STORYMIRROR

Amrut Patel 'svyambhu'

Inspirational Thriller

4  

Amrut Patel 'svyambhu'

Inspirational Thriller

હળવી વાત હળવેકથી - 15

હળવી વાત હળવેકથી - 15

3 mins
216

આજે ડાયરી લેખન માટે ખોલું છું ત્યાં જ મારી નજર 'દીકરી' શીર્ષક હેઠળની વાર્તા પર અટકી...

મેં વાંચવાનું શરૂ કર્યું...

ડોકટરે ક્યાંકથી જાણી લીધું કે, મનોરમા તેના પતિને ખૂબ પ્રેમ કરે છે. નાનીનાની વાતે પણ મક્રંદની યાદ તેને આવી જતી. આજે તે નવનો દશકો વટાવી ચૂકી છે પણ મકરંદ તેની સ્મૃતિમાં અકબંધ રહ્યો છે.

'જુઓ રાકેશભાઈ, મને હવે એમ લાગે છે કે આપણે હવે એક અંતિમ પ્રયાસ કરી જોઈએ.' ડોકટર મનોરમાના દીકરાને કહી રહ્યા હતાં.

'શું ડોક્ટર સાહેબ ? હું કંઈ સમજ્યો નહીં.'

  'જુઓ આ રોગનો સમયગાળો કેટલાં સમય સુધી રહે તે હજી સુધી કંઈ જાણી શકાયું નથી. કેટલાક લોકો પંદર દિવસે સાજા થઈ જાય તો વળી કેટલાક લોકોને પચાસ દિવસે પણ લક્ષણો જોવા મળે છે. મારા અનુભવો જોતા લાગે છે કે જો આપણે પેશન્ટને હૂંફ આપીએ તેની ઈચ્છા મુજબ બધું બરાબર થઈ રહ્યું છે તે વિશ્વાસ જો આપણે આપી શકીએ તો આ જલ્દીથી રિકવરી આવી શકે તેમ છે. અને આપણે તો અત્યારે પ્રયોગ કરવાનો છે બાકી તો બધું ઉપરવાળાને હાથમાં છે.

'એટલે સાહેબ આપણે બા માટે શુંં કરવું જોઈએ ?' રાકેશને આશ્ચર્ય થયું.

'જુઓ તમારા બા એમના પતિને એટલે કે તમારા પપ્પાને ખૂબ પ્રેમ કરે છે. વાતવાતમાં તે તમારા પપ્પાને યાદ કરતા રહે છે. જો આપણે એવી કોઈ યાદગીરી તેમના માનસપટ પર મૂકીએ તો કદાચ ?!

'તમારી વાત સાથે સંમત છું પણ એવું તો શુંં કરી શકાય ?' રાકેશ તેની બાજુમાં ઊભી આર્યાના માથે હાથ પંપાળી વિચારી રહ્યો છે. આર્યા બધું સાંભળી રહી છે. તેણે એકાએક નિર્ણય કર્યો હોય તેમ બંનેની વાત સાંભળીને નાનકડી મુઠ્ઠી વાળી લીધી.

ડોક્ટર વ્યસ્ત હોવા છતાં મનોરમાબેનની તબિયતથી ચિંતિત હતા. આજે હોસ્પિટલમાં ખસેડાયાને તેમનો બાવીસમો દિવસ હતો. કયારેક ઓક્સિજન પર તો ક્યારેક નૉર્મલ રહેતા. ડોકટર રાકેશને રસ્તો બતાવી અન્ય પેશન્ટને જોવા નીકળી ગયા.

 રાકેશને તેની બાની ચિંતા રહેતી સતત હોસ્પિટલના ચકરે તેનું મન ચકરાવે ચડ્યું- 'શું કરવું જોઈએ જેથી બાને હૂંફ મળે ને જલ્દી સાજા થઈ જાય. તે સવાર પડે ત્યાં વિચાર તો રહેતો પણ કંઈ સૂઝતું નહોતું.

આજે પણ તે હોસ્પિટલથી ઘરે આવી ગેલેરીમાં ઊભી વિચારી રહ્યો છે ત્યાં ડોકટરનો ફોન આવે છે.

 'હેલ્લો રાકેશભાઈ, આપણો પ્રયોગ કારગત નીવડ્યો. તમારા બાને રિકવરી થઈ ગઈ છે. બસ થોડાજ દિવસમાં ઓબ્ઝર્વેશન બાદ રજા મળી શકે તેમ છે ! ડૉક્ટર બોલ્યા.

 'એટલે હું કઈ સમજ્યો નહીં !

'જો તમારે અત્યારે જ આ વાત સમજવી હોય તો તમારી લાડલીના રૂમમાં જાવ અને જુઓ !

રાકેશ ઝડપથી આર્યાના રૂમ તરફ જાય છે અને દરવાજા પાસે જ કિંકર્તવ્ય ઊભો રહી જાય છે. સામે આર્યા તેની દાદીને વિડ્યોકોલ પર એક પછી એક માનોરમાના લગ્ન પહેલાના સમયના તેમજ લગ્ન વેળાના ફોટા બતાવી રહી હતી. અને તેની દાદીએ તેને અત્યાર સુધીમાં જે જે વાત કહી હતી તે યાદ કરાવી રહી છે. સામે મનોરમા જાણે ફરીથી તે સમયમાં સફર કરી રહી છે. તેની બખોલ જેવાં પોપચાંમાં લખોટી જેવી આંખ ચમકી રહી છે. આ તરફ હોસ્પિટલમાં ડોક્ટર સાહેબે જે નર્સને આ કામગીરી સોંપી હતી તે મનોરમા અને આર્યાને વિડિયો-ચેટ કરાવી રહી છે. આર્યા તેની નાનકડી મુઠ્ઠી આજે ખોલી રહી હતી.

રાકેશ જ્યાં ઊભો છે ત્યાંથી એક ડગલું પણ આગળ વધી ન શકયો. તેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા.

તે મનોમન કહી રહ્યો હતો 'મારી લાડકી, હું દીકરો થઈ મારી બા માટે જે ન કરી શક્યો તે તેં કરી બાતાવ્યું. સૌને તારા જેવી દીકરી હોજો'

*  *  *

એક નાનકડી દીકરીએ કેટલું મોટું કામ કર્યું હતું. ડાયરી બંધ કરી હું નાનકડી આર્યાનાં વિચારોમાં ખોવાઈ ગયો.


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை

Similar gujarati story from Inspirational