yash mali

Children Stories

4.3  

yash mali

Children Stories

સોનેરી ચકલી

સોનેરી ચકલી

2 mins
167


એક મનીપુર નામનું સુંદર ગામ હતું. તે ગામમાં સુનીલ નામનો વ્યક્તિ પોતાના કુટુંબની સાથે રહેતો હતો. સુનીલ પ્રમાણિક અને દાની માણસ હતો. એક દિવસ તે તેના મામાના ઘેર જવા નીકળ્યો વચ્ચે એક મોટું જંગલ આવતું હતું. તે જંગલ ખૂબ જ ડરામણું હતું. સુનીલ નીકળી પડ્યો. વચ્ચે અનેક પ્રાણીઓ હતા જેવા કે અગજર, સાપ,વરું, સિંહ વગેરે.

તે જંગલમાં આગળ વધતો ગયો તેમ તેમ તેની સામે કંઇક ને કંઇક પ્રાણી આવી જાય તો પણ તે ડરતો નહી. હજી તેનુ મામાનું ઘર ખૂબ જ દૂર હતું તેથી તે તેમણે તેમને રસ્તો કાપવા તે રસ્તો ચાર-પાંચ રાતનો હતો. તેથી તે વિસામોખાધુ ખાધુ આગળ ચાલ્યો.

ત્યાં તેને એક સોનેરી કલરનું ઝાડ દેખાય આવ્યું. તેની ઉપર એક સોનેરી ચકલી બેઠી હતી. તે ખૂબ જ સુંદર હતી. તે એક જાદુઇ ચકલી હતી તેવી સુનિલને ખબર નહોતી. તે ચકલી જાળમાં ફસાયેલી હતી. સુનિલે તરત ચકલીને જાળમાંથી મુક્ત કરી. તે ચકલી અચાનક બોલવા લાગી. આ જોઈને સુનિલ અવાચક બની ગયો. ચકલી બોલી "એ માનવ તે મારી રક્ષા કરી છે એટલા માટે ધન્યવાદ હું તને એક જાદુઈ બીજી મારી જેવી ચકલી આપું છું, તેનાથી તું તારી બધી ઇચ્છા પૂરી કરી શકીશ, જાદુઈ ચકલી તેને બીજી ચકલી આપી તે જોઈને સુનિલ ખૂબ જ ખુશ થયો.

સુનિલ જાદુઇ ચકલી લઈને તેના પોતાના મામાને ઘેર ગયો. મામાને ઘેર જઈને તેને મામાથી બધી વાતો કરી, આવી વાત સાંભળી મામા ખૂબ ખુશ થયા, પછી સુનીલે તેના મામાના ઘરેથી વિદાય લીધી અને પોતાના ઘેર જવા લાગ્યો, તેની જાદુઇ ચકલીને કીધું કે "હું ચકલી ઘડીકમાં ઘરમાં પહોંચી જાઉં." આ સાંભળી ચકલી અને સુનીલ ઘરે પહોંચી ગયા. જાદુઇ ચકલીની મદદથી સુનીલ દાન કરીને ખુશીથી રહેવા લાગ્યો.,


Rate this content
Log in