STORYMIRROR

PRAVIN MAKWANA

Inspirational

1  

PRAVIN MAKWANA

Inspirational

હસન શેખનો કૂતરો

હસન શેખનો કૂતરો

1 min
39

મુંબઈમાં ઝોમેટો ડિલિવરી બોય હસન શેખ(32) એ વ્યક્તિ છે, જેણે ડિલિવરી પાર્સલ લઈ જતા સમયે રસ્તામાં ગંભીર હાલતમાં રહેલું એક રખડતું કૂતરું મળ્યું. તેણે બોમ્બે એનિમલ રાઈટ્સ (બાર)ને ફોન કરીને તેના માટે એમ્બ્યુલન્સ મોકલવા કહ્યું. એમ્બ્યુલન્સ સરળતાથી ઉપલબ્ધ ન હતી, એટલે બાર અધિકારીઓએ તેને જ કૂતરાને હોસ્પિટલ પહોંચાડવા કહ્યું. તેણે અનેક રીક્ષાવાળાને પૂછ્યું અને એડવાન્સ પૈસા આપવાનું વચન પણ આપ્યું, પરંતુ બધાએ ના પાડી દીધી. ત્યારે હસને નક્કી કર્યું કે તે કંપનીને ફોન કરીને રજા લઈ લેશે. તેણે કૂતરાને પ્રેમથી ઉઠાવ્યો, ફૂડ ડિલિવરી બેગમાં મુક્યો અને કોઈ પણ એમ્બ્યુલન્સ કરતાં વધુ ઝડપે તે કૂતરાને લઈને હોસ્પિટલ પહોંચી ગયો. હસનની વાત સાંભળીને તેની એક દિવસની કમાણીના નુકસાન અને બેગને સેનિટાઈઝ કરવા માટે બારે તેને રૂ.1500 આપ્યા. જોકે, કંઈક પાછું આપવાને ક્યારેય પૈસા સાથે તોલી શકાય નહીં.

સમાજને આપો બસ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational