yash mali

Abstract

2  

yash mali

Abstract

હરણની આંખ

હરણની આંખ

3 mins
73


એક વખાપુરા નામનું ગામ હતું. તે ગામમાં જંગલી વિસ્તાર ખુબ જ હતો, જેથી ત્યાં પ્રાણીઓ ખૂબ જ રહેતા હતા. તે ગામમાં યશ નામનો છોકરો રહેતો હતો. તે છોકરો ખુબ જ પ્રમાણિક અને સંતોષવાળો હતો. તેને એક ભાઈ હતો જેનું નામ સોહન હતું. સોહન ખૂબ જ લાલચી અને લોભી હતો. તે બંને સગા ભાઈઓ હોવા છતાં બંનેનું વર્તન જુદું હતું. એક પૂજા અને ભગવાનમાં માનતો અને બીજો ચોરી અને ભ્રષ્ટાચારમાં માનતો. સોહનના માબાપ ખૂબ જ ચિંતિત હતા કારણ કે સોહનના વર્તનથી તેનો પરિવાર ખૂબ જ દુઃખી અને પરેશાન હતો.

"એકવાર એક સાધુ મહારાજ જ તેઓના ઘરે આવે છે."તે સાધુ મહારાજે સોહન અને યશની જન્મ કુંડળી કાઢી. તેે પરથી સાધુ મહારાજને જાણ થઈ કે સોહન ખૂબ જ લાલચી અને ઘમંડી છે. જ્યારે યસ ખૂબ જ સરળ અને પ્રમાણિક વ્યક્તિ છે. સોહન અને યશના માતા પિતા એ સાધુ મહારાજને સોહન ને સુધરવાની યુક્તિ વિચારવા વિશે કહ્યું 'ત્યારે સાધુ મહારાજે યસ અને સોહન ને બોલાવ્યા અને કહ્યું કે, તમે બંને આપણા ગામના મોટા જંગલમાં એક સિંહની ગુફામાં જઈને તે ગુફામાંના હરણની આંખ લઈને આવો.

આ શરત મૂકીને સાધુ મહારાજ જંગલમાં મૂકી જવા માટે બંને ભાઈઓને તૈયાર કર્યા. આ મા જે પહેલા હરણની આંખ લઈને આવે તે વિજેતા બનશે અને જે હરણાંની આંખ લઈને નહિ આવે તે મૃત્યુને ઘાટ ઉતરશે. આ બંને ભાઈઓ જંગલ ગયા વચ્ચે મોટું અને ખૂબ જ ઘટાદાર જંગલ આવ્યું. જંગલ ના બે ભાગ પડતા એક જંગલી જાનવર બાજુ અને બીજી સુંદર બગીચાની બાજુ,તે બંને ભાગની વિશેષતા એ હતી કે જે ભાગમાં જાય તેના પછી તે ભાગમાં 12 કલાક પછી કોઈ નહીં જઈ શકે. અને જે તે ભાગમાં જવાની કોશિશ કરી તે મૃત્યુની ઘાત ઉતારી શકે છે. સોહન સુંદર બાજુ જોઈને ખૂબ જ ખુશ થયો અને તે બાજુ દોડવા લાગ્યો. તેની યસ ને ધક્કો મારી ને સુંદર બાજુએ પહોંચી ગયો. જય માં કરીને પ્રવેશ્યો. યસ ને નાછૂટકે ઘટાદાર અને ભયાનક જંગલ બાજુ જવું પડ્યું.કારણ કે સોહન બગીચા ની બીજી તરફ પ્રવેશ્યો હતો અને તે બગીચામાં બીજીવાર જવા માટે તેને બાર કલાકની રાહ જોવી પડી એમ હતી. તેથી તે ઘટાદાર જંગલ માં પ્રવેશ કર્યો. સોહન સુંદર બગીચામાં પ્રવેશ્યો અને સુંદર ચિત્ર જોયું તેની જોયું કે એક બાજુ સુંદર મહેલ છે, એક બાજુ બત્રીસ ભોજન, એક બાજુ રાજકુમારીઓ છે. આ જોઈને તેની હરણની આંખની વાતને ભૂલી ને તે મહેલમાં રહેવા લાગ્યા અને ભોજન ખાય કહીને તાજોમાજો થવા લાગી અને રાજકુમારી સાથે રહેવા લાગ્યો.

જ્યારે બીજીબાજુ જંગલમાં ઘટદાર બાજુએ ગયો હતો જેથી તે ખુબ જ શાંતિથી પગલા ભરવા માંડયો તેને આ મેં જોયું કે એક માણસ લાકડી ના ટેકે ભારે સામાન ઉઠાવી રહ્યું છે ત્યારે યશ ને તે માણસની મદદ કરવાનો વિચાર આવ્યો અને તેની મદદ કરી.તેથી તેમાં છે તેમનો ખૂબ આભાર માની અને તેની ગુફા સુધી પહોંચવા નો નકશો બતાવ્યો આમ તે ગુફા સુધી પહોંચી ગયો ગુફાની અંદર એક સિંહ બેઠો હતો તે ખૂબ જ ગુસ્સા થી ભરાયેલો હતો. શિહ યસ ને જોઈ ગયો અને તેના ઉપર ત્રાટકવા લાગ્યો ત્યારે બાજુમાં યસ ને એક બતક દેખાય છે , યસ ને ખબર હતી કે શિહના પ્રાણ બતક ની અંદર છે તેથી તેને તે બતકને આઝાદ કર્યો જેથી સિંહ ખૂબ જ દયાળુ બની ગયું અને તેનો ગુસ્સો ઉતરી ગયો. સિંહ તે હરણ ને. યસ ને આપી દીધું અને તેનાથી વિદાય લીધી બીજી બાજુ આનંદથી મોજથી રહેવા લાગ્યો એક દિવસ તેને ભૂલથી બગીચાનું ફૂલ તોડી નાખ્યું તેથી તે બગીચાના ફૂલો જાગૃત અવસ્થામાં આવી ગયા.તેથી તે ફૂલો એ મારી નાખ્યો યશ હરણ ને લઈને આવે છે વચ્ચે તેને ઘાયલ મોર મળે છે તેથી તેની મદદ કરે છે જેથી તે અમૂલ્ય વરદાન આપે છે કે તેને કોઈ પણ વ્યક્તિ કે પ્રાણી ના કોઈપણ ભાગ લઈ શકીસ. આમ યસ હરણ ની આંખ લઈને બીજા હરન ની આંખ લગાઈ. આમ યસ હરણ ની આંખ લઈને પોતાના ઘેર જવા નીકળ્યો યસ આ સરત જીતી ગયો હતો જેથી તે ખૂબ ખૂશ થઈ ગયા હતા આમ તે ઘરે આવી ગયા.

બોધ: પાપીઓનો હંમેશાં નાશ થાય છે અને સજ્જનનો હંમેશા વિજય થાય છે. 


Rate this content
Log in

Similar gujarati story from Abstract