હત્યા 2
હત્યા 2


ઇન્સપેક્ટર રવિ ઑફિસમાં આવે છે.
ઇન્સપેક્ટર રવિ :' ઓફિસર કોઈ સુરાગ મળ્યો? કોઈ એવી મુવમેન્ટ જે તમને આશ્ચર્યચકિત કરી ગઈ હોય.
તેમની ટીમ:' સર એવું તો કંઇ નથી મળ્યું.'
ઇન્સ્પેક્ટર રવિ:' લો હું એક વખત એ ફૂટેજ ચેક કરી લઉં.' ઇન્સપેક્ટર રવિ ધ્યાનપૂર્વક ત્રણ થી ચાર વખત એ ફૂટેજ ને ચેક કરે છે, અને કંઇ વિચારી રહ્યા હોય તેવું લાગે છે. તેમની ટીમ ના મેમ્બર ઇન્સ્પેક્ટર રવિ તરફ જ નજર કરી બેઠા છે.
ઇન્સ્પેક્ટર રવિ પાંચ થી છ મિનિટ વિચાર કર્યા બાદ બોલે છે:' આ પિઝા ડિલિવરી બોય પર કોઈ ની નજર ન ગઈ?' તેમની ટીમ નજર નીચી કરી ઉભી રહે છે.
ઇન્સ્પેક્ટર રવિ:' તમે આ પોસ્ટ પર છો એનો મતલબ એ છે કે તમારા માં એવી કોઈ ક્ષમતા તો છે જ.પરંતુ તમે આવી લાપરવાહી કરશો એવી મને પણ ખબર ન હતી.' આમ ઇન્સ્પેક્ટર રવિ બધાય ને ઉતારી પાડે છે.તેમની ટીમ ઇન્સપેક્ટર રવિથી નજર મડાવી સકતી નથી.
ઇન્સપેક્ટર રવિ:'આ જ બાદ આવી ભૂલ ન થવી જોઈએ મને આશા છે તમે સમજી ગયા હશો.. હા તો આ પિઝા ડિલિવરીબોયને મેં ધ્યાનપૂર્વક જોયો તેના ટી શર્ટ પર માત્ર પિઝા બોય લખેલું હતું, અને તેનો ટી શર્ટ બ્લુ રંગ નો પણ હતો.'
તેમના એક મેમ્બર: ' સર આપડે એ તપાસ કરીએ કે આવા રંગ ના ટી શર્ટ પહેરતા પિઝા બોય કઈ શોપમા જોવા મળે છે.' આમ બધી જ પિઝાશોપ તપાસ્યા બાદ એક શોપ મળે છે. એ શોપ નો માલિક મી.વિલસનની વાઈફનો પિતા હતો.આમ મિસ.વિલસન ના પિતા ને પૂછતાછ માટે બોલાવવામાં આવે છે. મી.જેક(મિસ.વિલસન ના પિતા) ને પૂછતાછ કરવામા આવે છે.
ઇન્સપેક્ટર રવિ : ' મી. જેક તો તમે એ પિઝા શોપના માલિક છો જેનો પિઝા બોય મી. વિલસનની હત્યાના સમયે જ પિઝા ડિલિવરી કરવા માટે આવ્યો હતો.'
મી.જેક : ' ઇન્સ્પેક્ટર તમે મારી પર ખોટો સક કરી રહ્યા છો. અને પિઝા નો ઓર્ડર તેમણે જ આપ્યો હતો. અને મી.વિલસન તો મારા દુશ્મન સમાન છે. કારણ કે, એ મારી પુત્રી સાથે મારપીટ કરતો. આમ એની સાથે મારો કોઈ સંબંધ ન હોતો પરંતુ મારી પુત્રીના કારણે હું ચૂપ બેઠો હતો.'
ઇન્સ્પેક્ટર રવિ : ' તો તમારે અહીં પિઝાબોય મોકલવાની શું જરૂરત પડી?'
મી.જેક : ' મારી પુત્રી અહીં હોય અને તેનો પિતા તેના માટે પિઝા ન મોકલે?'
ઇન્સ્પેક્ટર : ' શું? આ તમે શું કહી રહ્યા છો? એનો મતલબ ખૂન થયો એ દિવસે તમારી પુત્રી અહીં જ હતી?'
મી.વિલસન : ' હા એટલા માટે જ મેં પિઝા મોકલ્યા હતા.'
ઇન્સપેક્ટર : ' પરંતુ તમારી પુત્રીનું કહેવું છે , કે આ હત્યા થઈ એ સમયે એ અહીં ન હતી.' મી. જેકોબ: ' પરંતુ તેણેજ પિઝા ઓર્ડર કર્યા હતા. આમ જાહેર થઈ જાય છે કે, હત્યા સમયે તે ત્યાં જ હતી.'
ઇન્સપેક્ટર : ' તમે એક વાત જણાવો કે તમારા પિઝા ડિલિવરી બોય નો ફેસ રૂમાલ વડે કેમ ઢંકાયેલો હતો?'
મી. જેક : ' સર કેટલી ધૂપ છે એટલે તેણે પોતાનો ફેસ રૂમાલ વડે ઢાંકયો હતો.'
ઇન્સ્પેક્ટર : ' મી.જેક તમે જઈ સકો છો પરંતુ , જ્યારે જરૂરત પડશે ત્યારે પૂછતાછ માટે બોલાવીશું.' આમ આ પૂછતાછ પણ અહીં સમાપ્ત થાય છે. પરંતુ હર એક પૂછતાછ ની સાથે આ કેશ ઉલજી રહ્યો હતો. ઇન્સપેક્ટર રવિ તેમની ટીમ સાથે વાતચીત કરી રહ્યા હોય છે.
ઇન્સપેક્ટર રવિ : ' આ કઈ રીતે શક્ય હોઈ શકે? આપણે જ્યારે શી.શી.ટી.વી. ચેક કરી રહ્યા હતા, ત્યારે આપણે મિસ. વિલસન ને ન તો આવતા કે ન તો જતા જોયા છે.'
તેમની ટીમ : ' સર આપણે તેની બે દિવસ પહેલા ના શી.શી.ટી.વી. ફૂટેજ ચેક કરીએ કોઈ શુરાગ મળી જાય.'
ઇન્સપેક્ટર રવિ: ' તમે સાચા છો આપણે ફરી ઓફીસ માં જઈએ અને શી.શી.ટી.વી. ફૂટેજ ચેક કરીએ.'
આમ ફરી આખી ટીમ શી.શી.ટી.વી. ફૂટેજ ચેક કરવા માટે જાય છે. ફૂટેજ ધ્યાનપૂર્વક ચેક કર્યા બાદ પણ કોઈ સુરાગ મળતો નથી.
ઇન્સ્પેક્ટર રવિ : ' આ કેશ જેમ - જેમ આગળ વધી રહ્યો છે , તેમ - તેમ ઉલજનો વધી રહી છે.'
ટીમ ના મેમ્બર : ' સર આપણે ફરી મિસ. વિલસન ને પૂછતાછ માટે બોલાવીએ?' ઇન્સ્પેક્ટર રવિ : ' હા જરૂર કદાચ હકીકત સામે આવે.' આમ ફરી મિસ. વિલસન ને પૂછતાછ માટે બોલાવવા માં આવે છે.
ઇન્સપેક્ટર રવિ : ' હા તો મિસ. વિલસન તમારા પિતા નું કહેવું છે હત્યા સમયે તમે ત્યાં જ હતા.'
મિસ.વિલસન : ' મારા પિતા ખરેખર જૂઠું બોલી રહ્યા છે, એ મને ફસાવવા પ્રયત્ન કરી રહ્યા છે
કારણ કે ખૂન એમણે જ કર્યો છે.'
ઇન્સપેક્ટર : ' આર યુ સ્યોર? મતલબ કે તમે તમારા પિતા પર આરોપ લગાવી રહ્યા છો.'
મિસ.વિલસન : ' હું સો ટકા સ્યોર છું, કારણ કે મેં તેમના શર્ટ પર લોહી ના ધબ્બા જોયા હતા. જ્યારે મેં તેમને પૂછ્યું આ શું છે?
ત્યારે તેઓ કેહવા લાગ્યા કે , મેં તારા પતિ ની હત્યા કરી મૂકી છે. ત્યારબાદ મેં તેમને કહ્યું હું પોલીસ ને કોલ કરું છું, ત્યારે મારા પર હાથ ઉપાડી ને મને ચૂપ કરાવી મૂકી અને મને આ બધું તમને ન જણાવ વા કહ્યું, પરંતુ હું ચૂપ રહેવાવાળી નથી એ તેમને ખબર હતી. માટે તેઓ એ આ કાવતરું રચ્યું.'
ઇન્સપેક્ટર રવિ : ' આભાર તમારો પૂછતાછ માટે.' ઇન્સપેક્ટર રવિ નો ચેહરો જોવા લાયક હતો એક પલ માટે તેમને કેટલાક વિચારો આવ્યા શું આ કેશ છોડી દઉં? આ મારી ક્ષમતા બહાર નો કેશ છે? પણ તેઓ હિમ્મત હાર્યા નહીં.
તેમણે આ કેશ સોલ્વ કરી ને જ જપવાનો નિર્ણય કર્યો.
તેમની ટીમ નું કહેવું હતું : ' સર ન કોઈ સુરાગ ન કોઈ ફૂટેજ આપણે ખૂની ને કઈ રીતે પકડી શું?'
ઇન્સપેક્ટર રવિ : ' એ તો આપણે આગડ જતા જ ખબર પડશે.' પોલીસ જ્યારે પોલીસ મથકે જઈ રહી હતી ત્યારે એક વોચમેન ને શી.શી.ટી.વી. ઓફીસ અંદર જતા જુએ છે.
પોલીસ ઇન્સ્પેક્ટર રાડ પાડે છે.એ રાડ સાંભળી વોચમેન ભાગવા લાગે છે. ઇન્સપેક્ટર તેની પાછળ દોડે છે , અને તેને પકડી એક ચમાટ લગાવે છે.
ઇન્સપેક્ટર રવિ : ' કોણ છે તું? અને સી સી .ટી.વી. રૂમમાં શું કરી રહ્યો હતો?'
વોચમેન : ' સર મને અહીં શી.શી.ટી.વી. કેમરા ને બંધ કરવા માટે કોઈ એ પૈસા આપ્યા હતા.'
ઇન્સપેક્ટર : ' કોણ હતો એ વ્યક્તિ?'
વોચમેન: ' સર ફેસ પર રૂમાલ બાંધેલો હતો એથી હું એમનો જોઈ ન શક્યો.'
ઇન્સપેક્ટર : ' તે આવું પેહલા પણ કર્યું છે?'
વોચમેન : ' મેં તો નહીં પરંતુ અહીં રાત્રિ સમયે રહેતા વોચમેન એ આ કાર્ય કર્યું છે. કારણ કે એક દિવસ માટે કોઈ અલગ જ વ્યક્તિ વોચમેન તરીકે આવેલો જ્યારે મેં પૂછ્યું તો મને મારા કામ માં કામ રાખવા ની સલાહ કરી.'
ઇન્સ્પેક્ટર રવિ એ વોચમેન ને જવા દે છે. અને તેને ફરી બોલાવશે એવું કહે છે.
તેમની ટીમ ના મેમ્બર મી.સમીર બોલે છે : ' સર એવું હોઇ શકે કે એ જ વોચમેન હતો જેણે સી સી .ટી.વી. સાથે છેડછાડ કરી હોય.'
ઇન્સપેક્ટર રવિ : ' હા એવું જરૂર હોઈ જ શકે.' આમ ફરી આ કેસ એક નવો વળાંક લઈ રહ્યો હતો. આ કેસ માં હજીય કેટલાક ઉતાર ચઢાવ જોવા ના બાકી હતા.