇન્સ્પેક્ટર મી.સમીર બોલે છે: 'સર તમે આ શું કઈ રહ્યા છો ? લાશની બોડી પર આપણે કંઈ દેખાયું નથી. જેથી કહી શકાય આ એક મર્ડર છે'.

ઇન્સપેક્ટર રવિ:' તમારો વિચાર એ સાચો કહી શકાય પરંતુ આ એક પ્લાન કરેલો મર્ડર છે, શું થયું એ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણ થશે'.

પુરી ટીમ ઘર માં તપાસ હાથ ધરે છે, પરંતુ તેમને કોઈ પણ સુરાગ હાથે નથી લાગતો. ઇન્સપેક્ટર રવિ મી.ઐયર ને પૂછતાછ માટે બોલાવે છે. ઇન્સ્પેક્ટર: 'હા તો મી.જે પણ નામ હોય તમારું'

મી.ઐયર વરચે બોલી પડે છે:'માય નેમ ઇસ મી.ઐયર'.

ઇન્સ્પેક્ટર: 'હા તો મી.ઐયર તમે પેહલા વ્યક્તિ છો જેણે આ લાશ જોઈ ?'

મી.ઐયર: 'આઈ થિંક યેસ મેજ પેહલા આ લાશ ને જોઈ હતી.'

ઇન્સપેક્ટર: 'હા તો તમે લાશ કઈ રીતે જોઈ ? મતલબ તમને કઈ રીતે ખબર પડી કે અહીં કોઈએ આત્મહત્યા કરી ?'

મી.ઐયર: 'મી.વિલસન(જેમનું ખૂન થયું હતું તે)તે દરરોજ દૂધ લેવા માટે આવે છે, પરંતુ આજે તે આવ્યા નહીં એનો મને આશ્ચર્ય થયો. અમે બંને ઓફીસ જવા માટે સાથે જ નીકળીએ છીએ આજે તે આવ્યા ન હોતા એટલે હું તેમના ઘેર બોલાવવા માટે ગયો. તો તેમની લાશ પંખા પર લટકી રહી હતી. એ જોઈ મેં તમને કોલ કર્યો'.

ઇન્સપેક્ટર: 'મી.ઐયર તમારો આભાર'.

મી ઐયર :'એ તો મારો ફર્જ છે સર આભાર'.આમ મી. ઐયરે તેમની વાત મૂકી.

ઇન્સપેક્ટર રવિએ મી.વિલસનના ફેમિલી વિષે તપાસ હાથ ધરી જેમાં જાણ થઈ કે મી.વિલસનની ફેમિલીમાં ત્રણ મેમ્બર છે, એ ત્રણ મેમ્બરમાં તેમની પત્ની અને તેમના બે સાત વર્ષના પુત્રો છે. મી.વિલસનની ફેમિલી તેમના ઘર પર ન હતી. મી વિલસન ફેમિલીનો સંપર્ક કર્યો અને તેમને પૂછતાછ માટે બોલાવ્યા અને પૂછતાછ શરૂ થઈ.

ઇન્સપેક્ટર: 'મિસ.વિલસન તમારા પતિ એ આત્મહત્યા કરી છે અને તમને એ વાત ની જાણ પણ નથી ?'

મિસ વિલસન: 'ઇન્સપેક્ટર હું મારી મમ્મીને ત્યાં પાંચ-છ દિવસો માટે ગઈ હતી. કારણ કે તેમની તબિયત જરાક ખરાબ તી.

'ઇન્સપેક્ટર: 'ઓહ કે સો તમારા હસબન્ડ એ આત્મહત્યા કરી તેનો તમને કોઈ દુઃખ નથી ?'

મિસ.વિલસન: 'સર દુઃખ એને હોય જેને લાગણીઓ હોય. રોજ રાત્રે દારૂના નશામાં તેઓ આવતા. અને મારી સાથે મારપીટ કરતો. લાગણીઓ સાની હોય ? મારી મમ્મી પણ બીમાર છે, આમ આ મારપીટથી બચવા હું થોડાક દિવસો માટે મારી મમ્મીને ઘેર જ રહેતી'.

ઇન્સપેક્ટર: 'મી.વિલસનના અહીં કોઈ મિત્ર હતા ?'

મિસ.વિલસન: 'હા અહીં બાજુમાં જ રહે છે એમનું નામ કદાચ મી.ઐયર છે'.

ઇન્સ્પેક્ટર:'આભાર તમારો અને હા તમે હાલ અમને ઇન્ફોર્મે કર્યા વગર શહેરની બહાર નઈ જઈ શકો'.

મિસ.વિલસન: 'એનું કારણ ઇન્સપેક્ટર ?'

ઇન્સપેક્ટર: 'આ વ્યક્તિ એ કોઈ પણ એન્ગલથી આત્મહત્યા કર્યું હોય તેવું લાગતું નથી. એનું કારણ એ છે કે જેમણે પણ આ મર્ડરને આત્મહત્યા બતાવવા માટેનો પ્રયત્ન કર્યો છે તેણે એક મોટી ભૂલ કરી છે. તે નીચે ચેર અથવા ટૂલ રાખવાનું ભૂલી ગયો છે. આમ જાહેર થઈ જાય છે કે આ આત્મહત્યા નહીં પરંતુ મર્ડર છે. અને હા જ્યાં સુધી હત્યારો ન મળે ત્યાં સુધી બધાય અમારા શકના દાયરામાં છો ખાસ કરી ને તમે.'

આમ આ પૂછતાછ સમાપ્ત થાય છે. ઇન્સપેક્ટર મી.ઐયરને ફરી પૂછતાછ માટે બોલાવે છે.

ઇન્સપેક્ટર: 'સો મી.ઐયર તમને જાણ થઈ ચૂકી હશે કે તમે શકના દાયરા મા છો ?'

મી.ઐયર: 'યેસ ઇન્સ્પેક્ટર બટ તમે મારી પર ખોટો શક કરી રહ્યા છો, હું તો માત્ર એક મિત્ર અને એક પાડોશી હોવાનું કર્તવ્ય નિભાવી રહ્યો હતો'.

ઇન્સપેક્ટર: 'મી.ઐયર શક કરવો એ અમારૂ કાર્ય છે. અને જ્યા સુધી વાત મિત્રતાની છે તો હત્યારો કોઈ પણ હોઈ શકે છે, એક પત્ની પણ અને એક સગો ભાઈ પણ. પરંતુ તમારે ચિંતા કરવાની જરૂરત નથી કારણ કે જો તમે સાચા હશો તો જરૂર બચી જશો. હા તો મી.ઐયર તમે અને મી.વિલસન મિત્રો હતા તો તમે એમના વિષે જરૂર કંઈ જાણતા હશો, તે કેવા વ્યક્તિ હતા ? શું કરતા હતા ? વ્યસન હતું કે નહીં ? એ બધી જાણકારી તમે અમને આપો.'

મી.ઐયર: 'હા સ્યોર સર પોલીસની મદદ માટે અમે સદાય હાજર છીએ અને પોલીસની મદદ તો કરવી જ જોઈએ. મી.વિલસન બઉ ઘમંડી વ્યક્તિ હતા, તેમને પૈસાનો ખુબ ઘમંડ હતો. તેઓ વ્યસનમાં દારૂ, સિગારેટ આ બધું જ તેમનું વ્યસન હતું. તેઓ ઘરેથી સવારે ઓફીસ અને રાત્રે દારૂ પાર્ટી માટે જતા. આ તેમની જીવનશૈલી હતી.'

ઇન્સપેક્ટર: 'તો તમે અને મી.વિલસન કેવા મિત્રો હતા ? મતલબ કે સાથે રહેતા તેમના ઘેર જતા ?'

મી.ઐયર: 'સર અમે બંને ઓફીસના લન્ચ બ્રેકમાં સાથે લન્ચ કરવા માટે જતા. મી.વિલસનને વાતો કરવામાં ઘણો ઇંટ્રેસ્ટ હતો અને તેઓ તેમના પૈસા અને તેમના મોટા નામ અંગે ઘણી વાતો કરતા, અને જ્યાં સુધી વાત ઘર પર જવાની છે તેઓ તેમના કોઈ પણ સબંધીને ઘર પર આવવાની ના કરતા તેનું કારણ તો મને પણ નથી ખબર પણ જે વ્યક્તિ તેમના સંબંધીઓને ઘર પર આવવાની ના પાડતા હોય તે વ્યક્તિ મને તેમના ઘર પર આવવા દે ખરો ?'

ઇન્સપેક્ટર: 'હા તમે સાચા છો. પણ આ વ્યક્તિનો સ્વભાવ આવો છે મતલબ કે વ્યસન કરવું કોઈને ઘરે ના આવવા દેવું પૈસાનો ઘમંડ હોવો. તો આ વ્યક્તિ આત્મહત્યા ન જ કરે એ વાતની ખાતરી છે મને. તો તમે આ મર્ડર થયો ત્યારે ઘર પર જ હશો રાઇટ ?'

મી.ઐયર: 'હા ઇન્સપેક્ટરસર હું ઘર પર જ હતો'.

ઇન્સ્પેક્ટર: 'તો તમે કોઈ પણ અવાજ ન સંભાળ્યો ?મતલબ કોઈ વ્યક્તિ અંદર ગયું હોય અને કોઈ ચીખ ?'

મી.ઐયર: 'નો સર મેં એવું કંઈ જોયું નથી અને નથી સાંભળ્યું.'

ઇન્સપેક્ટર: 'આભાર મી.ઐયર તમે જઈ શકો છો'.

મી.ઐયર: 'ઓકે આભાર સર'.

આમ મી.ઐયરના જતાની સાથે જ ઇન્સપેક્ટર તેમના એક ટીમ મેમ્બર ને કહે છે: 'ઇન્સ્પેક્ટર આની પર ખાસ નજર રાખ જો અને હા આ બિલ્ડીંગમાં જેટલા શી.શી.ટી.વી. છે એની ફૂટેજ મને હમણાં જ જોઈ એ જલ્દી'.

આમ ઇન્સપેક્ટર રવિની પુરી ટીમ કામ પર લાગી જાય છે. અને ત્યારે જ એક ઇન્સપેક્ટર આવી ને કહે છે: 'સર પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે.' હવે આ કેસનો મોટો ખુલાસો થવાનો હતો. શું આ આત્મહત્યા નો કેસ છે ? એતો પોસ્ટમોર્ટમ જોયા બાદ જ જાણ થશે. ઇન્સપેક્ટર રવિ પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોઈને ચોંકી ઊઠે છે. 'મી.વિલસનની મોત ઝહેર ના કારણે થઈ છે.' ઇન્સપેક્ટર રવિના ટીમ મેમ્બર કહે છે: 'સર તમારી વાત સાચી હતી. આ ખરેખર એક હત્યા હોઈ શકે છે.'

ઇન્સપેક્ટર રવિ: 'મેં તો પેહલા જ કહ્યું હતું આ વ્યક્તિ આત્મહત્યા કરે તેવું લાગતું નથી. હવે બધું સામે છે માત્ર હત્યારાને શોધવાનો છે'. આમ આ કેસમાં એક મોટો ખુલાસો થયો હતો કે આ એક આત્મહત્યા તો નથી આ એક મર્ડર જ છે. આમ આ કેસ જેમ-જેમ આગળ જશે તેમ-તેમ મોટા ખુલાસાઓ થશે...(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Crime