રીતિક બારોટ 'રિટ્સ'

Crime Thriller

3  

રીતિક બારોટ 'રિટ્સ'

Crime Thriller

હત્યા ભાગ 3

હત્યા ભાગ 3

5 mins
438


ઇન્સપેક્ટર રવિની ટીમ આ કેસની તપાસ માટે મી.વિલસનના ઘર પર જ હતી. ઘરની અંદર ફરી એક વાર તપાસણી કરવામાં આવી. કદાચ કોઈ સુરાગ મળે. ઇન્સપેક્ટર રવિની ટીમના પ્રત્યેક મેમ્બર ધ્યાનપૂર્વક તપાસણી કરવા લાગી ગયા હતા. ઘરનો માહોલ અજીબોગરીબ હતો. ઘરની અંદરથી માત્ર દુર્ગંધ સિવાય બીજું કંઇ નહોતું મળી રહ્યું. એકએક ખૂણા અને ખાંચાની તપાસણી કરવા છતાં પણ કોઈ સુરાગ ન મળ્યો.


મી.વિલસનનો સમગ્ર પરિવાર ત્યાં જ હતો. મિસ.વિલસન અને મી.જેકોબ પણ ત્યાંજ હતા. તેમની સાથે મિસ.જેકોબ પણ હતા જે મી.જેકોબના પત્ની હતા. મિસ.વિલસન અને મી.વિલસનના પિતા વરચે ઝગડો થવા લાગ્યો. તેનું કારણ એ હતું કે મી.વિલસનના પિતાને મનના અંદર ખાને એવું લાગી રહ્યું હતું કે આ હત્યા મિસ.વિલસન (એના જેકોબ જે મી.વિલસન જેની હત્યા થઈ તેમના પત્ની) એ જ કરી છે.


ઝગડો વધવા લાગ્યો. આ મેટર પોલીસ એ હાથ ધર્યો અને બંનેને શાંત થવા માટે કહ્યું. આમ માહોલ થોડો શાંત પડ્યો. ઇન્સ્પેક્ટર રવિની પુરી ટીમ અંદરના રૂમની અંદર તપાસ કરી રહી હતી. મી.વિલસનનો પરિવાર તેમની હોટેલ તરફ પાછો વળી ગયો હતો. હવે મી.જેકોબ અને તેમનો પરિવાર ત્યાંજ હોલની અંદર આ ઇન્વેસ્ટિગેસન પતવાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે જ એક ગોળી ચાલવાની અવાજ સાથે એક પોલીસ ઑફિસરની ચીખ પાડવાનો અવાજ સંભળાયો.


ઇન્સ્પેક્ટર રવિ અને તેમની સમગ્ર ટીમ ત્યાં દોડી ગઈ. ત્યાં જઈ અને જોયું ત્યાં ઇન્સપેક્ટર રવિનો એક ટીમ મેમ્બર જમીન પર ખૂનથી લથપથ થયેલો પડ્યો હતો. ઇન્સ્પેક્ટર રવિ અંદરો અંદર પસ્તાઇ રહ્યા હતા. આ કેસ તેમના માટે વધુમાં વધુ મુશ્કેલ થતો જતો હતો. ઇન્સપેક્ટર રવિના મો પરના ભાવ જોવા લાયક હતા. આમ આ કેસમાં ફરી એક મુશ્કેલીનો વધારો થયો હતો. આ ખૂન કોણે કર્યો ? એ જાણવું તો જરૂરી હતો જ પરંતુ કઈ રીતે કર્યો ? એ પણ જાણવો જરૂરી હતો. ઇન્સપેક્ટર રવિ મી.જેકોબને પૂછે છે, "તમે કોઈ વ્યક્તિને અંદર આવતા ન જોયું ? કારણ કે અહીંથી એ રૂમ પરફેક્ટલી દેખાઈ રહ્યો છે."


મી.જેકોબ: "અમે અમારા જ ડિસ્ક્શનમાં હતા, અને હા જ્યારે ગોળી ચાલવાનો અવાજ આવ્યો, ત્યારે અમે તરત જ તે રૂમ તરફ નજર કરી. તે રૂમ તરફ નજર કરતા અમને એક વ્યક્તિ દેખાયો જે બારીના રસ્તેથી બહારની તરફ ભાગી રહ્યો હતો."

"પરંતુ મી.જેકોબ એ કઈ રીતે શક્ય હોય ? કારણ કે બારીની બહાર જવું કે ત્યાંથી આવવું અશક્ય જ છે, કારણ કે ત્યાં બહારની તરફ કોઈ સપોર્ટ પણ નથી જેથી કોઈ વ્યક્તિ અંદર આવે કે જાય."

"ઇન્સપેક્ટર એ અમોને કંઈ ખબર નથી પરંતુ અમે કોઈ વ્યક્તિને ત્યાંથી બહાર જતા જોયું હતું."


આમ ફરી આ કેસમાં એક નવો વળાંક આવ્યો. પરંતુ આ વળાંક પોલીસ ઇન્સ્પેક્ટર માટે સરદર્દ લઈને આવ્યો હતો. આ હત્યાઓ કોણ કરી રહ્યું છે અને શા માટે એ જાણવું જરૂરી હતું. પરંતુ કઇ રીતે એ શક્ય થશે ? એની કોઈને પણ જાણ નથી.

ઇન્સપેક્ટર રવિ જ્યારે બિલ્ડીંગ નીચે તપાસ કરવા માટે જાય છે,ત્યાં એક .સી.સી.ટી.વી. કેમેરો તેમની નજરે ચડે છે. કેમેરો બિલ્ડિંગની ઉપર ની તરફ નજર કરી રહ્યો હતો. જ્યાં મી.વિલસનના ઘરનો વ્યૂવ સારી રીતે નજરે ચડી રહ્યો હતો.


ઇન્સપેક્ટર રવિ સી.સી.ટી.વી. ઓફીસની અંદરની તરફ જાય છે. સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કરતા જાણવા મળે છે, કે ફૂટેજજ ગાયબ થઈ ચૂકી છે. આમ ઇન્સપેક્ટર રવિને જાણ થઈ જાય છે કે, આ એક પ્લાન કરેલો મર્ડર છે. વાત- વાત પર નવા વળાંક એ આ કેસ ની ખાસિયત બની ચુકી હતી. ખરેખર આ કેસ એક ચગડોળ ની જેમ ગોળ-ગોળ ફરી રહ્યો હતો.


ત્યારે જ જાણવા મળ્યું કે એ વોચમેન જે કોઈ બીજા વોચમેનની જગ્યા એ રાત્રે આવેલો હતો. તે પકડાયો છે. ત્યારબાદ પોલીસે તેને પૂછતાછ માટે બોલાવે છે. ઇન્સપેક્ટર રવિ વોચમેનને કેટલાક પ્રશ્નો પૂછે છે. "કેમ ઓ રાત્રે તું શું કરવા આવેલો ? અને હા પેલા બીજા વોચમેનની જગ્યા એ તું શું કરવા આવેલો ?"

વોચમેન જવાબ આપે છે "સર મારું નામ દિનેશ છે. પેલી રાત્રે હું મારા ભાઈ રામુની જગ્યા એ ડ્યૂટી પર આવ્યો હતો. તમને વિશ્વાસ ન હોય તો તમે રામુને પૂછી શકો છો."

"તો સી.સી.ટી.વી. રૂમ તરફ જવાનું કારણ શું ?"

"સર શી.શી.ટી.વી. રૂમને લોક મારવા માટે મને કેહવામાં આવ્યું હતું. જેથી હું ઓફીસની અંદર ગયો અને ત્યાંથી આ દરવાજા માટેનો લોક લઈ દરવાજો લોક કરી ફરી પાછો આવી ગયો હતો."

"ઓહકે તો દિનેશ તારે થોડા દિવસો માટે આ શહેરથી બહાર જવાનું નથી અને હા તારો ભાઈ જે રામુ છે એ આજે ડ્યૂટી પર આવે તો મને મળી જાય એવું એને કહે જે."


આમ ઇન્સપેક્ટર રવિ અને વોચમેન દિનેશ વરચેની પૂછતાછનો અહીં જ અંત આવે છે. આ કેસ માટે કોઈ સુરાગ પણ નથી મળી રહ્યો જેથી હત્યારા સુધી જઈ શકાય. શું થશે આ કેસ માં ? શું આવનાર સમયમાં નવા ખુલાસા ઓ થશે ? એ ની જાણ તો આવનાર સમયમાં જ થવાની છે. પરંતુ રાત્રે રામુ જે વોચમેન હતો તે ડ્યૂટી પર આવે છે. રામુ સોસાયટીના મેન દરવાજાની પાસે આવેલી કેબિન જે ખાસ વોચમેન માટે જ હતી ત્યાં બેસી સોસાયટી તરફ નજર કરી બેઠો હતો. સોસાયટીની ચારેય તરફ દીવાલ ઉભી કરવામાં આવી હતી અને તેના પર કાંચના ટુકડાઓ મુકવામાં આવ્યા હતા જે થી કોઈ અજાણ વ્યક્તિ કે ચોર દીવાલ દ્વારા અંદર ન આવી શકે.


ઇન્સપેક્ટર રવિ અને તેમની ટીમ અહીંના જ એક ફ્લેટ પર રોકાઈ હતી. ઇન્સપેક્ટર રવિ જ્યારે પોલીસ સ્ટેશન જવા નીકળે છે ત્યારે તેમને આ કેબીનની અંદર બેઠેલો વોચમેન દેખાય છે. આમ ઇન્સપેક્ટર રવિ તેમના ડ્રાઈવરને જીપ રોકવાનો હુકમ કરે છે. ઇન્સપેક્ટર રવિ આ વોચમેનને બોલાવે છે.

ત્યારબાદ વોચમેન "જી સાબ જી" કરતો ક ને ઇન્સપેક્ટર રવિ પાસે દોડી આવે છે.

"કોણ છે તું ?પેહલા તો નથી જોયો તને અહીંયા બે દિવસથી ક્યાં હતો તું ?"

"સાબજી  એક રાત્રે જ્યારે હું ડ્યૂટી પર આવી રહ્યો હતો ત્યારે કોઈએ પાછળથી મારા પર વાર કર્યો. જેથી હું બે ભાન થઈ ગયો. આથી હું હોસ્પિટલમાં હોવાના કારણે બે દિવસ ડ્યૂટી પર આવી શક્યો નહીં."

"તારો નામ રામુ છે ને ?"

"જી સાબજી મારું નામ રામુ છે પણ એ તમને કઈ રીતે ખબર છે ?"

"તારો કોઈ ભાઈ છે ? દિનેશ કરી ને ?"

"હા સાબજી તે તો અમારા ગામડે છે કેટલાક વર્ષોથી"

"મતલબ તારો ભાઈ અહીંયા છે જ નહીં અને તું બેભાન હતો તને કોઈ બીજો કામ ન હોતો એમ ?"

"હા સાબજી મારો ભાઈ અહીંયા છે જ નહીં અને મને બીજા શું કામ હોય આ કામ હું પરિવાર માટે જ કરું છું."

"તો તારા ભાઈનો એક ફોટો હશે તારી પાસે"

"જી સાબજી છે ને"

"તો મને આપતો"


આમ ઇન્સપેક્ટર રવિ જ્યારે એ ફોટો જુએ છે ત્યારે આશ્ચર્યચકિત થઈ જાય છે. એનું કારણ એ હતું કે આ ફોટામાં એ વ્યક્તિ હતો જ નહીં જે વોચમેન બનીને આવેલો અને કહી રહ્યો હતો કે હું રામુનો ભાઈ છું. આમ ફરી આ કેસમાં એક નવી બાબત ઉમેરાઈ હતી.


આમ ઇન્સ્પેક્ટર રવિ વોચમેન ને કહે છે. "તું જઇ શકે છે"

" હા સાબજી પણ એક વાત પૂછું ?"

"પૂછ"

"તમે આ બધી જાણકારી કેમ મેળવી રહ્યા છો ?"

"અહીંના એક ફ્લેટમાં એક હત્યા થઈ છે અને એમાં કેટલાક વ્યક્તિઓ મળેલા છે અને હા તને જ્યારે પૂછતાછ માટે બોલાવીએ ત્યારે આવી જજે"

"જી સાબજી"

આમ વોચમેન રામુ પાસેથી પણ એક નવી બાબત જાણવા મળી હતી...

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Crime