STORYMIRROR

Aarti Rajpopat

Children Inspirational Others

5.0  

Aarti Rajpopat

Children Inspirational Others

હકીકત

હકીકત

2 mins
27.3K


પલંગ પર આડી પડી આખા દિવસની થાકી પાકી કવિતા એ સવારે ઉઠવા છ વાગ્યાનો અલાર્મ મુક્યો. ખુબ જ થકાવટને લીધે ઊંઘ નહિ આવવાથી કેટલીયે વાર સુધી પડખા ઘસી માંડ ઊંઘ હજી પાંપણ સુધી પોંચી હશે ત્યાં તો એલાર્મ વાગ્યો. ઓહ આટલી જલ્દી સવાર થઈ ગઈ !ઉઠવાની જરાય ઇચ્છા નહોતી ને શરીરમાં તાકાતેય નહોતી તો પણ છોકરાઓને સ્કૂલનું મોડું થશે વિચારી અલાર્મ બંધ કરી બેઠી થઈ.

નિત્ય ક્રમ પતાવી ફટાફટ દૂધ ગરમ મૂક્યું, એક બાજુ કુકર ચડાવ્યું, બ્રેકફાસ્ટની તૈયારી કરી એમ એક પછી એક કામ પતાવતા વચ્ચે બાળકોને ઉઠાડ્યા મોટી દીકરીને એનાથી નાનો દીકરો. નાના અનિકેતને બ્રશ કરાવ્યું, નવડાવ્યો, કપડાં પહેરાવ્યા, વચ્ચે વચ્ચે દીકરીને પણ જલ્દી તૈયાર થવાની સૂચના આપતી જતી'તી,

'મમ્મી એને તું બધું કરી દે છે થોડી મને પણ મદદ કર ને' દીકરી એ ફરિયાદ કરી.'

'અરે તું હવે નાની છે ? ચાલો બંને નાસ્તો કરવા ફટાફટ' કહી કિચન માં જવા લાગી.'

'મમ્મી મને આ રીબીન તો બાંધી દે'

'જો ફરી પાછું.. કહ્યું ને, જાતે કરતા શીખ..'

'મમ્મી મારે દૂધ નથી પીવું.

'અરે મારો રાજ કુમાર હમણાં દૂધ પી લેશે.. જલ્દી જલ્દી મોટો થઈ જશે... પછી મમ્મીને દુનિયાની સેર કરાવશે મારો ડાહ્યો દીકરો'. કહી લાડથી દૂધ પીવડાવ્યું.

દીકરી હસરત ભરી આંખે જોઈ રહી એ કઈ બહુ નહિ માત્ર દોઢ વર્ષ મોટી હતી અનિકેતથી. પણ તેની મમ્મી રોજ તેને અવગણી ભાઈને જ લાડ કરતી. તે ગુસ્સામાં રૂમમાં ચાલી ગઈ ને ત્યાંથી બૂમો પાડવા લાગી.

'મારી ઈંગ્લીશની બુક ક્યાં છે ? મમ્મી, મમ્મી...'

ને કવિતાની આંખ ખુલી ગઈ. સામે જ ઘડિયાળ હતી ઓહ સાડાસાત થઇ ગયા ફરી પાછું આજે સપનામાં ઊંઘમાંજ બધું કામ પતાવી નાખ્યું. છોકરાઓની સ્કૂલનું ફરી લેટ થઇ ગયું. ત્યાંતો, ....

અરે આતો દીકરી સૂચિનું ઘર છે એ મમ્મી, મમ્મી.. કહી એને જગાડી રહી હતી અને હજી આજે પણ જે દીકરા ને લાડ લડાવવાના સપના પોતે જુએ છે એ દીકરાને ભણી રહ્યે પણ પંદર વર્ષ થઈ ગયા અને એતો, ક્યારનો.. માને એકલી મૂકી પોતાનો માળો રચી વિદેશમાં વસી ગયો છે.

પોતાને પગે ફ્રેક્ચર થતા પહેલા એની ઘરેને હવે પોતાની ઘરે દીકરી ને જમાઈ દોઢ મહિનાથી ઉભા પગે ચાકરી કરી રહ્યા છે ને એની આંખો દીકરી સામે જોઈ પ્રેમ અને પસ્તાવાથી છલકાઈ ઉઠી.


Rate this content
Log in

Similar gujarati story from Children