STORYMIRROR

Irfan Juneja

Action Romance

3  

Irfan Juneja

Action Romance

હમ તુમ્હારે હૈ સનમ - ૯

હમ તુમ્હારે હૈ સનમ - ૯

7 mins
28.2K


આયત અને સારા ગસ્ત માટે મૌલવી સાબ પાસે જાય છે. રસ્તામાં શાહીલ મળે છે.

"તેરો કઝીન હજી આવ્યો કેમ નહીં..."

"આજે આવી જશે ભાઈજાન...."

એમ કહીને બંને મૌલાનાને ત્યાં પહોંચે છે. મૌલાના એક હદીસ સમજાવી રહ્યા હોય છે.

"માં બાપ તમારી સાથે ગમે તેવું વર્તન કરે પણ તમારે હંમેશા એમની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. એક બીજી હદીશમાં એ પણ છે કે તમારે એમની સામે ઉફ્ફ પણ ન કરવું જોઈએ."

"તો મૌલવી સાબ આ ફકત છોકરીઓ માટે જ છે ?" આયત બોલી

"ના બેટી આ બધા માટે છે. "

"તો મૌલવી સાબ એ હદીશ કહો ને જે દીકરીઓ માટે હોય..."

"બેટી હદીશમાં તો એમ છે કે જે બે કે તેથી વધુ દીકરીઓની પરવરીશ કરશે એને જન્નત મળશે...."

"અને મૌલવી સાબ જે જીવતા જ દીકરીઓની જિંદગી નર્ક બનાવશે એને ? તમે આ હદીશ અમને આવતા ગસ્તમાં કહેજો... હું આજે દરગાહ પર જાઉં છું. મારુ કુરાન શરીફ અહીં જ મૂકીને જાઉં છું જતી વખતે લેતી જઈશ..."

"હા બેટા જા..."

સારા અને આયાત દરગાહ તરફ જવા નીકળે છે. અહીં કપ્તાન અરમાન ને બસ સ્ટેશન મૂકી જાય છે.

"અરમાન તારું એકલા જવું સારું નથી... ભાઈ ના જા..."

"તું ચિંતા ના કર કપ્તાન. આજે તે મેચમાં સો કરવાના કહ્યા તા તો મેં કરી દીધા ને. હવે મને મારુ કામ કરવા દે."

"ભાઈ મારી પાસે હજાર રૂપિયા પડ્યા છે. તું લઇજા..."

"ના કપ્તાન એ સંભાળીને રાખ બીજીવાર જઈશ ત્યારે કામ લાગશે..."

અરમાન કપ્તાનને બાય કહી બસમાં બેસે છે. ઘરે એના અમ્મીને ખબર પડે છે કે અરમાન એકલો જૂનાગઢ ગયો છે એ ચિંતા કરે છે.

"અક્રમ તે એને એકલો જવા કેમ દીધો. તારે એને રોકવો જોઈએ ને..."

"મેં ઘણું સમજાવ્યું એ માનવા જ તૈયાર નહોતો..."

"એને પૈસા કોને આપ્યા...?"

"મેં આપ્યા..."

"કેટલા પૈસા લઈને ગયો છે એ?"

"૫૦૦ રૂપિયા..."

"લે બેટા આ હજાર રૂપિયા તું જા એની પાછળ મને બહુ ચિંતા થાય છે..."

અક્રમ અરમાનની પાછળ બીજી બસમાં લગભગ બે કલાક પછી નીકળે છે. આયત અને સારા દરગાહ પર પહોંચે છે. બંને દુઆ કરે છે. આયત એક મન્નતનો દોરો દરગાહની જાળી પર બાંધે છે. આયત સારાને કહે છે એ જૂનાગઢ પહોંચી ગયો છે. બસ પંદર-વીસ મીનિટમાં આવી જશે..

"તને શું આભાસ થાય છે આયત...?"

"પ્રેમમાં જો આભાસ ન થાય તો એ પ્રેમ શું કામનો..."

અરમાન બસમાંથી ઉતરે છે. ત્યાં પહેલીવાર આવ્યો હતો એ જ રિક્ષાવાળા કાકા એને જોઈ જાય છે.

"આવો જમાઈ રાજા... આજે સમાન વગર ?"

"હા આજે કઈ સમાન નથી..."

"સારું વાંધો નહીં બેસો... "

"ના આજે હું તમારી ઓટો માં નઈ આવું..."

"પણ કેમ? શું થયું?"

"થયું કઈ નથી.. પણ તમે પૈસા નથી લેતા એટલે હું નઈ આવું..."

"તમે અમારા કસબાના જમાઈ છો. હું પૈસા કેમ લઇ શકું. આયત મારી ઓટોમાં રોજ સ્કૂલ જાય છે. એની સાથે બીજી ત્રણ છોકરીઓ પણ જાય છે. પણ આયત ખુબ જ પ્રેમાળ અને મારી લાડકી દીકરી છે. અને એ જેને પ્રેમ કરે છે એ આપ છો. તો તમે કેટલા પ્રેમાળ હસો... તમે બેસો હું પૈસા ના લઈ શકું..."

અરમાન બેસે છે અને રિક્ષા કસબા તરફ રવાના થાય છે.

"મેં સાંભળ્યું છે કે તમને એ લોકો એ ના કહી દીધી છે..."

"હા વાત સાચી છે પણ તમને કોને કહ્યું ?"

"આખા કસબામાં ખબર છે. બધા એ જ વાતો કરે છે કે સુલેમાન એ રાજકોટવાળાને ના કહી દીધી..."

"હા.. કાકા એટલે જ હું આવ્યો છું..."

"બેટા એક સલાહ આપું તો લેશો ?"

"શું સલાહ કાકા જી...?"

"સુલેમાન ના મોટા ભાઈ નો દીકરો શાહીલ તમારું પૂછતો હોય છે... કે તમે આવો તો રિક્ષા ચોકથી આગળ ન જવી જોઈએ..."

"હા તો તમે મને ચોકમાં ઉતારી દેજો..."

"ના ના બેટા... વાત એમ નથી. વાત એમ છે કે એ ત્રણ છોકરા સાથે લઈને ફરે છે. અને પિસ્તોલ સાથે રાખે છે. એ ત્રણમાંથી એક હમણાં જ મડરના કેસ માંથી છૂટીને બહાર આવ્યો છે. એક ચરસ પીવે છે અને ત્રીજો દારૂનો ધંધો કરે છે. તમે આવા ખરાબ લોકોથી દૂર રહેજો. સામે આવે તો આઘા પાછાં થઇ જજો..."

"ના ના કાકા... એમ કરીશ તો તમે એમ કહેશો કે રાજકોટવાળા ડરપોક હોય છે..."

"ના બેટા અમે એમ નહીં કહીયે. અમે પણ સમજીએ કે એક શરીફ માણસ ચાર સામે કેમ લડી શકે..."

આટલામાં જ રિક્ષા ચોકથી થોડે દૂર પહોંચે છે. ત્યાં ચોકમાં શાહીલ એના ત્રણ માણસો લઈને બેઠો હોય છે. રિક્ષાવાળા કાકા અરમાન ને કહે છે.

"એ ચાર ચોકમાં જ બેઠા છે. હું તમને પાછળવાળા રસ્તેથી મૂકી જાઉં"

"ના ના તમે ચોકમાં જ જાવાદો નહીંતર હું અહીંયા જ ઉતરી જઈશ..."

કાકા ચોકમાં લઇ જાય છે. અરમાન રિક્ષા માંથી ઉતરે છે

"કાકા આજે પૈસા લઇલો બીજીવાર આવીશ તો નઈ આપું..."

પાછળથી શાહીલ અને એના માણસો એને ઘૂરતા આવે છે.

"તું આવી ગયો? હું તારી જ રાહ જોતો તો..." શાહીલ બોલ્યો.

"હા ભાઈ આવી ગયો બોલો શું કામ હતું..."

"કામ તો કઈ નઈ... હવે આવી જ ગયો છે તો માર ખાઈ ને જ જઈશ...." શાહીલ બોલ્યો

"કાકા તમે જાઓ હું આજે તો અહીં જ રોકાઈશ... " અરમાન એ રિક્ષાવાળા કાકા ને કહ્યું...

"આજે નઈ ... હમણાં બે જ કલાકમાં તું પાછો જઈશ... "

"હા તો વાંધો નઈ હું બીજી રિક્ષામાં જઈશ...."

"ચાલ તો અમારી સાથે આજે તને બતાવી દઉં શાહીલ છે કોણ.."

"ચાલો...."

આયતના ઘરે સારા દોડતી આવે છે.

"આયત આયત... ક્યાં છે તું. મેં સાંભળ્યું કે અરમાન આવ્યો છે અને શાહીલ અને એના માણસો એને કબ્રસ્તાનની પાછળ લઇને ગયા છે... તું કંઈક કર એ એમનો જીવ લઇ લેશે..."

"અરે કઈ નહિ કરે. એ તો ખાલી ડરાવવા લઇ ગયો હશે શાહીલ.. એ બીજીવાર ન આવે એટલે..." આયતના અમ્મી બોલ્યા...

"ના માસી એ કોઈનો જીવ લેશે... એની પાસે પિસ્તોલ પણ હતી..."

"તું શું કામ ડરે છે સારા..." આયત બોલી.

"તને ડર નથી લાગતો?"

"ના મને જરાય ડર નથી લાગતો. આજે તો જોઈએ કે અરમાનની લાશ આવે છે કે શાહીલની... એને મારી નાખશે તો ઠીક બાકી અરમાન આજે કોઈ ને નહિ છોડે... કોઈ એ માનું દૂધ પીધું હોય તો રોકી ને બતાવે..."

અરમાનને કબ્રસ્તાનની પાછળ વચ્ચે ઉભો કરી ચારે બાજુ શાહીલમાં માણસો એ ઘેરો કર્યો.

"અરમાન તને છેલ્લી વાર કહું છું. ચાલ્યો જા. તો તારા માટે સારું છે. તું માફી માંગીશ તો આજે પણ માફ કરી દઈશ પણ એક શરતે કે હવે પછી અહીં નઈ દેખાય...."

"હું શાહીલ અહીં થી પાછો જવા નથી આવ્યો... તમારામાંથી એ કોણ છે જે જેલમાંથી છૂટીને આવ્યો છે ?"

શાહીલ એક લાંબા વાળવાળો વ્યક્તિ તરફ આંગળી કરે છે.

"તું તો મર્ડરના કેશમાં અંદર હતો ને. તો આમ હીજળાની જેમ વાતો કેમ કરો છો મારો મને...."

આટલું બોલતાજ ચારે જણ અરમાન પર તૂટી પડે છે.

"ઉભા રો ઉભા રો... જુવો હવે મને મારવાની શરૂઆત કરી જ દીધી છે તો ત્યાં સુધી મારજો જ્યાં સુધી હું મરી ન જાઉં. નઈ તો મને કસમ છે આયતની એક પણ પોતાના પગે ઘરે પાછા નઈ જાઓ..."

એક પછી એક પ્રહારો ચાલુ થયા. અરમાન માર ખાતો ગયો અને મારતો ગયો.

"તું કઈ માટીનો બન્યો છે.... તને સમજાવું છું આટલું મારુ છું તો પણ પાછું જવાનું નામ નથી લેતો..."

"શાહીલ મેં કહ્યું તું ને કે તમે મને મારી નાખજો બાકી તમે નહિ બચો..."

અરમાન એક ઝાડ નું થડિયું લઇ ને ચારે પર પ્રહાર કરે છે. બધા લોઈ લુહાન બને છે. રિક્ષાવાળાકાકા એ ડરમાં મૌલાનાને બોલાવીને લાવે છે કે ઓલા ચાર અરમાનને મારી ન નાખે. મૌલાનાને રિક્ષાવાળા કાકા જયારે કબ્રસ્તાન પાસે પહોંચે ત્યારે અરમાન આ ચારેને મારીને જમીન પર સુવડાવી દીધા હોય છે. ચારે રહેમની ભીખ માંગે છે. મૌલાના કહે છે.

"રોકાઈ જા બેટા. ના માર હવે... જાવા દે એમને...."

"ના મૌલવી સાબ એની કસમ ખાધી છે.. પગેથી ઘરે ના જઇ શકવા જોઈએ...."

"બેટા એ એક પણ નહિ જઈ શકે..."

અહીં ઘરે આયત નમાજ પઢી અલ્લાહ ને દુઆ કરે છે કે અરમાનની હિફઝત કરે. સારા એને કહે છે.

"તું કેમ નથી ડરતી..."

"સારા કાંતો એ આજે ચારેયને મારીને મારી પાસે આવે અને કાતો એ પાછો ચાલ્યો જાય હારીને. હું તો કહું છું વધુમાં વધુ શું થશે...? શાહીલ એને મારી નાખશે એ જ ને..? પછી એક મિનિટ થશે મને એની પાસે પહોંચતા હું પણ ઝેર પી લઈશ..."

"આ તારા હાથ માં કઈ વાગ્યું છે આયત ?"

"ના કઈ નઈ કેમ ?"

"તો મુઠ્ઠી કેમ બંધ છે?"

"બસ એમ જ"

સારા એની મુઠ્ઠી ખોલાવે છે. એમાંથી ઝેરની પડીકી નીકળે છે.

"આ શું કામ તે રાખી છે હાથ માં?"

"સારા એને કઈ થઇ જશે તો હું પી જઈશ... તને મારી કસમ છે તું કોઈને આ વાત નહિ કહે..."

અરમાન કબ્રસ્તાનેથી લથડિયા ખાતો મેડિકલ પર આવે છે. ડ્રેસિંગનો સમાન લે છે અને આયના ઘરે આવે છે. સારા ખીડકી ખોલે છે. અરમાન ને લોઈ લુહાન જોતા જ એ ચીસ પાડે છે. અરમાન લથડિયા ખાતા ખાતા અંદર આવે છે.

"ડ્રેસિંગ નો સમાન લાવ્યો છું. માલમ પટ્ટો કરી આપો..." એ આયત સામે જોઈ ને બોલે છે.

આયત ટેન્શનમાં આવી જાય છે. એ સ્પિરિટથી કોટન લઇ ને શરીર પર લોહી શાફ કરે છે.

"માર ખાઈ ને આવ્યા છો?"

"ના... મારી ને આવ્યો છું..."

"તમેં ડરતા નહિ.. આવા તો ઘણા ઘાવ આવશે... આપણાં આ સફરમાં... હું હંમેશા તમારી સાથે છું..."

અરમાન હસતા હસતા આયતને જુવે છે. આયતને જોઈને એની પીડા ઓછી થાય છે. આયત એને મલમપટ્ટી કરતી હોય છે એટલામાં જ જોરથી શાહીલનો ભાઈ જે વકીલ હોય છે એ થોડા માણસો લઇને આયતની ઘરે આવી પહોંચે છે.

ક્રમશ:...


Rate this content
Log in

Similar gujarati story from Action